Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/15/6_1594794357.gif. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/15/6_1594794357.gif. Show all posts

Wednesday, July 15, 2020

‘ઈશ્કબાઝ’ ફૅમ એક્ટ્રેસ શ્રેણુ પરીખનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, હોસ્પિટલમાં તબિયત સુધારા પર

‘ઈશ્કબાઝ’ ફૅમ ટીવી એક્ટ્રેસ શ્રેણુ પરીખનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. શ્રેણુએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને આ વાત શૅર કરી હતી. શ્રેણુ હાલમાં પેરેન્ટ્સ સાથે વડોદરામાં છે. તે વડોદરાની હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે.

શું કહ્યું શ્રેણુએ?
શ્રેણુએ પોસ્ટમાં કહ્યું હતું, ‘હું થોડો સમય બધાથી દૂર હતી પરંતુ વાઈરસથી હું બચી શકી નહીં. થોડાં દિવસ પહેલાં જ મારો કોવિડ 19નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હાલમાં હું હોસ્પિટલમાં છું અને મારી તબિયત સુધારા પર છે. મારા તથા મારા પરિવાર માટે પ્રાર્થના કરો. હું કોરોના વોરિયર્સનો આભાર માનું છું. આવા મુશ્કેલ સમયમાં તેઓ દર્દીઓની સારવાર કરી રહ્યાં છે.’પોસ્ટ શૅર કરીને કેપ્શનમાં શ્રેણુએ કહ્યું હતું, ‘બહુ જ ધ્યાન રાખવા છતાંય હું પોઝિટિવ આવી. આ અદૃશ્ય રાક્ષસની શક્તિની કલ્પના તો કરો જેની સામે આપણે લડી રહ્યાં છીએ....મહેરબાની કરીને કાળજી રાખો અને પોતાની જાતને સલામત રાખો.’

લૉકડાઉનમાં મુંબઈથી વડોદરા ગઈ હતી
શ્રેણુ પરીખ લૉકડાઉનમાં મુંબઈ હતી. ત્યારબાદ તે સ્પેશિયલ પરમિશન લઈને જાતે કાર ડ્રાઈવ કરીને મુંબઈથી અમદાવાદ આવી હતી. આ અંગે શ્રેણુએ કહ્યું હતું કે તે અને તેની ફ્રેન્ડ વારાફરતી કાર ડ્રાઈવ કરતાં હતાં. તે લૉકડાઉનના 50 દિવસ મુંબઈ રહી હતી. જ્યારે મુંબઈથી વડોદરા આવતી હતી ત્યારે રસ્તા પર ટ્રાફિક નહોતો અને તે ઘરની બહાર 50 દિવસ પછી નીકળી હતી. તે પહેલી જ વાર આ રીતે કાર ડ્રાઈવ કરીને વડોદરા આવી હતી. વડોદરા આવીને તેણે તરત જ મ્યુનિસિપલ કોર્પોરેશનને જાણ કરી હતી અને તેના આરોગ્યની તપાસ પણ કરવામાં આવી હતી. તે 14 દિવસ પોતાના ઘરના પહેલા માળે ક્વૉરન્ટીન રહી હતી. શ્રેણુ પોતાની ફ્રેન્ડ સાથે છ મેના રોજ વડોદરા આવી હતી.

2010માં કરિયરની શરૂઆત
વડોદરામાં જન્મેલી શ્રેણુએ નવરચના વિદ્યાની વિદ્યાલયમાંથી સ્કૂલિંગ કર્યું હતું. વર્ષ 2007માં મિસ યુનિવર્સિટી બની હતી. ત્યારબાદ 2008માં મિસ વડોદરા સ્પર્ધામાં ત્રીજા સ્થાને રહી હતી. શ્રેણુએ 2010માં સિરિયલ ‘ગુલાલ’માં રૂપાનો રોલ પ્લે કરીને કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેણે ટીવી સિરિયલ ‘હવન’,‘બ્યાહ હમારી બહૂ કા’, ‘ઈસ પ્યાર કો ક્યા નામ દૂં’, ‘એક બાર ફિર’, ‘ઈશ્કબાઝ’ તથા ‘એક ભ્રમઃ સર્વગુણ સંપન્ન’ જેવા ટીવી શોમાં કામ કર્યું છે.

આ ટીવી સેલેબ્સ કોરોના પોઝિટિવ આવ્યા
ઉલ્લેખનીય છે કે આ પહેલાં ‘કસૌટી જિંદગી કે’માં અનુરાગ બનતો પાર્થ સમથાનનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ એકતા કપૂરના બાલાજી ટેલિફિલ્મ્સના ક્રિએટિવ હેડ તનુશ્રી દાસગુપ્તાનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ટીવી એક્ટ્રેસ અદિતી ગુપ્તા કોરોના પોઝિટિવ હતી. તેણે ઘરમાં જ સારવાર કરાવવાનો નિર્ણય લીધો હતો. ટીવી કલાકાર કિરણ કુમાર પણ કોરોના પોઝિટિવ હતાં. તેમણે ઘરમાં જ રહીને સારવાર કરી હતી. ટીવી એક્ટર સત્યજીત દૂબેની માતા પણ કોરોના પોઝિટિવ હતાં અને તેમણે મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ કરાવી હતી. ‘દિયા ઔર બાતી હમ’ ફૅમ દીપિકા સિંહની માતા પણ કોરોના પોઝિટિવ હતાં. તેમને દિલ્હીમાં એક પણ હોસ્પિટલમાં સારવાર મળી શકે તેમ નહોતી. આ સમયે દીપિકાએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વિનંતી કરતી પોસ્ટ કરી હતી અને ત્યારબાદ તેને હોસ્પિટલમાં બેડ મળ્યો હતો. હાલમાં દીપિકાની માતા કોરોના નેગેટિવ છે. ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈં’ ફૅમ મોહેના કુમારી પણ કોરોના પોઝિટિવ હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
tv serial Ishqbaaaz actress Shrenu Parikh tests COVID19 positive


from Divya Bhaskar https://ift.tt/32qmWQG
https://ift.tt/2DKoCKL

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...