Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/18/untitled_1595083415.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/18/untitled_1595083415.jpg. Show all posts

Saturday, July 18, 2020

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ જેવા ટેલેન્ટને શોધવા માટે બાલ્કીના પડકારને શેખર કપૂરે જવાબ આપ્યો- 'કાઈ પો છે' માં ત્રણેય એક્ટરે સારું કામ કર્યું છે

સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદ બોલિવૂડમાં શરૂ થયેલ નેપોટિઝ્મ વિવાદ બંધ થવાનું નામ નથી લઈ રહ્યો. હવે આ કેસમાં બે મોટા ફિલ્મમેકર આમને-સામને આવી ગયા છે. શુક્રવારે 'ચીની કમ', 'પા' અને 'પેડમેન' જેવી ફિલ્મોના નિર્માતા આર. બાલ્કીએ નેપોટિઝ્મનો સપોર્ટ કર્યો હતો અને રણબીર કપૂર અને આલિયા ભટ્ટ જેવા ટેલેન્ટને શોધીને બતાવો. હવે તેના પર 'માસૂમ', 'મિ. ઈન્ડિયા', અને 'બેન્ડિટ ક્વીન' જેવી ફિલ્મોના ડાયરેક્ટર શેખર કપૂરે પ્રતિક્રિયા આપી છે.

કપૂરે લખ્યું છે- આર. બાલ્કી હું તમારું સન્માન કરું છું. પરંતુ ગઈ કાલે રાત્રે ફરીથી મે કાઈ પો છે જોઈ. તે સમયે ત્રણેય યુવાન એક્ટરે સારું પરફોર્મન્સ આપ્યું છે.

શેખરે એક અન્ય ટ્વીટમાં એ પણ લખ્યું કે, સૌથી સારા એક્ટર થિયેટરથી આવે છે. તેઓ લખે છે કે- આજે સૌથી સારા કલાકારો થિયેટરમાંથી આવે છે. તેઓ ખૂબ આદરણીય છે અને આત્મવિશ્વાસથી ભરપૂર હોય છે. મેં નસીર (નસીરુદ્દીન શાહ), શબાના (આઝમી), સતીશ કૌશિક, સીમા બિસ્વાસ અને 'બેન્ડિટ ક્વીન' ની પૂરી સ્ટાર કાસ્ટ, કેટ બ્લાંચેટ, જ્યોફ્રી રશ, હીથ લેઝર, ડેનિયલ ક્રેગ, એડી રેડમાયન જેવા એક્ટર્સની સાથે કામ કર્યું છે. તે તમામ થિયેટરમાંથી આવે છે.

શું કહ્યું હતું આર. બાલ્કીએ
આર. બાલ્કીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યા પ્રમાણે, નેપોટિઝ્મને પ્રતિભાની સાથે ન જોડવું જોઈએ. કેમ કે, જેઓ ટેલેન્ટેડ નથી, તેમને દર્શકો સ્વીકાર નહીં કરે. બાલ્કીના જણાવ્યા અનુસાર-
નેપોઝિટમ પર આ એક મૂર્ખ દલીલ છે. હું કહું છું કે મને રણબીર કપૂર અને આલિયા કરતા સારા અભિનેતા શોધીને બતાવો, ત્યારબાદ આપણે ચર્ચા કરીશું.

અપૂર્વ અસારણીએ પણ વાંધો ઉઠાવ્યો હતો
બાલ્કીના નિવેદન પર શેખર કપૂર ઉપરાંત સ્ક્રિપ્ટ રાઈટર અને ફિલ્મ એડિટર અપૂર્વ અસરાણીએ પણ વાંધો ઉઠાવ્યો છે. તેમણે પોતાની ટ્વિટમાં લખ્યું છે- પંકજ ત્રિપાઠી, ગજરાવ રાવ, અમિત સાધ, જયદીપ અહલાવત, રસિકા દુગ્ગલ, સ્વરા ભાસ્કર, શ્વેતા ત્રિપાઠી, સંજય મિશ્રા, નીના ગુપ્તા, દિવ્યા દત્તા, માનવ કૌલ, નવાઝુદ્દીન સિદ્દીકી, જીતૂ. જો હું આ અદભૂત પ્રતિભાવઓ પર જઈશ તો લિસ્ટ સમાપ્ત નહીં થાય. માત્ર ત્રણ-ચાર નામો પર બોલાવવાનું બંધ કરો.

આગામી ટ્વીટમાં અપૂર્વે કેટલાક વધુ નામ આપ્યા છે. તેમણે લખ્યું- જો ફિલ્મને ફેમિલિથી બહાર જુઓ તો મનોજ બાજપેયી, રાજકુમાર રાવ, વિકી કૌશલ, આયુષ્માન ખુરાના, કંગના રનૌટ, પ્રિયંકા ચોપડા, તાપ્સી પન્નુ, વિદ્યા બાલન, રિચા ચઢ્ઢા અને હજી આ લિસ્ટમાં ઘણા ટેલેન્ટેડ છે. મને રણબીર અને આલિયા પસંદ છે. પરંતુ કૃપા કરી, તે એકમાત્ર સારા અભિનેતા નથી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Shekhar Kapoor responds to Balki's challenge to find talent like Ranbir Kapoor and Alia Bhatt - all three actors have done well in 'Kai Po Cheh'


from Divya Bhaskar https://ift.tt/3hamHh1
https://ift.tt/3fH0RRV

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...