Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/18/18-7_1595054986.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/18/18-7_1595054986.jpg. Show all posts

Saturday, July 18, 2020

કંગના રનૌતે કહ્યું કે, પોલીસે મને પૂછપરછ માટે સમન મોકલ્યું છે, જો હું મારી વાત સાબિત ન કરી શકી તો પદ્મ શ્રી અવોર્ડ પરત કરી દઈશ

સુશાંત સિંહના મૃત્યુને એક મહિનાથી વધુ સમય થઇ ગયો છે. મુંબઈ પોલીસે અત્યારસુધીમાં આ કેસમાં અંદાજે 35 લોકોના સ્ટેટમેન્ટ રેકોર્ડ કર્યા છે. કંગના રનૌતે સુશાંતના મૃત્યુને આત્મહત્યા નહીં મર્ડર ગણાવ્યું હતું. તેણે વીડિયો શેર કરી બોલિવૂડમાં ચાલતા નેપોટિઝ્મ અને ગ્રુપીઝમ પર પ્રહાર કર્યો હતો. હવે કંગનાએ એવું કહ્યું છે કે, મને પોલીસે પૂછપરછ માટે સમન મોકલ્યું છે.

રિપબ્લિક ટીવીને આપેલ ઇન્ટરવ્યૂમાં કંગનાએ જણાવ્યું કે, મુંબઈ પોલીસે મને પૂછપરછ માટે સમન આપ્યું જ છે. મેં મુંબઈ પોલીસને જણાવ્યું કે તે મનાલી છે, જો પોલીસ તેનું સ્ટેટમેન્ટ લેવા માટે ત્યાં કોઈને મોકલી શકે. પણ પછી મને કોઈ જવાબ મળ્યો નથી. કંગનાએ તેના સ્ટેટમેન્ટ બાબતે કહ્યું કે, જો મેં કહેલી એકપણ વાત હું સાબિત ન કરી શકું, સાચી ન પાડી શકું અને જે પબ્લિક ડોમેનમાં ન હોય, તો હું મારો પદ્મ શ્રી પરત કરી દઈશ. હું આ ડિઝર્વ નથી કરતી.

પોલીસ આ કેસમાં અંગત વેર સહિતના બધા એન્ગલને ધ્યાનમાં રાખીને તપાસ કરી રહી છે. લોકો CBI તપાસની માગ કરી રહ્યા છે. સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીએ પણ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને હાથ જોડીને CBI તપાસની વિનંતી કરી છે. જોકે, આ બાબતે મહારાષ્ટ્રના ગૃહમંત્રીએ કહ્યું હતું કે, CBI તપાસની કોઈ જરૂર નથી. મુંબઈ પોલીસ આ પ્રકારના કેસ હેન્ડલ કરવા માટે સક્ષમ છે. અત્યાર સુધી કોઈ ફાઉલ પ્લે જોવા મળ્યો નથી. તપાસને અંતે બધા સાથે માહિતી શેર કરવામાં આવશે જ.

સુશાંત સિંહ રાજપૂતે 14 જૂનના રોજ મુંબઈના તેના ઘરે ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. તેના મૃત્યુ બાદ કંગના રનૌત સહિત ઘણા સેલેબ્સે આને નેપોટિઝ્મનો શિકાર ગણાવ્યો હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Kangana Ranaut said Police summoned me; If I said anything I can’t prove, I'll return Padma Shri


from Divya Bhaskar https://ift.tt/32wXn0y
https://ift.tt/3jijZYr

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...