Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/20/7_1595239301.gif. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/20/7_1595239301.gif. Show all posts

Monday, July 20, 2020

અનુપમ ખેરની માતા દુલારીએ કોરોનાને માત આપી, ઘરમાં આઠ દિવસ ક્વૉરન્ટીન રહેશે

અનુપમ ખેરે વીડિયો શૅર કરીને ચાહકોને ગુડ ન્યૂઝ આપ્યા હતા. એક્ટરે કહ્યું હતું કે તેમની માતા દુલારી હવે ઠીક છે. ઉલ્લેખનીય છે કે 12 જુલાઈના રોજ અનુપમ ખેરની માતા, ભાઈ-ભાભી તથા ભત્રીજીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. અનુપમની માતાને કોકિલાબેન હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યાં હતાં અને એક્ટરના ભાઈ-ભાભી તથા ભત્રીજી ઘરમાં જ ક્વૉરન્ટીન થયા હતા. હવે, કોકિલાબેન હોસ્પિટલના ડોક્ટર્સે એક્ટરની માતાની તબિયત એકદમ ઠીક હોવાનું કહ્યું હતું અને હવે તેમણે ઘરમાં જ ક્વૉરન્ટીન થવાનું રહેશે.

ચાહકોનો આભાર માન્યો
અનુપમ ખેરે ચાહકોનો આભાર માન્યો હતો. ડોક્ટર્સ તથા BMC અધિકારીઓનો રિયલ હીરો ગણાવ્યા હતા. આ વીડિયોમાં અનુપમ ખેરે કહ્યું હતું, ‘કોકિલાબેનના ડોક્ટર્સે કહ્યું હતું કે મારી માતા હવે પૂરી રીતે ઠીક છે અને ટૂંક સમયમાં જ ઘરે આવી શકશે. ડોક્ટર્સે એમ પણ કહ્યું હતું કે માતાએ હવે આઠ દિવસ ઘરમાં જ ક્વૉરન્ટીન રહેવું પડશે.’

આ સાથે જ અનુપમ ખેરે હોસ્પિટલના તમામ સ્ટાફનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે આટલા મુશ્કેલભર્યાં સમયમાં તેમણે માતાનું પૂરતું ધ્યાન રાખ્યું હતું.

ચાહકોને સલાહ આપી
અનુપમ ખેરે ચાહકોને સલાહ આપતા કહ્યું હતું કે આ સમયે કોરોનાથી બચવા માટે નિકટના લોકથી પણ દૂર રહેવું જરૂરી છે. એક્ટરે કોરોનાનો સામનો કરતાં પરિવાર માટે હાથ જોડીને પ્રાર્થના કરી હતી.

12 જુલાઈએ કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો
12 જુલાઈના રોજ અનુપમ ખેરે ટ્વીટ કરીને પરિવારના ચાર સભ્યો કોરોના પોઝિટિવ હોવાની વાત શૅર કરી હતી, જેમાં અનુપમની માતા, ભાઈ રાજુ, ભાભી રીમા તથા ભત્રીજી વૃંદાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને એક્ટરનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. અનુપમે માતાની હેલ્થ અપડેટમાં એમ પણ કહ્યું હતું કે તેમણે માતાને કોરોના થયો હોવાની વાત કરી નથી. જોકે, માતાને આસપાસના માહોલ પરથી ખ્યાલ આવી ગયો હતો કે તેઓ કોરોના પોઝિટિવ છે. ઉલ્લેખનીય છે કે 11 જુલાઈના રોજ અભિષેક તથા અમિતાભનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને બંને નાણાવટી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે. 12 જુલાઈના રોજ ઐશ્વર્યા તથા આરાધ્યાનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. એશ તથા આરાધ્યા ઘરમાં જ ક્વૉરન્ટીન હતાં પરંતુ 17 જુલાઈએ બંનેમાં કોરોનાનાં હળવા લક્ષણો જોવા મળતાં બંનેને નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Anupam Kher's mother Dulari beats Corona, quarantined for eight days in home


from Divya Bhaskar https://ift.tt/2COe3pu
https://ift.tt/3fKhnRf

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...