Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/19/2_1595138007.gif. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/19/2_1595138007.gif. Show all posts

Sunday, July 19, 2020

ડિરેક્ટર નાગ અશ્વિનની ફિલ્મમાં પહેલી જ વાર પ્રભાસ તથા દીપિકા જોવા મળશે

ડિરેક્ટર નાગ અશ્વિનની ફિલ્મમાં પ્રભાસ તથા દીપિકા પાદુકોણ પહેલી જ વાર સાથે જોવા મળશે. આ ફિલ્મને વિજયંતી મૂવીઝ પ્રોડ્યૂસ કરશે. હાલમાં આ ફિલ્મને ‘પ્રભાસ 21’ તરીકે જાહેર કરવામાં આવી છે. પ્રભાસની આ 21મી ફિલ્મ છે અને તેથી જ ફિલ્મને‘પ્રભાસ 21’ કહેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે 66મા નેશનલ અવોર્ડમાં ‘મહાનટી’ને ત્રણ નેશનલ અવોર્ડ મળ્યાહતા. આ ફિલ્મને નાગ અશ્વિને ડિરેક્ટર કરી હતી. ફિલ્મને બેસ્ટ તેલુગુ ફિલ્મ, બેસ્ટ એક્ટ્રેસ તથા બેસ્ટ કોસ્ચુયમ ડિઝાઈનર એમ ત્રણ અવોર્ડ મળ્યા હતા.

ટ્વીટ કરવામાં આવી
પ્રોડક્શન હાઉસે ટ્વિટર પર વીડિયો શૅર કર્યો હતો અને કહ્યું હતું, અમે વચન આપ્યું હતું અને આ રહી અમારી મોટી જાહેરાત, અમે સુપરસ્ટારને આવકારીએ છીએ.

ઉલ્લેખનીય છે કે પ્રભાસ છેલ્લે ‘સાહો’માં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં શ્રદ્ધા કપૂર હતી. હાલમાં જ પ્રભાસની ફિલ્મ ‘રાધે શ્યામ’નું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું. આ રોમેન્ટિક ફિલ્મમાં પૂજા હેગડે છે. દીપિકાની વાત કરીએ તો છેલ્લે તે મેઘના ગુલઝારની ફિલ્મ ‘છપાક’માં જોવા મળી હતી. હવે તે ‘83’માં રણવીર સિંહ સાથે જોવા મળશે. આ ફિલ્મ 1983માં ભારતે પહેલી જ વાર ક્રિકેટ વર્લ્ડકપ જીત્યો તેના પર આધારિત છે. ફિલ્મમાં રણવીર સિંહે કપિલ દેવની ભૂમિકા ભજવી છે, જ્યારે દીપિકા ક્રિકેટર કપિલની પત્ની રોમી દેવના રોલમાં જોવા મળશે. આ ફિલ્મ ડિસેમ્બરમાં રિલીઝ થશે. આ ઉપરાંત દીપિકા શકુન બત્રાની ફિલ્મમાં અનન્યા પાંડે તથા સિદ્ધાંત ચતુર્વેદી સાથે જોવા મળશે. આટલું જ નહીં દીપિકા હોલિવૂડ ફિલ્મ‘ધ ઈન્ટર્ન’ની હિંદી રિમેકમાં પણ જોવા મળશે. આ ફિલ્મમાં પહેલારિશી કપૂર હતા પરંતુ તેમના અવસાન બાદ તેમના સ્થાને કોણ આવશે, તે અંગેની કોઈ જાહેરાત હજી સુધી કરવામાં આવી નથી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Prabhas and Deepika will be seen for the first time in director Nag Ashwin's film


from Divya Bhaskar https://ift.tt/2DZ1GaP
https://ift.tt/2BdSZbF

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...