Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/19/rhea1595140410_1595152628.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/19/rhea1595140410_1595152628.jpg. Show all posts

Sunday, July 19, 2020

રિયા ચક્રવર્તીએ ઇન્સ્ટાગ્રામ પર મળેલ રેપ-મર્ડરની ધમકીવાળો સ્ક્રીનશોટ શેર કર્યો હતો, મુંબઈ પોલીસે બે ઇન્સ્ટા અકાઉન્ટ્સ હોલ્ડર્સ વિરુદ્ધ ફરિયાદ નોંધી

રિયા ચક્રવર્તીએ સુશાંતના મૃત્યુ બાદ એક મહિના પછી 14 જુલાઈના રોજ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી. રિયા સોશિયલ મીડિયા પર એક્ટિવ થઇ કે ટ્રોલર્સ પણ એક્ટિવ થઇ ગયા. અમુક તેને સુશાંતના મૃત્યુ માટે જવાબદાર ગણાવે છે. અમુકે તો રેપ-મર્ડરની ધમકી પણ આપી હતી, જેના સ્ક્રીનશોટ રિયાએ ઇન્સ્ટાગ્રામ પર શેર ર્ક્યા હતા. રિયાએ આ કેસમાં મુંબઈ સાયબર ક્રાઇમ પોલીસની મદદ માગી એક્શન લેવા માટે કહ્યું હતું. ત્યારબાદ સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનમાં બે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ્સ હોલ્ડર્સ વિરુદ્ધ FIR ફાઈલ થઇ છે.

ન્યૂઝ એજન્સી ANI અનુસાર, મુંબઈ પોલીસના ઝોન 9ના DCP અભિષેક ત્રિમુખેએ જણાવ્યું કે આ કાર્યવાહી રિયા ચક્રવર્તીની ફરિયાદ પર કરવામાં આવી રહી છે. આ પહેલાં બાંદ્રા પોલીસે રિયાની સુશાંત સિંહના કેસમાં લગભગ 11 કલાક પૂછપરછ કરી હતી. રિયાએ થોડા દિવસ પહેલાં સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને હાથ જોડીને CBI તપાસની માગ કરી હતી.

રિયાએ ટ્રોલરની ધમકીનો સ્ક્રીનશોટ 15 જુલાઈના શેર કર્યો હતો. મન્નુ રાઉત નામના આ ઇન્સ્ટા અકાઉન્ટ પરથી રિયાને મેસેજ આવ્યો હતો જેમાં લખ્યું હતું, તારો રેપ અથવા મર્ડર થાય. હું આ વાત સુનિશ્ચિત કરીશ કે તું ટૂંક સમયમાં આત્મહત્યા કરી લે નહીં તો હું તને મારી નાખવા માટે લોકો મોકલીશ.

રિયાએ વળતો જવાબ આપ્યો હતો
રિયાએ આ ટ્રોલરને વળતો જવાબ આપ્યો હતો કે, મને ગોલ્ડ ડિગર કહેવામાં આવી, હું ચૂપ રહી. મને મર્ડરર કહેવામાં આવી, હું ચૂપ રહી. પરંતુ મારા મૌને તમને શું આ હક આપ્યો કે તમે મારો રેપ કે મર્ડર કરાવશો, જો મેં આત્મહત્યા ન કરી @mannu_raaut? શું તમે આ વાતની ગંભીરતા સમજો છો જે તમે કહ્યું? આ ગુનો છે અને કાયદા મુજબ કોઈ એટલે કોઈ જ વ્યક્તિને આવી રીતે ત્રાસ આપી શકાય નહીં. હું સાયબર પોલીસને મદદ માટે અપીલ કરું છું કે તેઓ એક્શન લે. હવે બસ થયું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
An Offence Registered At Santacruz Police Station Against Two Instagram Account Holders For Sending Obscene Messages And Threatening Rhea Chakraborty


from Divya Bhaskar https://ift.tt/3jtyZTI
https://ift.tt/2WBQE1z

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...