Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/17/ekta1594910693_1594960546.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/17/ekta1594910693_1594960546.jpg. Show all posts

Friday, July 17, 2020

એકતા કપૂરે સુશાંત સિંહ રાજપૂતના ટીવી શોના નામ પર પવિત્ર રિશ્તા ફંડ સ્થાપિત કર્યો, લોકોમાં મેન્ટલ હેલ્થ અવેરનેસ વધારવા માટે કામ કરશે

સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુને એક મહિના ઉપર થયું પરંતુ તેની યાદ હજુ લોકોના દિલમાં જ છે. સુશાંત છેલ્લા ઘણા સમયથી ડિપ્રેશનમાં હતો. માટે એકતા કપૂરે લોકોમાં મેન્ટલ હેલ્થ અવેરનેસ વધારવા માટે Zee5ના સીઈઓ તરુણ કટિયાલ સાથે મળીને સુશાંતના ટીવી શો પવિત્ર રિશ્તાના નામ પર એક ફંડની સ્થાપના કરી છે.

બોલિવૂડ લાઈફના એક રિપોર્ટ અનુસાર એકતાએ આ ફંડ વિશે કહ્યું કે, દસ વર્ષમાં સમય ઘણો ઝડપથી બદલ્યો છે. આજના સમયમાં પ્રેશર ઘણું વધારે છે. ચારેબાજુ મહામારીને કારણે આપણે બધા ઘરમાં જ છીએ. એટલે લોકો વધારે સ્ટ્રેસ અને ચિંતામાં છે. કામના કારણે સ્ટ્રેસ લેવલ, ઘરની મુશ્કેલીઓ, નોકરીઓ છૂટી જવી જેવા ઘણા કારણોસર લોકોનું માનસિક સ્વાસ્થ્ય બગડી રહ્યું છે. આ મારું સૌભાગ્ય છે કે હું પવિત્ર રિશ્તા ફંડનો હિસ્સો છું. આગળ પણ મને આ પ્રકારની પહેલનો હિસ્સો બનવામાં ખુશી થશે.

11 વર્ષ પહેલાં સુશાંત પવિત્ર રિશ્તા સિરિયલમાં દેખાયો હતો
પ્રોડ્યુસર એકતા કપૂરની સિરિયલ પવિત્ર રિશ્તામાં સુશાંત માનવ દેશમુખના રોલમાં હતો. સુશાંતે ગયા મહિને 14 જૂને તેના મુંબઈના ઘરે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. હજુ કેસની તપાસ ચાલી રહી છે. અંદાજે 35 લોકોના સ્ટેટમેન્ટ રેકોર્ડ કરવામાં આવ્યા છે. તેમાં તેના પરિવારના સભ્યો, મિત્રો, કો-સ્ટાર્સ, સ્ટાફ, મેનેજર અને અન્ય બોલિવૂડના દિગ્ગ્જ લોકોના નામ પણ સામેલ છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Ekta Kapoor Launched Pavitra Rishta Fund In Memory Of Sushant Singh Rajput To Increase Mental Health Awareness


from Divya Bhaskar https://ift.tt/393aHLr
https://ift.tt/3jawCVy

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...