Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/15/7_1594800562.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/15/7_1594800562.jpg. Show all posts

Wednesday, July 15, 2020

‘શકુંતલા દેવી’નું ટ્રેલર રિલીઝ, વિદ્યા બાલનનો ‘હ્યુમન કમ્પ્યુટર’ તરીકે અલગ અંદાજ જોવા મળ્યો

વિદ્યા બાલનની ફિલ્મ ‘શકુંતલા દેવી’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મમાં વિદ્યા બાલને શકુંતલા દેવીનો રોલ પ્લે કર્યો છે. આ ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ એમેઝોન પર 31 જુલાઈએ સ્ટ્રીમ થશે.

ટ્રેલરમાં શું છે?
ટ્રેલરમાં વિદ્યા બાલન પોતાના બેસ્ટ ફ્રેન્ડ તરીકે ગણિતને ઈન્ટ્રોડ્યૂસ કરે છે. તે ગણિતને લઈ એમ કહે છે કે આમાં કોઈ નિયમ નથી, ખાલી જાદુ છે. ફિલ્મમાં શકુંતલા દેવીની નાનપણની પણ સફર બતાવવામાં આવી છે. શકુંતલા દેવી લંડન જાય છે અને અહીંયા ગિનિસ બુક ઓફ વર્લ્ડમાં પોતાનું નામ નોંધાવે છે. ટ્રેલરમાં શકુંતલા દેવીનાં અંગત જીવનની પણ વાત કરવામાં આવી છે. પતિથી અલગ થયા બાદ ગણિત તથા દીકરીના ઉછેર વચ્ચે શકુંતલા દેવીના સંઘર્ષની વાત પણ ટ્રેલર કરવામાં આવી છે.

સાન્યા મલ્હોત્રા દીકરીના રોલમાં
સાન્યા મલ્હોત્રા શકુંતલા દેવીની દીકરી અનુપમા બેનર્જીના રોલમાં છે. આ બાયોપિકને અનુ મેનન ડિરેક્ટ કરી રહી છે. આ પહેલાં અનુ મેનને ‘એમેઝોન પ્રાઈમ’ પરની ‘ફોર મોર શોટ્સ પ્લીઝ’ વેબ સીરિઝ ડિરેક્ટ કરી હતી. આ ફિલ્મમાં અમિત સાધ શકુંતલા દેવીના જમાઈ અજયના રોલમાં છે.

કોણ છે શકુંતલા દેવી?
શકુંતલા દેવી રાઇટર અને મેન્ટલ કેલ્ક્યુલેટર હતાં. 1982ના ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસ એડિશનમાં તેમણે પોતાની ઝડપી ગણતરીની આવડતથી નામ રોશન કર્યું હતું. આ ઉપરાંત તેઓ એસ્ટ્રોલોજર અને નોવેલિસ્ટ પણ હતાં. તેમની પહેલી બુક ‘ધ વર્લ્ડ ઓફ હોમોસેક્સ્યુઅલ’ને ભારતમાં હોમોસેક્સ્યુઆલિટીની પહેલી સ્ટડી તરીકે ગણવામાં આવે છે. ચાર નવેમ્બર, 1929ના રોજ બેંગલુરુમાં જન્મેલા શકુંતલાદેવીનું નિધન 21 એપ્રિલ, 2013ના રોજ થયું હતું.

શું કામ હ્યુમન કમ્પ્યુટર કહેવામાં આવે છે?
અમેરિકાના ટેક્સાસમાં આવેલી સધર્ન મેથોડિસ્ટ યુનિવર્સિટીમાં તેમણે 201 આંકડાની સંખ્યાનું 23મું મૂળ માત્ર 50 સેકન્ડમાં જ આપી દીધું હતું. તેમના આ જવાબની ચકાસણી કરવા માટે સ્પેશિયલ કમ્પ્યુટર રાખવામાં આવ્યું હતું, જેમાં મોટા આંકડાની ગણતરી કરી શકે તેવો પ્રોગ્રામ ફિટ કરવામાં આવ્યો હતો. લંડનની ઇમ્પિરિયલ કોલેજના કમ્પ્યુટર ડિપાર્ટમેન્ટ દ્વારા રેન્ડમલી અપાયેલા 13 આંકડાની રકમનો 13 આંકડાની બીજી રકમ સાથે ચપટી વગાડતાંમાં ગુણાકાર કરીને શકુંતલા દેવીએ રેકોર્ડ બનાવ્યો હતો. તેમણે કમ્પ્યુટર કરતાં પણ વધુ ઝડપથી માત્ર 28 સેકન્ડમાં જ ગુણાકારનો સાચો જવાબ આપ્યો હતો. લોકો તેમને હ્યુમન કમ્પ્યુટર તરીકે ઓળખવા લાગ્યા.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Trailer release of 'Shakuntala Devi', Vidya Balan seen as 'Human Computer'


from Divya Bhaskar https://ift.tt/30eMPQK
https://ift.tt/3j58HXx

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...