Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/15/15-7-2_1594807041.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/15/15-7-2_1594807041.jpg. Show all posts

Wednesday, July 15, 2020

તેલુગુ થ્રિલર ફિલ્મ હિટની હિન્દી રિમેકમાં રાજકુમાર રાવ લીડ રોલ પ્લે કરશે, 2021માં ફિલ્મનું શૂટિંગ શરૂ થશે

રાજકુમાર રાવની અપકમિંગ ફિલ્મ તેલુગુ ફિલ્મની હિન્દી રિમેક છે. HIT તેલુગુ ફિલ્મ 2020માં 28 ફેબ્રુઆરીએ રિલીઝ થઇ હતી. આ ફિલ્મની હિન્દી રિમેકમાં રાજકુમાર લીડ રોલ પ્લે કરશે. ઓરિજિનલ ફિલ્મના ડિરેક્ટર શૈલેષ કોલાનુ જ હિન્દી વર્ઝન ડિરેક્ટ કરશે. હાલ ફિલ્મ પ્રી પ્રોડક્શન સ્ટેજમાં છે અને શૂટિંગ 2021માં શરૂ થશે.

HIT (Homicide Intervention Team) ફિલ્મ પોલીસ ઓફિસરની થ્રિલર સ્ટોરી છે જે એક ગાયબ થયેલ મહિલાની શોધમાં હોય છે. હિન્દી ફિલ્મને દિલ રાજુ અને કુલદીપ રાઠોડ પ્રોડ્યુસ કરવાના છે.

ફિલ્મના રોલ માટે રાજકુમાર યોગ્ય પસંદગી - ડિરેક્ટર
રાજકુમાર વિશે ડિરેક્ટરે કહ્યું કે, HITના પહેલા કેસમાં એક પોલીસ ઓફિસરની સ્ટોરી છે જે તેના વર્તમાન અને ભૂતકાળ સાથે લડી રહ્યો છે. આ કેરેક્ટર અઘરું છે. મારે કોઈ એવા એક્ટરને કાસ્ટ કરવો હતો જે આ રોલમાં ડાર્કનેસ લાવી શકે અને સાથે સાથે ઓડિયન્સને તેના પરફોર્મન્સથી જકડી પણ રાખે. મને લાગ્યું કે રાજ આ રોલને ન્યાય આપી શકશે. હું શૈતાનથી રાજકુમારના કામને જોતો આવ્યો છું. તે ઉમદા એક્ટર છે અને દરેક વખતે તે તેના પરફોર્મન્સથી મને ચકિત કરી દે છે. હું આ પ્રોજેક્ટમાં તેની સાથે કામ કરવા માટે ઘણો ઉત્સાહિત છું.

એન્ગેજીંગ સ્ટોરી - રાજકુમાર રાવ
ફિલ્મ વિશે રાજકુમારે જણાવ્યું હતું કે, મેં જ્યારે HIT ફિલ્મ જોઈ ત્યારે હું તરત ફિલ્મ સાથે કનેક્ટ થઇ ગયો. આ એન્ગેજીંગ સ્ટોરી છે અને આજના સમયને અનુરૂપ છે. એક એક્ટર તરીકે હું હંમેશાં એવા રોલ પ્લે કરવા ઈચ્છતો હોય જે મેં અગાઉ પ્લે ન કર્યા હોય. આ ફિલ્મે મને અલગ રોલ પ્લે કરવાનો ચાન્સ આપ્યો છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Rajkummar Rao to star in the Hindi remake of Telugu thriller HIT


from Divya Bhaskar https://ift.tt/390unPO
https://ift.tt/2ZsQn2I

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...