Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/12/untitled-5_1594525835.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/12/untitled-5_1594525835.jpg. Show all posts

Sunday, July 12, 2020

અમિતાભમાં બીમારીના હળવા લક્ષણ, નાણાવટી હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં દાખલ, અભિષેક પણ પોઝિટિવ; જયા, એશ્વર્યા અને આરાધ્યાનો એન્ટિજન રિપોર્ટ નેગેટિવ

અમિતાભ બચ્ચન અને તેમના પુત્ર અભિષેક બચ્ચન કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમણે શનિવાર સાંજે ટ્વિટ પર જાતે તેના વિશે જાણકારી આપી હતી. નાણાવટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના પીઆરઓએ રવિવાર સવારે જણાવ્યું કે, અમિતાભમાં હળવા લક્ષણો છે, તેમણે આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે. અમિતાભના પરિવારના તમામ લોકો અને ઘરમાં રહેતા સ્ટાફના સેમ્પલ લેવામાં આવ્યા છે, જેનો રિપોર્ટ આજે આવશે.

જયા બચ્ચન, એશ્વર્યા અને આરાધ્યનો કોવિડ -19 એન્ટિજન ટેસ્ટનો રિપોર્ટ નેગિટિવ આવ્યો છે. નાણાવટીના ક્રિટિકલ કેર સર્વિસિસના ડાયરેક્ટર ડો. અબ્દુલ એસ અંસારીએ રાતે 3 વાગે મીડિયાને જણાવ્યું કે, અમિતાભની સ્થિતિ પહેલાં કરતા સારી છે. તેમના પ્રારંભિક રિપોર્ટ સંતોષકારક છે.

અપીલઃ અમિતાભે પહેલ કરી
અમિતાભે ટ્વીટ કરીને કહ્યું કે, છેલ્લા 10 દિવસમાં જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે, તેમને હું ટેસ્ટ કરાવવાનો આગ્રહ કરું છું. પહેલા સમાચાર આવ્યા હતા કે, જયા બચ્ચન અને એશ્વર્યા બચ્ચનો રિપોર્ટ નેગેટિવ આવ્યો, પરંતુ મોડી રાતે મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી ડો. રાજેશ ટોપેએ કહ્યું કે, જયા-એશ્વર્યા અને પૌત્રી આરાધ્યોને ટેસ્ટ મોડો થયો હતો, જેનો રિપોર્ટ રવિવાર સાંજે આવશે.

ડરઃ અમિતાભને કોરોનાનો ડર વધારે
11 ઓક્ટોબર 1942માં જન્મેલા અમિતાભ બચ્ચને છેલ્લા 38 વર્ષથી અસ્થમા, લિવર, અને કિડનની પણ સમસ્યા છે. 77 વર્ષીય આ મહાનાયકની આંખમાં ધુંધળાપણું વધી રહ્યું છે, જેના વિશે તેમને જાતે ત્રણ મહિના પહેલાં જણાવ્યું હતું. હેલ્થ ચેકઅપ માટે ઘણી વખત તેમણે નાણાવટી હોસ્પિટલમાં જવું પડે છે. ગત વર્ષે ઓક્ટોબરમાં પણ અમિતાભ બચ્ચની તબિયત રાતે 2 વાગે અચાનક ખરાબ થઈ હતી. ત્યારબાદ તેમણે 3 દિવસ માટે દાખલ કરવામાં આવ્યા હતા.

આશંકાઃ અભિષેક દ્વારા વાઈરસ આવ્યો
બચ્ચન પરિવાર સુધી કોરોના કેવી પહોંચ્યો, તે સવાલ પર સૂત્રોના હવાલાથી કહેવામાં આવી રહ્યું છે કે સંભવત અભિષેક બચ્ચનના બહાર જવાના કારણે કોરોના પરિવાર સુધી પહોંચ્યો છે. તાજેતરમાં અભિષેકની પહેલી વેબ સિરિઝ બ્રીધ લોન્ચ થઈ છે. આ સિરિઝના એડિટિંગ માટે તેઓ પોતાના જુહુ બંગલા નજીક સાઉન્ડ એન્ડ ડબિંગ સ્ટુડિયોમાં જઈ રહ્યા હતા. અમિતાભ ઘરની બહાર નહોતા જતા અને ન તો તેઓ બહારથી આવેલા લોકોને મળતા હતા.

