Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/17/7_1594992403.gif. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/17/7_1594992403.gif. Show all posts

Friday, July 17, 2020

રણબીર કપૂરના હમશકલ જુનૈદ શાહનું 28ની ઉંમરમાં કાર્ડિએક અરેસ્ટને કારણે અવસાન

વર્ષ 2020નું વર્ષ એન્ટરટેઈનમેન્ટ માટે દુઃખદ સાબિત થઈ રહ્યું છે. જાણીતી હસ્તીઓના નિધન બાદ હવે શુક્રવાર (17 જુલાઈ)ના રોજ વધુ એક દુઃખદ સમાચાર સામે આવ્યા હતા. રણબીર કપૂર જેવા દેખાતા કાશ્મીરી જુનૈદ શાહનું કાર્ડિએક અરેસ્ટને કારણે અવસાન થયું હતું. તે માત્ર 28 વર્ષનો હતો અને થોડાં સમય પહેલાં જ પેરેન્ટ્સ સાથે પોતાના શ્રીનગર સ્થિત ઘરે આવ્યો હતો. કાશ્મીરી રિપોર્ટર યૂસુફ જમીલે ટ્વિટર પર આ અંગેની માહિતી આપી હતી.

જુનૈદના અવસાનને લઈ જમીલે ટ્વીટ કરતાં કહ્યું હતું, કાલ રાત્રે અમારા જૂના પડોશી નિસાર અહમદ શાહના પુત્ર જુનૈદનું કાર્ડિએક અરેસ્ટને કારણે મૃત્યુ થયું હતું. લોકો કહે છે કે તે બોલિવૂડ એક્ટર રણબીર કપૂર જેવો દેખાતો હતો. હું કહું છું કે તે પોતાના બીમાર પિતા, માતા તથા આખા કાશ્મીર માટે એક આશાનું કિરણ, શક્તિ તથા રક્ષક હતો.

કોઈ પણ પ્રકારની બીમારી નહોતી
અન્ય એક ટ્વીટમાં જમીલે કહ્યું હતું, મને કહેવામાં આવ્યું હતું કે 28 વર્ષીય જુનૈદ શાહ તથા તેના પેરેન્ટ્સ અંદાજે મહિના પહેલાં જ મુંબઈથી આવ્યા હતાં. મુંબઈમાં જુનૈદ મોડલિંગ કરતો હતો અને તેણે અનુપમ ખેરની એક્ટિંગ સ્કૂલમાં એડમિશન પણ લઈને રાખ્યું હતું. આ પહેલાં તેને હૃદયની કોઈ બીમારી નહોતી.

રણબીરને કારણે તસવીર વાઈરલ થઈ હતી
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, વર્ષ 2007માં રણબીર કપૂરે ફિલ્મ ‘સાંવરિયા’થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદથી સો.મીડિયા યુઝર્સ જુનૈદને રણબીરનો હમશકલ કહેતા હતા. જુનૈદે કાશ્મીર યુનિવર્સિટીમાંથી MBA કર્યું હતું. ત્યારબાદ તે મોડલિંગ ફિલ્ડમાં આવ્યો હતો.

રિશી કપૂરે જુનૈદના વખાણ કર્યા હતા
જુનૈદની તસવીરો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ ત્યારે રિશી કપૂરને પણ નવાઈ લાગી હતી. એપ્રિલ, 2015માં તેમણે રણબીર તથા જુનૈદની તસવીર શૅર કરીને જુનૈદના વખાણ કર્યા હતા. તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું, હે ભગવાન, મારા દીકરાનો પણ હમશકલ છે. વિશ્વાસ નથી થતો. એક સારો હમશકલ.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
bollywood actor Ranbir Kapoor's Doppelganger Junaid Shah from Kashmir Dies of Heart Attack


from Divya Bhaskar https://ift.tt/2WujpgE
https://ift.tt/2CJqEu2

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...