Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/19/5_1595145376.gif. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/19/5_1595145376.gif. Show all posts

Sunday, July 19, 2020

લૉકડાઉનમાં પણ ત્રણેય ખાન વ્યસ્ત હતા, શાહરુખે 15 સ્ક્રિપ્ટ સાંભળી તો સલમાન-આમિરે પણ આગામી પ્રોજેક્ટ્સની તૈયારી કરી

કોરોનાને કારણે ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવ્યું નથી પરંતુ ફિલ્મ નિર્માણના શરૂઆતના કામ પર વધુ અસર થઈ નથી. ડિરેક્ટર્સ ઝૂમ કૉલ પર નેરેશન આપી રહ્યાં છે. રાઈટર્સને અલગ જ વાર્તા લખવાનું કહેવામાં આવી રહ્યું છે. ઈન્ડસ્ટ્રીના ત્રણેય ખાન અંગે ટ્રેડ પંડિતોએ કહ્યું હતું કે તેઓ સતત નવી સ્ક્રિપ્ટ વાંચી રહ્યા છે, જેમાંથી કેટલીક ફિલ્મમાં તેઓ લીડ રોલમાં જોવા મળશે અને કેટલીક ફિલ્મ તેઓ પ્રોડ્યૂસ કરશે. જોકે, ત્રણેય ખાનની ટીમે આ વાતને સામાન્ય કહી હતી અને કહ્યું હતું કે લૉકડાઉન તથા અનલૉક ફેઝમાં આ થતું રહ્યું હતું. જોકે, કયા ખાને કેટલી સ્ક્રિપ્ટ વાંચી તેની સત્તાવાર માહિતી આપવી આ સમયે મુશ્કેલે છે.

શાહરુખ ખાને 15 ફિલ્મની સ્ક્રિપ્ટ વાંચી
ટ્રેડ પંડિતો કહી રહ્યાં છે કે ત્રણેય ખાનમાંથી સૌથી વધુ સ્ક્રિપ્ટ શાહરુખ ખાને વાંચી છે. શાહરુખે 15 સ્ક્રિપ્ટ વાંચી હતી, તેમાંથી તે ચારમાં એક્ટર તરીકે જોવા મળશે, આઠ ફિલ્મ પ્રોડ્યૂસ કરશે તથા ત્રણ વેબ શો બનાવશે. આ વેબ શો નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે. નિકટના સૂત્રોના મતે, એમેઝોન પણ શાહરુખ સાથે વેબ શો બનાવવા માટે આતુર છે પરંતુ હજી સુધી સત્તાવાર નિર્ણય લેવામાં આવ્યો નથી.

રાજકુમાર હિરાની, તિગ્માંશુ ધૂલિયા, પુલકિત, અલી અબ્બાસ ઝફર, અમર કૌશિક, અમિત રવિચંદ્રન શર્માની સ્ક્રિપ્ટ શાહરુખને પસંદ આવી છે.

મધુર ભંડારકાર સાથે રેત માફિયાવાળી ક્રાઈમ થ્રિલર ફિલ્મની વાતચીત અંતિમ તબક્કામાં છે.

રાજકુમાર હિરાની સાથે પંજાબથી કેનેડા માઈગ્રટ થનારા પંજાબીઓ પર આધારિત ફિલ્મમાં શાહરુખ જોવા મળશે. આ ફિલ્મને કનિકા ધિલ્લોને લખી છે.

તિગ્માંશુની સાથે શાહરુખ ‘દદુઆ ડકૈત’ કરી શકે છે. આ ફિલ્મમાં સ્વર્ગીય એક્ટર ઈરફાન ખાન પણ હતા.

અલી અબ્બાસ ઝફર એક સ્પોર્ટ્સ લિજેન્ડને લઈ ફિલ્મ બનાવી રહ્યાં છે અને આ ફિલ્મને લઈ વાતચીત ચાલી રહી છે.

શિમિત અમીન સાથે શાહરુખ એક વેબ શો કરી રહ્યો છે.

શ્રીરામ રાઘવન સાથે શાહરુખે કોઈ ફિલ્મ સાઈન કરી નથી.