એવું કહેવામાં આવી રહ્યું છે કે, કોઈ સંક્રમિત વ્યક્તિના કારણે પહેલા અભિષેક પોઝિટિવ થયો અને ત્યારબાદ અમિતાભને પણ સંક્રમણ થયું. આ જાણકારી સામે આવ્યા બાદ સાઉન્ડ એન્ડ ડબિંગ સ્ટૂડિયોને સીલ કરવામાં આવ્યો છે અને અહીં આવનાર તમામ લોકોને ટ્રેસ કરવામાં આવી રહ્યા છે.

10 પોઈન્ટઃ સવારથી લઈને રાતના 3ઃ15 વાગ્ય સુધીની હેલ્થ અપડેટ

1. શનિવારે સામાન્ય તાવ અને શ્વાસ લેવામાં તકલીફ બાદ અમિતાભનો રેપિડ એન્ટિજન કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો. બે કલાક બાદ તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ અભિષેકે પણ ટેસ્ટ કરાવ્યો.
2. શનિવાર સાંજે જાતે અભિષેક કાર ડ્રાઈવ કરીને અમિતાભને નાણાવટી હોસ્પિટલ લઈને પહોંચ્યા અને તેમણે દાખલ કરવામાં આવ્યા. તેના એક કલાક બાદ અભિષેક પણ કોરોના પોઝિટિવ હોવાનો રિપોર્ટ સામે આવ્યો.

3. જ્યારે અમિતાભને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા તો તેમનું ઓક્સિજન લેવલ અંદાજે 90 ટકા હતું અને તેમને સામાન્ય તાવ પણ હતો. ત્યારબાદ તેમણે નાણાવટીના ડો. અબ્દુલ એસ અંસારીની સાથે ત્રણ ડોક્ટરોની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા.

4. હોસ્પિટલ પહોંચ્યા બાદ અમિતાભ અને અભિષેકનો ફરીથી કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો જેનો રિપોર્ટ રવિવાર સાંજ સુધી આવશે.

5. મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ નાણાવટી હોસ્પિટલના ડાયરેક્ટર ડો. પાટકરના હવાલાથી કહ્યું કે, તેમને કોરોનાવાઈરસનું વધારે ઈન્ફેક્શન નથી, પરંતુ કો-મોર્બિડ મેડિકલ હિસ્ટ્રી જોતા સાવધાની રાખવામાં આવી રહી છે.

6. મોડી સાંજે અભિષેકે તેમના અને પિતાના કોરોના પોઝિટિવ હોવાની પુષ્ટિ કરી અને કહ્યું કે, અમે બીએમસીને સંપૂર્ણ ટેકો આપીશું. ત્યારબાદ બીએમસીએ જુહુમાં બચ્ચનના 'જલસા' બંગલાને સેનિટાઝ કરવાનો નિર્ણય કર્યો છે.

7. સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યું કે, રવિવારની સવાર અને સાંજ બંને સમયે અમિતાભ અને અભિષેકના સ્વાસ્થ્યને લઈને મેડિકલ બુલેટિન જારી કરવામાં આવશે.

8. દેશના સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધન પણ અમિતાભના કોરોના પોઝિટિવ હોવા પર મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી અને હોસ્પિટલના સંપર્કમાં છે. તેમણે મોડી રાત્રે કહ્યું કે બંનેની હાલત સામાન્ય છે અને તેઓ જલ્દી સ્વસ્થ થઈ જશે.

