Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/16/new-project-1_1594892883.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/16/new-project-1_1594892883.jpg. Show all posts

Thursday, July 16, 2020

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના જેઠાલાલે કોવિડ 19 પર કહ્યું, દરેકના મનમાં ડર છે પરંતુ અમે અમારું શ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કરીશું

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નું શૂટિંગ બીજીવાર શરૂ કરી દેવામાં આવ્યું છે. હાલમાં સિરિયલના કલાકારો સેટ પર શૂટિંગ કરતાં જોવા મળ્યાં હતાં. સિરિયલમાં જેઠાલાલનો રોલ પ્લે કરતાં દિલીપ જોશીએ ટપુસેના સાથે શૂટિંગ કર્યું હતું. દિલીપ જોશીએ હાલમાં જ વેબ પોર્ટલ પિંકવીલા સાથે કોરાનાવાઈરસના ડરને લઈ વાત કરી હતી અને કાસ્ટ-ક્રૂ ન્યૂ નોર્મલ લાઈફમાં કેવી રીતે જીવે છે તે પણ કહ્યું હતું.

52 વર્ષીય દિલીપ જોશીએ કહ્યું હતું કે સેટ પર દરેકના મનમાં એક જાતનો ભય રહેલો છે. સેટ પર દરેક લોકો માસ્ક, ગ્લવ્ઝ પહેરે છે. આટલું જ નહીં સેટ પર ઠેર-ઠેર સેનિટાઈઝરના સ્ટેન્ડ મૂકવામાં આવ્યા છે. સેટનો માહોલ આખો બદલાઈ ગયો છે. દિવસના અંતે વ્યક્તિ માનસિક રીતે થાકી જાય છે. જોકે, કામ પર પરત ફરવાનો આનંદ છે.

વધુમાં જેઠાલાલે કહ્યું હતું કે તેમણે 11 જૂલાઈથી શૂટિંગ શરૂ કર્યું છે. તેઓ સવારના આઠથી સાંજના છ સુધી એટલે કે 10 કલાક કામ કરે છે. પ્રોડ્યૂસર અસિત મોદી સરકારની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરી રહ્યાં છે. સેટ પર સેનિટાઈઝર ટનલ પણ બનાવવામાં આવી છે. ડોક્ટર્સ ઓક્સિજન તથા ટેમ્પ્રેચર લેવલ ચેક કરતા રહે છે. UV રે મશીન પણ છે, જેનાથી જ્વેલરી તથા અન્ય સાધનો સેનિટાઈઝ કરવામાં આવે છે. દિલીપ કુમારે ઉમેર્યું હતું કે આપણે હવે વાઈરસના ભય સાથે જ જીવવાનું શીખવું પડશે, કારણ કે વાઈરસ હાલ તો જાય તેમ નથી.

એપિસોડમાં વધુમાં વધુ ચાર કલાકારો જોવા મળશે
દિલીપ જોશીએ આગળ વાત કરતાં કહ્યું હતું કે કોવિડ 19ને કારણે સ્ક્રિપ્ટમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. પહેલાં સેટ પર ઘણાં કલાકારોની હાજરી જોવા મળતી હતી. જોકે, હવે ન્યૂ નોર્મલમાં સેટ પર ઓછામાં ઓછા કલાકારો જોવા મળે છે. તેથી એ પ્રમાણે સ્ટોરીમાં ફેરફાર કરવામાં આવ્યો છે. એક એપિસોડમાં વધુમાં વધુ ચાર કલાકારોને લઈ શૂટિંગ કરવામાં આવ્યું છે. ક્રૂના સભ્યો પણ ઘટાડી દેવામાં આવ્યા છે. જોકે, સિરિયલમાં કોરોનાવાઈરસને લઈ લોકોમાં જાગૃતિ આવે તે વાત પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે.

દિલીપ જોશીએ સ્વીકાર્યું હતું કે આજના મહામારીના સમયમાં લોકોને હસતા રાખવા બહુ જ મુશ્કેલ છે. જોકે, તેઓ તેમનું શ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કરશે. કેમેરાની આગળ તમે બધું જ ભૂલી જાવ છો અને તમારી જાતને અલગ જ વિશ્વમાં મૂકી દો છે. સેટ પર સતત સાવધાની રાખવામાં આવી રહી છે. કોરોનાવાઈરસને ખ્યાલ નથી કે તેઓ લોકોના ચહેરા પર હાસ્ય લાવવાનો પ્રયાસ કરે છે.

વધુમાં દિલીપ જોશીએ કહ્યું હતું કે આટલી સાવધાની રાખવા છતાંય અમિતાભ બચ્ચનનો કોવિડ 19નો રિપોર્ટ પોઝિટિવ આવી શકતો હોય તો વાઈરસ કોઈને પણ પોતાનો ભોગ બનાવી શકે છે. સેટ પર કલાકારોને કોરોનાવાઈરસનો ચેપ લાગે તેની શક્યતા સૌથી વધારે છે, કારણ કે કલાકારો કેમેરાની આગળ માસ્ક પહેરતા નથી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
"Everyone has fear in their minds but we will try our best," Jethalal of Taarak Mehta Ka Ooltah Chashmah said on covid 19


from Divya Bhaskar https://ift.tt/3j6KT5D
https://ift.tt/2C7I2Je

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...