Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/19/shrenu1595150004_1595156998.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/19/shrenu1595150004_1595156998.jpg. Show all posts

Sunday, July 19, 2020

કોરોનાની સારવાર લઇ રહેલ ટીવી એક્ટ્રેસ શ્રેણુ પરીખ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઇ, ઘરમાં આઇસોલેટ થઇ મેડિકલ સ્ટાફ અને કોરોના વોરિયર્સનો આભાર માન્યો

ઈશ્કબાઝ ફેમ ટીવી એક્ટ્રેસ શ્રેણુ પરીખનો બુધવારે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ વડોદરાની હોસ્પિટલમાં તેને એડમિટ કરવામાં આવી હતી. હવે તેને સારી રિકવરી બાદ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવાઈ છે અને હાલ તે ઘરે જ આઇસોલેશનમાં છે. તેણે આ માહિતી ઘરે આવીને સોશિયલ મીડિયા પર શેર કરી અને સાથે તેણે કોરોના વોરિયર્સ, મેડિકલ સ્ટાફ અને ફેન્સનો આભાર માન્યો છે.

શ્રેણુ ચાર દિવસ બાદ હોસ્પિટલથી ઘરે આવી છે. તેણે સોશિયલ મીડિયા પર લખ્યું કે, મારા પ્રિય પરિવાર, મિત્રો અને શુભચિંતકો. મને નથી ખબર કે આટલો બધો પ્રેમ અને આશીર્વાદ આપવા બદલ હું તમારો આભાર કઈ રીતે વ્યક્ત કરું. ભગવાનની દયા અને તમારી પ્રાર્થનાથી હું જલ્દી સાજી થઇ રહી છું અને મને હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ છે.

હાલ હું ઘરે સંપૂર્ણપણે આઇસોલેશનમાં છું. કાશ હું તમને બધાને પર્સનલી જવાબ આપી શકી હોત. ઘણું બધું શેર કરવાનું છે. ભગવાન તમને બધાને સુરક્ષિત રાખે. મેડિકલ સ્ટાફ અને હોસ્પિટલના કોરોના વોરિયર્સનો આભાર જેમણે મારી કાળજી રાખી.

કોરોનાને અદ્રશ્ય રાક્ષસ કહ્યો હતો
શ્રેણુએ કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેની માહિતી સોશિયલ મીડિયા પર શેર કરી હતી. તેણે લખ્યું હતું કે, સાવધાની રાખવા છતાં હું આની ઝપેટમાં આવી ગઈ. આ અદ્રશ્ય રાક્ષસની શક્તિ કેટલી હશે કે આટલી તકેદારી રાખવા છતાં તે આપણા સુધી પહોંચી શકે છે. મહેરબાની કરીને સાવધાન રહો.

શ્રેણુ હાલ કોઈ સિરિયલમાં કામ કરી રહી નથી. છેલ્લે તે ભ્રમ સર્વગુણ સમ્પન્નમાં નેગેટિવ રોલમાં જોવા મળી હતી. તે પહેલાં તે ઇસ પ્યાર કો ક્યા નામ દૂં, દિલ બોલે ઓબેરોય, ઈશ્કબાઝ અને બ્યાહ હમારી બહુ કા જેવી સિરિયલ્સમાં દેખાઈ હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
TV Actress Shrenu Parikh, Who Was Undergoing Treatment For Covid 19, Discharged From Hospital, Expressed Gratitude To Medical Staff And Corona Warriors


from Divya Bhaskar https://ift.tt/2ZFp3OV
https://ift.tt/398k38I

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...