9. રાતના બે વાગ્યે નાણાવટીના ડોક્ટર અબ્દુલ અંસારીએ જણાવ્યું કે, બંનેની હાલત સ્થિર છે. બંનેનું ઓક્સિજન લેવલ લગભગ 95 ટકા પર સ્થિર છે. બંનેને ન તો ICU રાખવામાં આવ્યા છે અને ન તો વેન્ટિલેટરની જરૂર પડી છે.

10. એવું કહેવામાં આવ્યું કે બિગ બી અને અભિષેક બંને એસિમ્પ્ટોમેટિક હોઈ શકે છે. અમિતાભના લક્ષણો ગંભીર નથી, પરંતુ તેમની ઈમ્યુનિટીને ધ્યાનમાં રાખતા વિશેષ સાવધાની રાખવી જરૂરી છે.


બિગ બીએ જાતે ટ્વીટ કરી
શનિવાર સાંજે અમિતાભ બચ્ચને ટ્વીટ કરીને જણાવ્યું કે, ‘હું કોરોના પોઝિટિવ આવ્યો છું. મને હોસ્પિટલમાં દાખલ કરાયો છે. પરિવાર અને સ્ટાફના પણ ટેસ્ટ કરાવાયા છે. હવે તેમના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.’

અભિષેકે ટ્વીટ કરી પુષ્ટિ કરી
અભિષેકે પણ પોતાના ટ્વીટમાં લખ્યું કે- 'આજે અમે બંને મારા પિતા અને હું કોવિડ-19 પોઝિટિવ છીએ. અમને બંનેને હળવા લક્ષણો હતા, જેના પછી અમે હોસ્પિટલમાં દાખલ થઈ ગયા છીએ. અમે તમામ જરૂરી અધિકારીઓને માહિતી આપી છે અને અમારા પરિવાર અને સ્ટાફના સભ્યોનો ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. હું બધાને વિનંતી કરું છું કે તેઓ શાંત રહે અને ગભરાટ ફેલાવશે નહીં. આભાર.'

ડો. અબ્દુલ એસ અંસારી કરી રહ્યા છે સારવાર

નાણાવટી સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અમિતાભ અત્યારે ક્રિટિકલ કેર સર્વિસિસના ડાયરેક્ટર ડો. અબ્દુલ એસ અંસારીની સાથે ત્રણ ડોક્ટરની દેખરેખ હેઠળ છે. હોસ્પિટલના ડો. અંસારીની અમિતાભની દેખભાળ માટે વિશેષ નિમણૂક કરવામાં આવી છે. કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ અન્ય ટેસ્ટ પણ કરવામા આવી રહ્યા છે. તે ઉપરાંત અમિતાભની નિયમિત સારવાર કરનારા ડો. અમોલ જોશી અને ડો. બર્વેની પણ મદદ લેવામાં આવી રહી છે.

બિગ બીએ હોસ્પિટલમાંથી વીડિયો મેસેજ મોકલ્યો
નાણાવટી હોસ્પિટલમાં પોતાના ચેકઅપ કરતી વખતે, અમિતાભે ત્યાંથી મેડિકલ સ્ટાફના સન્માનમાં એક વીડિયો મેસેજ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે- 'નમસ્કાર, હું અમિતાભ બચ્ચન છું. હાલમાં મેં ટ્વિટ પર ગુજરાતના સુરતની બિલબોર્ડની એક પોસ્ટ શેર કરી હતી, જેમાં લખ્યું હતું કે, મંદિરો કેમ બંધ છે? કેમ કે ભગવાન હોસ્પિટલમાં સફેદ કોટ પહેરીને કામ કરી રહ્યા છે.

તમામ ડોક્ટક, નર્સના સ્વરૂપમાં ભગવાન છે. તમે અમને જીવનદાન આપનાર બની ગયા છો. તમે ખૂબ જ પ્રશંસનીય કામ કરી રહ્યા છો. તમે ન હોત તો ખબર નહીં લોકોનું શું થયું હોત. હું હાથ જોડીને તમારો આભાર માનું છું.