શ્રીરામ રાઘવન તથા શાહરુખ કોઈ ફિલ્મ સાથે કરી રહ્યા નથી. ગયા વર્ષે ઓગસ્ટમાં બંને મેલબર્નમાં આયોજીત એક ફિલ્મ ફેસ્ટિવલમાં સાથે જોવા મળ્યાં હતાં. તે સમયે ચર્ચા હતી કે રાઘવન તથા શાહરુખ સાથે કામ કરશે. જોકે, હવે રાઘવનની ફિલ્મના પ્રોડ્યૂસર સંજય રાઉત્રે આ વાતને નકારી કાઢી છે. સંજયે કહ્યું હતું કે તેઓ એક ઈવેન્ટમાં મળ્યા હતા અને ત્યાં ફિલ્મને લઈ કોઈ વાતચીત થઈ નથી. લૉકડાઉનમાં પણ તેમની વચ્ચે કોઈ પ્રકારની વાત થઈ નથી.

આમિર ખાન એક સમયે એક જ પ્રોજેક્ટમાં કામ કરે છે
આમિર ખાનને લઈ ટ્રેડ પંડિતોએ કહ્યું હતું કે તે એક સમયે એક જ પ્રોજેક્ટ પર ફોકસ કરે છે. આટલું જ નહીં આમિર ખાન પોતાની ફિલ્મમાં એ હદે દખલગીરી કરે છે કે ઘણીવાર ડિરેક્ટરની ધીરજની પરીક્ષા થઈ જતી હોય છે. આ સાથે જ આમિર એવું પણ ઈચ્છે છે કે તેની સાથે કામ કરનાર ડિરેક્ટર બીજા કોઈ પ્રોજેક્ટમાં કામ ના કરે. હાલમાં તો આમિર ‘લાલ સિંહ ચઢ્ઢા’માં વ્યસ્ત છે. આમિરે સુભાષ કપૂરની ‘મોગુલ’ની સ્ક્રિપ્ટ પણ વાંચી છે. રોની સ્ક્રૂવાલા સાથે આમિર કામ કરે તેવી પૂરી શક્યતા છે. અવકાશ યાત્રીરાકેશ શર્માની બાયોપિકમાં આમિર કામ કરે તેમ સાંભળવા મળ્યું છે. પહેલાં આ ફિલ્મ શાહરુખ અને પછી વિકી કૌશલને ઓફર કરવામાં આવી હતી. જોકે, આમિર આ ફિલ્મમાં જોવા મળશે કે નહીં તે તો ભવિષ્યમાં જ ખબર પડશે.

સલમાનને લઈ કહેવામાં આવી રહ્યું છે કે તેણે ઝૂમ કૉલ પર ઘણી સ્ક્રિપ્ટ વાંચી છે. જોકે, તેના નિકટના સાથીઓએ આ વાતને ખોટી ગણાવી હતી. નિકટના સાથીઓના મતે જો સલમાનને કોઈ ફિલ્મની વાર્તા પસંદ આવી જાય તો તે રાઈટર અથવા ડિરેક્ટરને ઘરે બોલાવે છે. તે ક્યારેય ઝૂમ કૉલ પર સ્ક્રિપ્ટ વાંચતો નથી. સલમાને ‘રાધે’ને લઈને પણ વધુ વાત કરી નથી. વરસાદની સીઝન બાદ આ ફિલ્મનું બાકી રહેલું શૂટિંગ શરૂ કરવામાં આવશે.

ટ્રેડ પંડિતો માને છે કે જો આવી જ પરિસ્થિતિ રહી તો વેક્સીન આવ્યા પછી અને કોરોના જતો રહેશે ત્યારબાદ આવનારા સમયમાં ત્રણેય ખાનમાંથી શાહરુખ સૌથી વધુ ફિલ્મ કરતો જોવા મળશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
The three Khans were also busy in the lockdown, Shah Rukh listened to 15 scripts then Salman-Aamir also prepared for the upcoming projects.


from Divya Bhaskar https://ift.tt/2OANd6U
https://ift.tt/3fDMbTw

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...