Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/20/3_1595227808.gif. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/20/3_1595227808.gif. Show all posts

Monday, July 20, 2020

સુશાંત સિંહ રાજપૂતના જીવન પર આધારિત ફિલ્મ ‘સુસાઈડ ઓર મર્ડર’નું પોસ્ટર રિલીઝ, ટિકટોક સ્ટાર સચિન લીડ રોલમાં

સુશાંત સિંહ રાજપૂતના અવસાન બાદ ચર્ચા હતી કે તેના જીવન પર આધારિત ફિલ્મ બનાવવામાં આવશે. હાલમાં જ ફિલ્મમેકર શમિક મૌલિકે સુશાંતના જીવન પર આધારિત ફિલ્મનો ફર્સ્ટ લુક શૅર કર્યો હતો.

સચિન તિવારી એક્ટર સુશાંતનો રોલ પ્લે કરશે
ડિરેક્ટર શમિક મૌલિકની ફિલ્મ ‘સુસાઈડ ઓર મર્ડર’નો ફર્સ્ટ લુક શૅર કરવામાં આવ્યો હતો. આ ફિલ્મમાં ‘આઉટસાઈડર’ના રોલમાં સિચન તિવારીને ઈન્ટ્રોડ્યૂસ કરવામાં આવ્યો છે. આ ફિલ્મને વિજય શેખર ગુપ્તા પ્રોડ્યૂસ કરી રહ્યાં છે. સચિન તિવારી ટિકટોક સ્ટાર છે.

સોશિયલ મીડિયામાં પોસ્ટર શૅર કરીને કહેવામાં આવ્યું હતું, એક છોકરો નાનકડાં શહેરમાંથી આવ્યો અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સ્ટાર બન્યો. આ તેની સફર છે. આઉટસાઈડર તરીકે સચિન તિવારી.

ફિલ્મ પ્રોડ્યૂસર વિજયે વેબ પોર્ટલ બોલિવૂડલાઈફ સાથેની વાતચીતમાં કહ્યું હતું, ‘સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાથી અમને ઘણો જ આઘાત લાગ્યો હતો પરંતુ આ નવી વાત નથી. અનેક કલાકારો અહીંયા પોતાના સપના પૂરા કરવા આવે છે પરંતુ અંતે તેમને કામ મળતું નથી. કેટલાંક સંઘર્ષ કરે છે, આથી અમે નાના શહેરોમાંથી આવતા કલાકારોની વાત લઈને આવ્યા છે. તેમના બોલિવૂડમાં કોઈ ગોડફાધર હોતા નથી. અમે એક પછી એક ફિલ્મના પાત્રોની જાહેરાત કરીશું. હું વિશ્વાસ અપાવું છે કે આ ફિલ્મ બોલિવૂડના ઈનસાઈડરના ચહેરા પરથી પડદો હટાવી દેશે.’

નિખિલ આનંદ પણ સુશાંતના જીવન પરથી ફિલ્મ બનાવશે
ડિરેક્ટર ડિરેક્ટર નિખિલ આનંદે પણ સુશાંતના જીવન પર આધારિત ફિલ્મ બનાવવાની જાહેરાત કરી હતી. આ ફિલ્મ 2022માં રિલીઝ થશે. આ ફિલ્મ માટે પબ્લિક ફંડ પાસેથી પૈસા ભેગા કરવામાં આવશે. નિખિલ આનંદ સુશાંતના જીવન પરથી ત્રણ ભાષામાં ફિલ્મ બનાવશે. આ ફિલ્મ હિંદી, તેલુગુ તથા તમિળમાં હશે. આ ઉપરાંત ફિલ્મનું ઓફિશિયલ સોશિયલ મીડિયા પેજ બનાવવામાં આવશે. ન્યૂઝ પેપર મિડ ડેના જણાવ્યા પ્રમાણે, નિખિલ આ ફિલ્મ સુશાંતને ડેડિકેટ કરશે. નિખિલે કહ્યું હતું કે તે સિનેમામાં સુશાંતને અમર કરવા માગે છે. તેમને આશા છે કે આ બધાને લઈ બોલિવૂડ નેપોટિઝ્મને બદલે ટેલેન્ટને મહત્ત્વ આપશે.

વધુમાં નિખિલે કહ્યું હતું કે હાલની પરિસ્થિતિ થોડી સામાન્ય થશે ત્યારબાદ ફિલ્મ પર કામ શરૂ કરવામાં આવશે. આ દરમિયાન ટીમ સ્ટોરી તથા કાસ્ટિંગ પર કામ કરશે. આ ફિલ્મ પૂરા દેશમાં રિલીઝ થશે. તેઓ પ્રયાસ કરશે કે ફિલ્મ વિશ્વભરમાં રિલીઝ થાય, જેથી ચાહકોને સુશાંતના જીવનમાંથી પ્રેરણા મળે. ફિલ્મની તૈયારી માટે નિખિલ આનંદે સુશાંતના સંબંધીઓ, પરિવાર તથા મિત્રોને મળવાનું આયોજન કર્યું છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Poster release of Sushant Singh Rajput based film 'Suicide or Murder', Tiktok star Sachin in lead role


from Divya Bhaskar https://ift.tt/30z6V8S
https://ift.tt/3jlLUXB

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...