હું જાણું છું કે, આ દિવસ થોડા નિરાશાજનક છે. પરંતુ ડરવાની, કે નિરાશ થવાની જરૂર નથી. આપણે બધા એક સાથે છીએ,આપણે બધા સાથે મળીને લડીશું. આખો દેશ જાણે છે કે, તમે કેટલી મહેનતથી કામ કરી રહ્યા છો. નાણાવટી હોસ્પિટલનો ખૂબ ખૂબ આભાર.

જ્યારે પણ હું અહીં આવું છું, હંમેશાં મારી સારી રીતે દેખભાળ કરવામાં આવે છે. હું જાણું છું કે, તમારો પ્રેમ, તમારો સ્નેહ મારા સ્વાસ્થ્ય માટે કેટલો મહત્વપૂર્ણ છે. તમે ભગવાનનું રૂપ છો અને ભગવાન તમારું રક્ષણ કરશે. તમારો ખૂબ ખૂબ આભાર. '

1984થી 1987 સુધી ફિલ્મોમાંથી બ્રેક લીધો હતો
1984થી 1987 સુધી બિગ બી ત્રણ વર્ષ માટે ફિલ્મોમાંથી બ્રેક લીધો હતો. આ દરમિયાન તેઓ પોતાના મિત્ર રાજીવ ગાંધીને સપોર્ટ કરવા માટે રાજકારણમાં ઉતર્યા હતા. તેમણે અલ્હાબાદ લોકસભા બેઠક પરથી લોકસભાની સીટથી ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રભી હેમવતી નંદન બહુગુણાને સામાન્ય ચૂટણીમાં હરાવ્યા હતા. જો કે, રાજનીતિમાં અમિતાભ બચ્ચનની સફર લાંબી ચાલી નહીં.

ભાઈ અજિતાભ બચ્ચનનું બોફોર્સ કાંડમાં નામ આવ્યા બાદ બિગ બીએ રાજકારણ છોડી દીધું હતું. 1988માં તેમણે ફિલ્મ શહેનશાહથી ફિલ્મોમાં ફરીથી એન્ટ્રી કરી હતી અને 1992 સુધી સતત ફિલ્મોમાં સક્રિય રહ્યા. 1992માં ખુદા ગ્વાહની રિલીઝ બાદ બીગ બીએ ફરીથી પાંચ વર્ષનો બ્રેક લીધો હતો.

જો કે, ત્યારબાદ 1994માં તેમની ફિલ્મ ઇન્સાનિયત રિલીઝ થઈ હતી, જેનું શૂટિંગ તેઓ પહેલા કરી ચૂક્યા હતા. આ ફિલ્મ ફ્લોપ રહી હતી. તેના પાંચ વર્ષ સુધી બિગ બી કોઈ ફિલ્મમાં જોવા મળ્યા નહોતા પરંતુ 2000માં તેમણે ફિલ્મ 'મોહબ્બતે'થી બોલિલૂડમાં વાપસી કરી હતી અને ત્યારથી તેઓ સતત કામ કરી રહ્યા છે.

અમિતાભ માત્ર 25% લિવરના સહારે જીવે છે
2015માં અમિતાભ બચ્ચને ખુલાસો કર્યો હતો કે, તેઓ માત્ર 25 ટકા લિવરના સહારે જીવે છે. હિપેટાઇટિસ-બી વાઈરસના કારણે 75% લિવરે કામ કરવાનું બંધ કરી દીધું છે. અમિતાભ કુલી ફિલ્મના શૂટિંગ દરમિયાન હિપેટાઇટિસ-બીનો ભોગ બન્યા હતા. તે સમયે 200 ડોનર્સની લગભગ 60 બોટલ બ્લડ અમિતાભની બોડીમાં ઈન્જેક્ટ કરવામાં આવ્યું હતું.

