Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/20/5_1595232703.gif. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/20/5_1595232703.gif. Show all posts

Monday, July 20, 2020

ફિલ્મ ‘રાઝી’ના લેખક હરિંદર સિક્કાનો મેઘના ગુલઝાર પર ગંભીર આક્ષેપ, કહ્યું- હું બહારનો હોવાથી તેમણે મને ક્રેડિટ ના આપી

સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદ ઈન્ડસ્ટ્રીમાં નેપોટિઝ્મ ઉપરાંત ઈનસાઈડર તથા આઉટસાઈડરનો મુદ્દો ગરમાયો છે. ઈન્ડસ્ટ્રીના અનેક લોકો આ અંગે પોતાનો અનુભવ પણ શૅર કરી રહ્યાં છે. હાલમાં જ લેખક તથા ફિલ્મમેકર હરિંદર સિંહ સિક્કાએ ફિલ્મ ‘રાઝી’ની ડિરેક્ટર મેઘના ગુલઝારપર તેમને ક્રેડિટ ના આપવાનો આક્ષેપ કર્યો છે.

સિક્કાએ કહ્યું હતું, ‘મેઘનાએ માત્ર જયપુર લિટરેચર ફેસ્ટિવલ તથા ફિલ્મફેર અવોર્ડમાંથી જ મારું નામ નહોતું હટાવ્યું પરંતુ મારા પુસ્તકના વિમોચનમાં પણ અનેક અડચણો ઊભી કરી હતી. મારી પાસે આના પૂરતા પુરાવા છે કે મેઘનાએ કેવી રીતે જયપુર લિટરેચર ફેસ્ટિવલમાં મારું નામ બહાર કર્યું હતું.’ સિક્કાએ અંગ્રેજી ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં આ ખુલાસો કર્યો હતો.

‘મારું નામ હટાવવા માટે દબાણ કર્યું’
હરિંદરે કહ્યું હતું, ‘જયપુર લિટરેચરના પ્રમુખે મને મોકલેલા ઈમેલની કોપી મારી પાસે છે. તે મેલમાં કહેવામાં આવ્યું હતું, ‘35 વર્ષની કરિયરમાં મારી પર કોઈએ એક વ્યક્તિનું નામ હટાવવા પર આટલું દબાણ કર્યું નહોતું. આ કેસમાં ગુલઝારે આ કામ કર્યું.’

પુસ્તક છપાવવામાં મુશ્કેલી ઊભી કરી
વધુમાં હરિંદરે કહ્યું હતું, ‘મેઘનાએ શું કર્યું, તે હું તમને કહું છું. મારી બુક છપાવવામાં અનેક મુશ્કેલીઓ ઊભી કરી, કારણ કે તે તમામ ક્રેડિટ પોતાને મળે તેમ ઈચ્છતી હતી. જયપુર લિટરેચર ફેસ્ટિવલ, ફિલ્મફેર અવોર્ડ, ધ બેસ્ટ ઓરિજિનલી સ્ટોરી અવોર્ડ મને મળવાનો હતો પરંતુ ત્યાંથી પણ મારું નામ હટાવી લેવામાં આવ્યું હતું અને આ અવોર્ડ ‘અંધાધુંધ’ નામની ફિલ્મને આપી દેવામાં આવ્યો. આ ફિલ્મ તો એક ફ્રેન્ચ બુકની નકલ હતી.’

બહારનો હોવાને કારણે ખરાબ વ્યવહાર
આ ઉપરાંત સિક્કાએ ‘છપાક’નું નામ લઈને કહ્યું હતું, ‘તે ફિલ્મમાં પણ મેઘનાએ દિલ્હીના એક નાના વકીલને ક્રેડિટ આપી નહોતી. રવિના ટંડનના પિતા રવિ ટંડન સાથે શું થયું હતું? ઈન્ડસ્ટ્રીમાં માફિયાઓનો પૂરો ઈતિહાસ રહ્યો છે. હું કોઈ પણ વ્યક્તિ વિશેષની વિરુદ્ધમાં નથી. હું બહારનો હોવાથી મારી સાથે આમ થયું હતું.’

વધુમાં હરિંદરે કહ્યું હતું, ‘મારી ફિલ્મ ‘નાનક શાહ ફકીર’ ઓસ્કર અવોર્ડ માટે જવાની હતી પરંતુ તેને મોકલવામાં ના આવી. બોલિવૂડમાંથી કોઈ આવ્યું અને કહેવા લાગ્યું કે તે એક આઉટસાઈડર છે અને તેઓ પોતાની ફિલ્મ મોકલશે.’

મેં મેઘનાના પિતાને વચન આપ્યું હતું
આ પહેલાં ન્યૂઝ 18ને આપેલા ઈન્ટરવ્યૂમાં હરિંદરે મેઘના પર ફિલ્મ ‘રાઝી’ના સ્પેશિયલ સ્ક્રીનિંગ માટે આમંત્રણ ના આપ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. હરિંદરે કહ્યું હતું, ‘મેં ગુલઝારને વચન આપ્યું હતું કે હું ડિરેક્ટર તરીકે મેઘનાને લઈશ. આ સાથે જ મેં મેઈન રોલ માટે આલિયા ભટ્ટને લેવાની વાત કરી હતી. મને સ્ક્રીનપ્લે સામે વાંધો હતો. મને ફિલ્મના પ્રી રિલીઝ સ્ક્રીનિંગમાં બોલાવવામાં આવ્યો નહોતો.’

તેણે વાર્તાના તાણા-વાણા જ બદલી નાખ્યાં
વધુમાં સિક્કાએ કહ્યું હતું, ‘ફિલ્મ રિલીઝ થઈ ગયા બાદ મને આ ઈવેન્ટ અંગેની જાણ થઈ હતી. આલિયાએ મને મેસેજ કરીને પૂછ્યું હતું કે તમને ફિલ્મ કેવી લાગી? તે ઘણી જ પ્રેમાળ છોકરી છે અને તેના વગર આ ફિલ્મ હિટ જઈ શકે તેમ નહોતી. સેહમત (આલિયાનાં પાત્રનું નામ) નિરાશામાં ગરકાવ થઈ હતી પરંતુ મેકર્સે ફિલ્મને ત્યાં જ પૂરી કરી દીધી હતી. આને કારણે ફિલ્મના તાણા-વાણા જ બદલાઈ ગયાં હતાં. આ ડાબેરી દૃષ્ટિકોણને કારણે ફિલ્મની વાર્તા તદ્દન બદલાઈ ગઈ હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
‘Raazi’ author Harinder Sikka exposes how Bollywood lobby operates


from Divya Bhaskar https://ift.tt/32AArxt
https://ift.tt/30m5RVq

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...