Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/12/abhi-1_1594534086.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/12/abhi-1_1594534086.jpg. Show all posts

Sunday, July 12, 2020

અભિષેક બચ્ચનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તે ડબિંગ કરવા જતો હતો તે સ્ટુડિયો કામચલાઉ બંધ કર્યો

અમિતાભ બચ્ચન પછી તેમના દીકરા અભિષેક બચ્ચનનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. અભિષેક પોતાની વેબ સીરિઝ ‘બ્રેથ: ઇનટુ ધ શેડોઝ’ના ડબિંગ માટે જતો હતો તે સાઉન્ડ એનવિઝન ડબિંગ સ્ટુડિયો હાલ કામચલાઉ બંધ કરી દીધો છે. ટ્રેડ એનાલિસ્ટ કોમલ નાહટાએ આ સમાચાર ટ્વીટ કરીને આપ્યા છે.

કોમલે તેના ટ્વીટમાં લખ્યું કે, સાઉન્ડ એનવિઝન ડબિંગ સ્ટુડિયોને ટેમ્પરરી બંધ કરી દીધો છે, કારણ કે થોડા સિવસ પહેલાં અભિષેક બચ્ચને તેની વેબ સીરિઝ ‘બ્રેથ: ઇનટુ ધ શેડોઝ’ માટે અહિ ડબિંગ કર્યું હતું.

ઘરમાં કોરોના આવ્યો કેવી રીતે ?
બચ્ચન પરિવાર સાથે જોડાયેલા સૂત્રોની કહેવું છે કે, અભિષેક બચ્ચન ઘરની બહાર જતો હતો જેના લીધે કોરોના વાઈરસ તેમના પરિવાર સુધી પહોંચી ગયો. કારણ કે, થોડા દિવસ પહેલાં તે પોતાની વેબ સીરિઝના ડબિંગ માટે સ્ટુડિયો જતો હતો. અમિતાભ બચ્ચન તો લોકડાઉન થયા પછી ઘરની બહાર પણ નીકળ્યા નથી.

અભિષેકે ટ્વીટ કરી પુષ્ટિ કરી
અભિષેકે પણ પોતાના ટ્વીટમાં લખ્યું કે- 'આજે અમે બંને મારા પિતા અને હું કોવિડ-19 પોઝિટિવ છીએ. અમને બંનેને હળવા લક્ષણો હતા, જેના પછી અમે હોસ્પિટલમાં દાખલ થઈ ગયા છીએ. અમે તમામ જરૂરી અધિકારીઓને માહિતી આપી છે અને અમારા પરિવાર અને સ્ટાફના સભ્યોનો ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. હું બધાને વિનંતી કરું છું કે તેઓ શાંત રહે અને ગભરાટ ફેલાવશે નહીં. આભાર.'

બિગ બીએ જાતે ટ્વીટ કરી
શનિવાર સાંજે અમિતાભ બચ્ચને ટ્વીટ કરીને જણાવ્યું કે, ‘હું કોરોના પોઝિટિવ આવ્યો છું. મને હોસ્પિટલમાં દાખલ કરાયો છે. પરિવાર અને સ્ટાફના પણ ટેસ્ટ કરાવાયા છે. હવે તેમના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. છેલ્લા 10 દિવસથી મારા સંપર્કમાં આવેલા તમામ લોકોને હું તેમનો રિપોર્ટ કરાવવા વિનંતી કરું છું’



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Sound N Vision dubbing studio closed temporarily After Abhishek Bachchan gets positive for COVID


from Divya Bhaskar https://ift.tt/3fn0OdE
https://ift.tt/2ZlsIkO

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...