Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/20/shilpa_1595242608.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/20/shilpa_1595242608.jpg. Show all posts

Monday, July 20, 2020

શિલ્પા શેટ્ટીએ અડધા ખાધેલા સફરજનનો ફોટો શેર કરીને સોશિયલ મીડિયાની હકીકત જણાવી, કહ્યું-‘કોઈની જિંદગી પરફેક્ટ નથી’

એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીએ સોમવારે ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં એક ઈમોશનલ નોટ શેર કરી છે. તેણે પોસ્ટ દ્વારા યુઝર્સને જણાવ્યું કે, સોશિયલ મીડિયા પર લોકો પોતાની હકીકતની જિંદગીને છુપાવીને વસ્તુઓ શેર કરે છે. અહિ જે દેખાય છે તે સાચું નથી. અહિ હજાર દરેક વ્યક્તિને તેમના જીવનમાં તકલીફો છે. આથી તમને જે દેખાય તેની પર વિશ્વાસ ન કરવો અને ખોટા ભ્રમમાં ન ફસાવો.

શિલ્પાએ પોતાની પોસ્ટમાં એક ફોટો પણ શેર કર્યો છે, તેમાં અરીસા સામે અડધું ખાધેલું સફરજન મૂકેલું દેખાઈ રહ્યું છે. આ સફરજનનો અરીસામાં ખાધેલો ભાગ દેખાતો નથી. તેણે સોશિયલ મીડિયાની જિંદગીની સરખામણી પણ આ સફરજન સાથે કરી.

View this post on Instagram

There’s so much on social media that is shared purely as a façade to cover the lives we lead. The hardships, the struggles, the low days, the heartbreaks, insecurities, and so much more are easily concealed behind a mask of filters... one that we’ve been wearing since time immemorial. Always remember, like we don’t put our difficulties on display on social media, neither do other people. Nobody’s life is perfect. Most are dealing with their own issues.. So, don’t let social media trick you into believing all that you see, and don’t allow it to play with your mind & emotions. Life isn’t a bed of roses for any of us, but we’re all in this together. Let’s try & make this medium a positive one with constructive criticism and care, to make us a healthier community, less negative & more positive ‘grams’ on this ‘gram’... Stay strong, my instafam, let’s make a happy & healthy community, and reassure ourselves that... This too shall pass ❤️🤗🌈 Swasth Raho, Mast Raho! . . . . . #MondayMotivation #SwasthRahoMastRaho #mentalhealth #happiness #mask #facade

A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) on Jul 19, 2020 at 10:37pm PDT

શિલ્પાએ પોસ્ટમાં લખ્યું કે,સોશિયલ મીડિયામાં ઘણું બધું એવું છે, આપણે જીવીએ છીએ તેવી જિંદગીને ઢાંકી દેવા માટે શેર કરવામાં આવે છે. સંઘર્ષ, તકલીફો, કપરા દિવસો, તૂટેલા દિલ, અસુરક્ષાની ભાવના અન બીજું ઘણું બધું છે જે આરામથી ફિલ્ટરની પાછળ છુપાવી શકાય છે, પણ એક વસ્તુ એવી પણ છે જે પ્રાચીનકાળથી આપણે પહેરીએ છીએ.

વધુમાં તેણે લખ્યું કે, હંમેશાં યાદ રાખો, જે રીતે આપણે આપણી તકલીફો સોશિયલ મીડિયામાં શેર નથી કરતા તેમ લોકો પણ નથી કરતા. કોઈની જિંદગી પરફેક્ટ નથી. મોટાભાગના લોકો સાથે તેમની તકલીફો છે, તેની સામે તેઓ લડી રહ્યા છે. આથી તમે સોશિયલ મીડિયાની આ ઝાળમાં ફસાવો નહિ અને જે પણ તમે જોવો છો તેની પર ભરોસો ન કરો, સાથે તેને તમારા મન અને ભાવનાઓ પર હાવી ન થવા દો. આપણામાંથી કોઈનું જીવન ગુલાબ ભરેલા બેડ જેવું નથી, પરંતુ સોશિયલ મીડિયામાં આપણે બધા સાથે છીએ. આપણે સાથે મળીને આ માધ્યમને પોઝિટિવ બનાવીએ.એક સ્વસ્થ સમાજના નિર્માણ માટે એક એવું ‘ગ્રામ’ જેમાં નકારાત્મકતા ઓછી અને સકારાત્મકતા વધારે ‘ગ્રામ’ હોય. મજબૂત રહો, મારા ઈન્સ્ટાફેમ ચલો એક ખુશ અને સ્વસ્થ સમાજ બનાવીએ અને એકવાર ફરીથી પોતાને ખાતરી આપીએ કે આ સમય પણ વીતી જશે, સ્વસ્થ રહો, મસ્ત રહો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Shilpa Shetty shared a photo of a half-eaten apple on social media, saying, "No one's life is perfect."


from Divya Bhaskar https://ift.tt/2ZJ3gFY
https://ift.tt/2OMm6Wp

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...