Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/14/2_1594693849.gif. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/14/2_1594693849.gif. Show all posts

Tuesday, July 14, 2020

સારા અલી ખાનના ડ્રાઈવરનો રિપોર્ટ પોઝિટિવ, પરિવારના તમામ સભ્યો નેગેટિવ

બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાને સોમવાર (13 જુલાઈ)એ રોજ મોડી રાત્રે ઈન્સ્ટાગ્રામ પર એક મેસેજ પોસ્ટ કર્યો હતો. આ પોસ્ટમાં સારાએ કહ્યું હતું કે તેના ડ્રાઈવરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રિપોર્ટ આવ્યા બાદ ડ્રાઈવરને ક્વૉરન્ટીન સેન્ટરમાં મોકલી દેવામાં આવ્યો છે.

ઘરના સભ્યોના રિપોર્ટ નેગેટિવ
સારાએ પોસ્ટમાં કહ્યું હતું, ‘હું તમને કહેવા માગું છું કે અમારા ડ્રાઈવરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રિપોર્ટ મળતા જ BMCને આ અંગે માહિતી આપવામાં આવી હતી અને ડ્રાઈવરને ક્વૉરન્ટીન સેન્ટરમાં મોકલી દેવામાં આવ્યો હતો. મારા પરિવારના લોકો, ઘરના સ્ટાફ તથા મારો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. અમે જરૂરી સાવધાની રાખી રહ્યાં છીએ અને BMCએ આપેલી ગાઈડલાઈન માટે આભાર.’

View this post on Instagram

🙏🏻🙏🏻🙏🏻

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on Jul 13, 2020 at 11:28am PDT

હાલમાં સારા અલી ખાન ભાઈ ઈબ્રાહિમ સાથે સાયકલિંગ કરતી જોવા મળી હતી. આટલું જ નહીં સારા પિતાને મળવા પણ ગઈ હતી. સારાના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે વરુણ ધવન સાથે ફિલ્મ ‘કુલી નંબર 1’માં જોવા મળશે. આ ફિલ્મ પહેલી મેએ રિલીઝ થવાની હતી પરંતુ લૉકડાઉનને કારણે ફિલ્મ રિલીઝ થઈ શકી નહીં. આ ફિલ્મ હવે આવતા વર્ષે દિવાળી પર રિલીઝ થાય તેવી શક્યતા છે. આ ઉપરાંત સારા અલી ખાન ડિરેક્ટર આનંદ એલ રાયની ફિલ્મ ‘અતરંગી રે’માં અક્ષય કુમાર તથા ધનુષ સાથે જોવા મળશે.

ભાઈ ઈબ્રાહિમ સાથે

હાલમાં જ અમિતાભનો પરિવાર કોવિડ 19 પોઝિટિવ આવ્યો
ઉલ્લેખનીય છે કે હાલમાં જ અમિતાભ બચ્ચન, અભિષેક-ઐશ્વર્યા-આરાધ્યાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. અમિતાભ તથા અભિષેક નાણાવટી હોસ્પિટલમાં દાખલ છે, જ્યારે ઐશ્વર્યા-આરાધ્યા હોમ ક્વૉરન્ટીન છે.

બોલિવૂડના આ સેલેબ્સના સ્ટાફનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો
હાલમાં જ રેખાના બંગલાના સિક્યોરિટી ગાર્ડનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને તેથી જ બંગલાને સીલ કરવામાં આવ્યોછે. ભૂતકાળમાં બોની કપૂર, કરન જોહર, આમિર ખાનના સ્ટાફ મેમ્બર્સ પોઝિટિવ આવ્યા હતાં.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Sara Ali Khan's driver's corona report positive, all family members negative


from Divya Bhaskar https://ift.tt/2AZBxYg
https://ift.tt/2AZFRqs

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...