આમાંના એક ડોનરના લોહીમાં હેપેટાઇટિસ-બી વાઈરસ હતો. આ બ્લડ અમિતાભની બોડીમાં ગયું, જેનાથી આ વાઈરસ તેમની બોડીમાં આવી ગયો. 2000 સુધી બધું સામાન્ય હતું. બાદમાં મેડિકલ ચેકઅપમાં જાણવા મળ્યું કે લિવરમાં ઈન્ફેક્શન છે, જેના કારણે 75% લિવર કોઈ કામનું નહોતું રહ્યું. અમિતાભે લખ્યું હતું કે કોઈ વ્યક્તિ 12% લિવરની સાથે જીવતી રહી શકે છે, જો કે, કોઈ વ્યક્તિ આ સ્ટેજ સુધી આવવા નથી માગતો.

ઘણી બીમારીઓનો સામનો કરી રહ્યા છે બિગ બી

  • જુલાઈઓ 1982માં કુલીના શૂટિંગ દરમિયાન, અમિતાભને પુનીત ઈસ્સરની સાથે ફાઈટિંગ સીનમાં થયેલી ઈજા અત્યંત જોખમી હતી. ત્યારબાદ તેઓ સતત 61 દિવસ સુધી હોસ્પિટલમાં જીવન અને મૃત્યુ વચ્ચે લડી રહ્યા હતા.
  • કુલી દરમિયાન થયેલી દુર્ઘટના બાદ તેમણે દવાઓનો ભારે ડોઝ લીધો હતો. તેના થોડા સમય બાદ તેઓ મયેસ્થિનિયા ગ્રેવિસ નામની બીમારીનો ભોગ બન્યા. બ્લડ ટ્રાન્સફ્યુઝનના કારણે તેમણે ઘણા વર્ષો બાદ લિવર સિરોસિસની તકલીફનો સામનો કરવો પડ્યો હતો.
  • ત્યારથી તેમનું લિવર નબળું થઈ ગયું છે. તે એક અકસ્માત તેના આંતરિક અવયવોને એટલું નુકસાન પહોંચાડ્યું કે તેની આડઅસર હજી પણ સામે આવતી રહે છે.
  • થોડા વર્ષો પહેલા તમને પેટમાં સમસ્યા થઈ હતી. 'ડાયવર્ટિક્યુલાટીસ ઓફ સ્મોલ ઈન્ટેસ્ટાઈન' નામની આ બીમારીની સારવાર કરવા માટે અમિતાભે સર્જરી કરાવી હતી. તેના કારણે તેમના પેટમાં અચાનક તીવ્ર દુઃખાવો થવા લાગ્યો અને પાચનતંત્રમાં સમસ્યા થઈ. ઓક્ટોબર 2019માં પણ આવું જ થયું હતું અને તેમણે ત્રણ દિવસ નાણાવટીમાં દાખલ કરવામાં આવ્યા હતા.
  • કૌન બનેગા કરોડપતિ શરૂ થતાં પહેલાં અમિતાભને 2000માં ટીબીનો ભોગ બન્યા હતા. ત્યારબાદ એક વર્ષ સુધી તેમણી સારવાર ચાલી હતી. તે સમયે અમિતાભ એક દિવસમાં 8થી 10 પેનકિલર લેતા હતા. તેમણે આખી રાત ઊંઘ ન આવવાની સમસ્યા પણ છે.
  • એપ્રિલ 2020ના રોજ એક પોસ્ટ લખીને અમિતાભે કહ્યું- મારી આંખોથી તસવીરો ધૂંધળી દેખાય રહી છે. કેટલીક વાર બે બે વસ્તુઓ દેખાય છે. છેલ્લા કેટલાક દિવસોથી, હું પણ આ તથ્યને માનવા લાગ્યો છું કે, મારી આંખોની રોશની જતી રહેશે અને અંધત્વ પહેલાથી જ મારી અંદર પહેલેથી ચાલી રહેલી લાખો બીમારીઓમાં વધારો કરશે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Mild symptom of illness in Amitabh, admitted in isolation ward of Nanavati Hospital, Abhishek also positive; Jaya, Aishwarya and Aaradhya's antigen report is negative


from Divya Bhaskar https://ift.tt/2OhMV4F
https://ift.tt/2BTUVXf

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...