Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/18/susahkp_1595064839.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/18/susahkp_1595064839.jpg. Show all posts

Saturday, July 18, 2020

સુષ્મિતા સેને આર્યાનો એનિમેટેડ અવતાર શેર કર્યો, વીડિયોમાં વોરિયરની જેમ દુશ્મનો સાથે લડતી દેખાઈ

સુષ્મિતા સેને પોતાની સુપરહિટ વેબ સિરીઝ ‘આર્યા’ની એક એનિમેટેડ ક્લિપ શેર કરી છે. તેમાં વેબ સિરીઝની સ્ટોરીને એનિમેશનમાં રિ-ઈમેજીન કરીને રસપ્રદ રીતે દેખાડી છે. વીડિયોમાં આર્યાને એક વોરિયરની જેમ દરેક મુશ્કેલીઓનો સામનો કરતી દેખાડી છે.

વીડિયોના બેકગ્રાઉન્ડમાં શરદ કેલકરનો અવાજ છે. સિરીઝમાં સુસ્મિતા સેને આર્યા નામની મહિલાનો રોલ પ્લે કર્યો છે. જેમાં તે પોતાના પતિ(ચંદ્રચૂડ સિંહ)ના મૃત્યુ પછી ઢાલ બનીને તેના પરિવારને બચાવવા માટે કોઈ પણ સીમા સુધી જવા તૈયાર રહે છે.

ડચ સિરીઝની રિમેક છે
આર્યા સિરીઝના ડિરેક્ટર અને રાઈટર રામ માધવાની છે. તે ડચ સિરીઝ ‘પેનોઝા’ની રિમેક છે. આર્યાની પ્રથમ સુપર સક્સેસ થયા પછી ડિરેક્ટર હવે બીજી સીઝન પર કામ કરી રહ્યા છે.

10 વર્ષ પહેલાં બોલિવૂડમાં કામ કર્યું હતું
સુષ્મિતા સેન છેલ્લે વર્ષ 2015માં રિલીઝ થયેલી ‘નિર્બાક’ ફિલ્મમાં દેખાઈ હતી. આ ફિલ્મ બંગાળી હતી. બોલિવૂડની ફિલ્મમાં તે 10 વર્ષ પહેલાં દેખાઈ હતી. વર્ષ 2010માં ‘નો પ્રોબ્લેમ’ ફિલ્મમાં તેણે કામ કર્યું હતું.

દીકરીઓ માટે ફિલ્મોમાંથી બ્રેક લીધો
સુષ્મિતા સેને પોતાની નાની દીકરી અલીસાને દત્તક લીધા પછી ફિલ્મોથી બ્રેક લઇ લીધો હતો. તેણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, હું મારી દીકરીઓની દેખભાળમાં સમય આપવા માગું છું અને સાથે જ તેમના બાળપણના યાદગાર કિસ્સાને ચૂકવા માગતી નથી. સુસ્મિતા અલીસા પહેલાં રેને નામની એક દીકરીને દત્તક લઇ ચૂકી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Sushmita Sen Shares Arya's Animated Avatar


from Divya Bhaskar https://ift.tt/3fHL2uj
https://ift.tt/32xfDGX

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...