Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/19/8_1595156300.gif. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/19/8_1595156300.gif. Show all posts

Sunday, July 19, 2020

કંગના રનૌતે તાપસી પન્નુને B ગ્રેડ કહી, એક્ટ્રેસે કહ્યું- અમારું રિઝલ્ટ પણ આવી ગયું

હાલમાં જ તાપસી પન્નુએ કંગના રનૌતની ટિપ્પણીને લઈ ટ્વીટ કરી હતી. કંગનાએ રિપબ્લિક ચેનલને ઈન્ટરવ્યૂ આપ્યો હતો અને આ ઈન્ટરવ્યૂમાં કંગનાએ તાપસી પન્નુ તથા સ્વરા ભાસ્કરને Bગ્રેડ એક્ટ્રેસિસ ગણાવી હતી. કંગનાએ કહ્યું હતું કે કરન જોહરના કેમ્પમાં હોવા છતાંય આ બંને એક્ટ્રેસિસ હજી સુધી આગળ આવી શકી નથી. કંગનાની આ વાત પર તાપસીએ એક્ટ્રેસનું નામ લીધા વગર વાત કરી હતી.

શું કહ્યું તાપસીએ?
તાપસીએ ટ્વીટમાં ક્યાંય કંગનાનું નામ લીધું નહોતું. તેણે ટ્વીટ કરીને કહ્યું હતું, મેં સાંભળ્યું છે કે બારમા તથા દસમાના રિઝલ્ટ બાદ અમારું રિઝલ્ટ પણ આવી ગયું છે. અમારી ગ્રેડ સિસ્ટમ હવે ઓફિશિયલી છે? અત્યાર સુધી તો નંબર સિસ્ટમ પર વેલ્યૂ નક્કી થતી હતી ને?

ઈન્ટરવ્યૂમાં કંગનાએ શું કહ્યું હતું?
કંગનાએ ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું, આ ઈન્ટરવ્યૂમાં મારે જે વાત કહેવી છે એ છે કે, હું તો અહીંયા માત્ર ગુમાવવા માટે આવી છું, કારણ કે મને ખબર છે કે આવતીકાલે તેમને બીજા 20 જરૂરિયાતવાળા તાપસી પન્નુ કે પછી સ્વરા ભાસ્કર જેવા આઉટસાઈડર્સ મળી જશે. તેઓ એમ કહેશે, નેપોટિઝ્મને લઈ માત્ર કંગનાને વાંધો છે. અમે કરન જોહરને ઘણો જ પ્રેમ કરીએ છીએ. જો તમે કરન જોહરને પ્રેમ કરો છો તો તમે કેમ આજે પણ B ગ્રેડ એક્ટ્રેસિસ છો? તમે બંને આલિયા ભટ્ટ તથા અનન્યા પાંડે કરતાં વધારે સારા છો. તમે બંને સારી એક્ટ્રેસિસ છો. તો શા માટે તમને કામ નથી મળતું? તમારું અસ્તિત્વ જ નેપોટિઝ્મનો પુરાવો છે. તમે આ ઈન્ડસ્ટ્રીમાં કેટલા ખુશ છે, તેને લઈ મને શું કહેશો?

આ પહેલાં પણ કંગના-તાપસી વચ્ચે વિવાદ થયો હતો
વર્ષ 2019માં કંગના રનૌત તથા તાપસી પન્નુની વચ્ચે વિવાદ થયો હતો. કંગનાની બહેન રંગોલીએ તાપસીને કંગનાની ‘સસ્તી કૉપી’ કહી હતી. આ વાતના જવાબમાં તાપસીએ કહ્યું હતું, ‘મને ખ્યાલ નથી કે તેણે વાંકડિયા વાળની પેટન્ટ કરાવી છે, કારણ કે હું જન્મી ત્યારથી જ મારા વાળ વાંકડિયા છે અને આ માટે તો મારા પેરેન્ટ્સ જવાબદાર છે. તેથી આના માટે તો હું માફી માગીશ નહીં અને બીજી મેં શું નકલ કરી તે મને ખ્યાલ નથી. જોકે,હું સસ્તી કૉપી બનીને જ ખુશ છું, કારણ કે કંગના દાવો કરે છે કે તે સૌથી મોંઘી એક્ટ્રેસ છે. હું એક એક્ટર તરીકેકંગનાને પસંદ કરું છું અને હંમેશાં કરતી રહીશ.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Kangana Ranaut called taapsee pannu B grade, actress said- our result has also come


from Divya Bhaskar https://ift.tt/2OBR3fV
https://ift.tt/3eJkvew

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...