Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/12/riche_1594545748.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/12/riche_1594545748.jpg. Show all posts

Sunday, July 12, 2020

‘ઉંગલી’ ફિલ્મની એક્ટ્રેસ રશેલ વ્હાઈટ પણ કોરોના પોઝિટિવ, 24 કલાકમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલ 9મી સેલિબ્રિટી સંક્રમિત થઇ

‘ઉંગલી’ અને ‘હર હર બ્યોમકેશ’ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલી અમેરિકન ઇન્ડિયન એક્ટ્રેસ રશેલ વ્હાઈટનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રશેલ શનિવારે મોડી રાતે પોતાના ટ્વિટર અકાઉન્ટ પર આ વાત જણાવી હતી. તે હાલ હોમ ક્વૉરન્ટીન થઇ ગઈ છે. 24 કલાકમાં કોરોના સંક્રમિત થનારી રેચલ 9મી સેલિબ્રીટી છે. આની પહેલાં અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય, આરાધ્યા,અનુપમ ખેરની માતા, રાજુ ખેર અને અન્ય બે પરિવારજન પણ સંક્રમિત થયા છે.

રશેલે ટ્વીટમાં લખ્યું કે, મારો કોરોના વાઈરસ ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, મેં પોતાને હોમ ક્વૉરન્ટીન કરી છે. મને તમારી પ્રાર્થનાઓમાં યાદ રાખજો હું રિકવર થવાના રસ્તે છું. રશેલને તેની ફિલ્મ ‘ઉંગલી’, ‘હર હર બ્યોમકેશ’, ‘દેવી’ અને ‘વન’થી લોકો ઓળખે છે. આ ઉપરાંત તેણે વેબસીરિઝ લવ, લાઈફ એન્ડ સ્ક્રુ અપ્સમાં પણ રોલ પ્લે કર્યો છે. વર્ષ 2018માં રશેલે મી ટૂ મુવમેન્ટ હેઠળ સાજીદ ખાન પર શોષણના આરોપ મૂક્યા હતા. ત્યારબાદ તેને હાઉસફુલ 4 પ્રોજેક્ટમાંથી કાઢી નાખવામાં આવી હતી.

રશેલની પહેલાં ઝોયા મોરાની, કરીમ મોરાની, શઝા મોરાની, કિરણ કુમાર, શિબાશીષ સરકાર, મોહેના સિંહ, જગન્નાથ નીવાંગુ પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. તો બીજી તરફ બોની કપૂર, આમિર ખાન, કરણ જોહર અને રેખાના સ્ટાફ કોરોના સંક્રમિત થયા છે. આ ઉપરાંત ટીવી શોઝના ક્રુ મેમ્બર્સ કોરોના પોઝિટિવ આવ્યા પછી શૂટિંગ બંધ કરી દીધું હતું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Actress Rachel White tested Corona positive, 7th celebrity related to film industry infected in last 24 hours


from Divya Bhaskar https://ift.tt/300rXgi
https://ift.tt/300rWJg

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...