Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/16/16-7-4_1594883017.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/16/16-7-4_1594883017.jpg. Show all posts

Thursday, July 16, 2020

નેટફ્લિક્સે એકસાથે 17 પ્રોજેક્ટ્સની જાહેરાત કરી, ગુંજન સક્સેના, લુડો સહિત 8 ફિલ્મ અને અન્ય ઓરિજિનલ વેબ સિરીઝ સામેલ

કોરોના મહામારીમાં દેશમાં થિયેટરો બંધ છે ત્યારે ફિલ્મમેકર્સ ફિલ્મ રિલીઝ કરવા OTT (ઓવર ધ ટોપ) પ્લેટફોર્મનો સહારો લઇ રહ્યા છે. એમેઝોન પ્રાઈમ વીડિયો, ડિઝની પ્લસ હોટસ્ટાર બાદ હવે નેટફ્લિક્સે પણ એકસાથે 17 પ્રોજેક્ટ્સની જાહેરાત કરી દીધી છે. નેટફ્લિક્સ પર ફિલ્મ્સ સાથે ઓરિજિનલ વેબ સિરીઝ અને ફિલ્મ્સ પણ રિલીઝ થવાની છે.

View this post on Instagram

Are you excited or ARE YOU EXCITED?!

A post shared by Netflix India (@netflix_in) on Jul 15, 2020 at 9:26pm PDT

1. ગુંજન સક્સેના
જાહ્નવી કપૂર, પંકજ તિવારી, અંગદ બેદી સ્ટારર ‘ગુંજન સક્સેના: ધ કારગિલ ગર્લ’બાયોપિક 12 ઓગસ્ટના રોજ સ્ટ્રીમ થશે. શરણ શર્મા ફિલ્મના ડિરેક્ટર છે. કરણ જોહરે આ ફિલ્મને પ્રોડ્યુસ કરી છે.

2. તોરબાઝ
આ ફિલ્મમાં સંજય દત્ત આર્મી ઓફિસરના લીડ રોલમાં છે. ‘સડક 2’ પછી આ ફિલ્મ સંજય દત્તની ઓનલાઈન રિલીઝ થનારી બીજી ફિલ્મ બનશે.

3. ડોલી કિટ્ટી ઔર વો ચમકતે સિતારે
પ્રોડ્યુસર એકતા કપૂરની આ કોમેડી સટાયર ફિલ્મમાં ભૂમિ પેડનેકર અને કોંકણા સેન શર્મા લીડ રોલમાં છે.

4. રાત અકેલી હૈ
આ ફિલ્મની લીડ કાસ્ટમાં નવાઝુદ્દીન સિદ્દિકી અને રાધિકા આપ્ટે છે.

5. લુડો
ડિરેક્ટર અનુરાગ બાસુની આ ફિલ્મમાં સાન્યા મલ્હોત્રા, ફાતિમા સના શેખ, રાજકુમાર રાવ, આદિત્ય રોય કપૂર, અભિષેક બચ્ચન, પંકજ ત્રિપાઠી સામેલ છે.

6. ક્લાસ ઓફ 83
પ્રોડ્યુસર શાહરુખ ખાનની આ ફિલ્મમાં બોબી દેઓલ પોલીસના લીડ રોલમાં છે.

7. ગિન્ની વેડ્સ સની
ડેબ્યુ ડિરેક્ટર પુનિત ખન્નાની આ ફિલ્મમાં વિક્રાંત મેસી અને યામી ગૌતમ લીડ રોલમાં છે.

8. અ સુટેબલ બોય
ઇન્ટરનેશનલ ફિલ્મ મેકર મીરા નાયરની વિક્રમશેઠની નવલકથા પર આધારિત આ ‘સુટેબલ બોય’ સિરીઝમાં તબુ, ઈશાન ખટ્ટર અને તાન્યા મણિકતાલા લીડ રોલમાં છે.

9. મિસમેચ્ડ
આ વેબ સિરીઝમાં યુટ્યુબર પ્રાજક્તા કોલી લીડ સ્ટારકાસ્ટમાં સામેલ છે.

10. AK vs AK
અનુરાગ કશ્યપ અને અનિલ કપૂરની આ રિવેન્જ થ્રિલર ફિલ્મ છે.

11. સિરિયસ મેન
આ નેટફ્લિક્સ ઓરિજિનલ સીરિયસ મેન ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દિકી લીડ રોલમાં છે. મનુ જોસેફની આ જ નામની બુક પર આધારિત આ સ્ટોરીને સુધીર મિશ્રાએ ડિરેક્ટ કરી છે.

12. ત્રિભંગા
કાજોલની ડિજિટલ ડેબ્યુ ફિલ્મ ‘ત્રિભંગા’ને અજય દેવગણે કો-પ્રોડ્યુસ કરી છે. ફિલ્મની સ્ટોરી મુંબઈમાં સેટ છે. એક જ પરિવારની ત્રણ મહિલાઓની અલગ-અલગ જનરેશનની સ્ટોરી જે 1980ના દાયકાથી લઈને હાલના મોડર્ન જમાનાની સફરબતાવે છે. ફિલ્મને ‘હમ આપકે હૈ કૌન’થી જાણીતી થયેલીઅભિનેત્રી રેણુકા શહાણેએ ડિરેક્ટ કરી છે.

13. કાલી ખુહી
આ પંજાબી ફિલ્મ છે જે નેટફ્લિક્સ ઓરિજિનલ ફિલ્મ છે. આ ફિલ્મ 10 વર્ષની છોકરીની સ્ટોરી કહે છે.

14. બોમ્બે રોઝ
ડેબ્યુ ડિરેક્ટર ગીતાંજલિ રાવની એનિમેટેડ ફિલ્મ ‘બોમ્બે રોઝ’ જે ફૂલ વેચનારની સ્ટોરી છે.

15. ભાગ બીની ભાગ
સ્વરા ભાસ્કર અને કોમેડિયન વરુણ ઠાકુર સ્ટારર આ સિરીઝમાં સ્વરા સ્ટેન્ડ અપ કોમિકનો રોલ પ્લે કરી રહી છે.

16. બોમ્બે બેગમ્સ
પાંચ મહિલાઓની સ્ટોરી પર આધારિત આ સિરીઝમાં પૂજા ભટ્ટ સ્ટારકાસ્ટમાં સામેલ છે. આ સિરીઝને અલંકૃતા શ્રીવાસ્તવ અને બોર્નીલા ચેટર્જીએ ડિરેક્ટ કરી છે.

17. મસાબા મસાબા
નીના ગુપ્તાની દીકરી અને ફેશન ડિઝાઈનર મસાબાનીલાઈફ પર આધારિત સિરીઝ છે ‘મસાબા મસાબા’.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Netflix announced 17 projects, including 8 films including Gunjan Saxena, Ludo and other Netflix original web series and films.


from Divya Bhaskar https://ift.tt/3h5lI1o
https://ift.tt/2DH40Ty

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...