Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/13/abhishek-mona1594625632_1594633968.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/13/abhishek-mona1594625632_1594633968.jpg. Show all posts

Monday, July 13, 2020

એક્ટર જે સ્ટુડિયોમાં ડબિંગ કરતો હતો, તેના માલિકે કહ્યું- સ્ટુડિયો હજુ ખુલ્લો જ છે, ઘણી માહિતી છુપાવવામાં આવી

અભિતાબ બચ્ચન અને તેના દીકરા અભિષેક કોરોના પોઝિટિવ આવ્યા બાદ મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં એડમિટ છે. ત્યારબાદ દાવો કરવામાં આવી રહ્યો હતો કે અભિષેક બચ્ચન તેની વેબ સિરીઝ બ્રીધ: ઈન ટુ શેડોઝનું ડબિંગ જે સ્ટુડિયો (સાઉન્ડ એન્ડ વિઝન) કરી રહ્યો હતો તેને કામચલાઉ બંધ કરી દેવામાં આવ્યો છે. જોકે, દિવ્ય ભાસ્કર એપ સાથેની ખાસ વાતચીતમાં સ્ટુડિયોના મલિક મોના શેટ્ટીએ આ સમાચારને ખોટા ગણવ્યા છે. પરંતુ તેમણે કોઈ મહત્ત્વની માહિતી આપવાની ચોખ્ખી ના પાડી દીધી. મોના સાથે થયેલ વાતચીતનો અંશ....

Q. શું આ કન્ફર્મ છે કે સ્ટુડિયો બંધ કરવામાં આવ્યો છે?
મોના: જી નહીં. અમે બીએમસીના પ્રોટોકોલને ફોલો કરી રહ્યા છીએ. ટેસ્ટિંગનું કામ થઇ રહ્યું છે.

Q. એટલે કે ઓફિસ હજુ પણ ઓપરેટ થઇ રહી છે?
મોના: જી હા, બિલકુલ.

Q. આ જે બ્લેમ ગેમ ચાલી રહી છે કે અભિષેક ઓફિસ આવતો જતો રહેતો હતો, કદાચ એટલે તે કોવિડ પોઝિટિવ આવ્યો?
મોના: બ્લેમ કરનાર લોકો કોણ છે? મને તો નથી ખબર કોણ કરી રહ્યું છે? તમે કોઈપણ કોવિડ -19 દર્દીને લઇ લો અને તેના વિશે ડોક્ટર્સને પણ પૂછી લો કે વાઇરસ ક્યાંથી આવ્યો? આ કોઈપણ નથી કહી શકતું. જો કોઈ લખી લખીને આવો દાવો કરી દે તો નિઃસંદેહ તમે આરોપ લગાવી શકો છો. બાકી આના પર માત્ર સ્ટોરી જ બનાવવામાં આવી રહી છે.

Q. આ સ્ટોરીને પૂરી કરવાની જરૂર છે?
મોના: આ સ્ટોરી શરૂ કે પૂરી કરવી એ મુદ્દો નથી. આખી દુનિયામાં પ્રોબ્લેમ ચાલે છે. ક્યાંય સ્પષ્ટ નથી કે આખરે ક્યાંથી વાઇસર ક્યાં આવી રહ્યો છે? જ્યારે જયારે જેવી જેવી સ્થિતિ આવે છે અથવા આવી રહી છે તે મુજબ આપણે તેને હેન્ડલ કરવાની રહેશે. બીએમસી બધું સારી રીતે હેન્ડલ કરી રહી છે. આ કામમાં અમે તેમની મદદ કરી રહ્યા છીએ. બાકી ઓફિસમાં સાવચેતી માટેના બધા સાધનો છે જ. પ્રોપર સેનિટાઇઝિંગ હંમેશાં થતું રહે છે.

Q. અભિષેક કેટલી વાર ડબિંગ કરતો હતો?
મોના: આ ડીટેલ હું આપવા નથી ઇચ્છતી. આની કોઈ જરૂર નથી. આ કોન્ફિડેન્શિયલ ડીટેલ હોય છે અને અમે લોકો આ મીડિયામાં આપવા ઇચ્છતા નથી.

Q. બ્રીધ સિવાય બીજા કયા કયા પ્રોજેક્ટ છે, જેના પર કામ ચાલી રહ્યું હતું અથવા તો હવે થશે?
મોના: તે પણ અમે શેર ન કરી શકીએ. કારણકે દરેક ક્લાયન્ટની તેમની કોન્ફિડેન્શિયલિટી હોય છે. હું કોઈપણ ક્લાયન્ટ વિશે વાત કરવા નથી ઇચ્છતી.

Q. એટલે બીએમસસી તરફથી કોઈ એવી ગાઇડલાઇન નથી કે તમે ઓફિસ બંધ કરો?
મોના: જી હા. એવી કોઈ ગાઇડલાઇન નથી. તે આને સેનિટાઇઝ કરીને ગયા છે. સમજાવીને ગયા છે કે કોન્ટેક્ટ ટ્રેસિંગ કઈ રીતે કરવાનું છે. અમારે કઈ ડીટેલ વિભાગને આપવાની છે. કયા કયા લોકોનું ટેસ્ટિંગ કરવાનું છે, તેમના નોર્મલ પ્રોટોકોલને અમે ફોલો કરી રહ્યા છીએ.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Corona virus at Amitabh Bachchan's family: The dubbing studio where COVID Positive Abhishek Bachchan was going to dubbing is still open


from Divya Bhaskar https://ift.tt/3h5LJ0T
https://ift.tt/2C8UckK

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...