Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/17/16-7-11_1594979477.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/17/16-7-11_1594979477.jpg. Show all posts

Friday, July 17, 2020

નવાઝુદ્દીન સિદ્દીકી સ્ટારર રાત અકેલી હૈનું ટ્રેલર રિલીઝ, ક્રાઇમ થ્રિલર ફિલ્મ નેટફ્લિક્સ પર 31 જુલાઈના પ્રીમિયર

કોરોના મહામારીમાં થિયેટર બંધ હોવાના કારણે ફિલ્મમેકર્સ તેમની ફિલ્મ્સ ઓનલાઇન સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર રિલીઝ કરી રહ્યા છે. નેટફ્લિક્સે એકસાથે 17 પ્રોજેક્ટ્સની જાહેરાત કરી છે. તેમાં એક નવાઝુદ્દીન સિદ્દીકી અને રાધિકા આપ્ટે સ્ટારર ફિલ્મ રાત અકેલી હૈ છે. આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું છે અને ફિલ્મ 31 જુલાઈના સ્ટ્રીમ થશે.

આ ક્રાઇમ થ્રિલર ફિલ્મમાં નવાઝ જટિલ યાદવ નામના પોલીસ ઓફિસરના રોલમાં છે જે સ્થાનિક રાજકારણીના મર્ડરના કેસની તપાસ કરી રહ્યો હોય છે. રાજકારણીના બીજા લગ્નમાં જ તેને કોઈ ગોળી મારી દે છે અને નવાઝ આ આખી ગુથ્થી સોલ્વ કરે છે. ફિલ્મની સ્ટારકસ્ટમાં આદિત્ય શ્રીવાસ્ત, શ્વેતા ત્રિપાઠી, ઈલા અરુણ, શિવાની રઘુવંશી અને તિગ્માંશુ ધુલીયા પણ સામેલ છે.

રાત અકેલી હૈ ફિલ્મથી કાસ્ટિંગ ડિરેક્ટર હની ત્રેહાન ડિરેક્ટર તરીકે ડેબ્યુ કરી રહ્યા છે. આ ફિલ્મ RSVP અને Macguffin Pictures બેનર હેઠળ પ્રોડ્યુસ થઇ છે. રાધિકા આપ્ટે નેટફ્લિક્સ પર ઘુલ વેબ સિરીઝ બાદ આ ફિલ્મથી કમબેક કરી રહી છે. આ સિવાય નવાઝ નેટફ્લિક્સ ઓરિજિનલ ફિલ્મ સિરિયસ મેનમાં પણ જોવા મળશે.

17 પ્રોજેક્ટ્સ
નેટફ્લિક્સસે જાહેર કરેલ કુલ 17 પ્રોજેક્ટ્સમાં 8 ફિલ્મ્સ છે. આ સિવાય નેટફ્લિક્સ ઓરિજિનલ વેબ સિરીઝ અને ફિલ્મ્સ પણ સામેલ છે. આ લિસ્ટમાં ગુંજન સક્સેના, તોરબાઝ, ડોલી કિટ્ટી ઔર વો ચમકતે સિતારે, રાત અકેલી હૈ, લુડો, ક્લાસ ઓફ 83, ગિન્ની વેડ્સ સની, અ સુટેબલ બોય, મિસમેચ્ડ, AK vs AK, સિરિયસ મેન, ત્રિભંગા, કાલી ખુહી, બોમ્બે રોઝ, ભાગ બીની ભાગ, બોમ્બે બેગમ્સ અને મસાબા મસાબા સામેલ છે.

View this post on Instagram

Are you excited or ARE YOU EXCITED?!

A post shared by Netflix India (@netflix_in) on Jul 15, 2020 at 9:26pm PDT



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Trailer released of Nawazuddin Siddiqui starer Raat Akeli Hai, It will premiere on Netflix on July 31


from Divya Bhaskar https://ift.tt/32tzFm2
https://ift.tt/30jUVYr

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...