Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/20/suman_1595221065.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/20/suman_1595221065.jpg. Show all posts

Monday, July 20, 2020

કંગનાના પૂર્વ પ્રેમી અધ્યયન સુમને તેને બહાદુર કહી, કહ્યું-‘ભૂતકાળને સાઈડમાં રાખીને માણસ બનીને આગળ વધવું જરૂરી છે’

સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા પછીથી બોલિવૂડમાં કેમ્પ તથા નેપોટિઝ્મ પર જોરશોરથી ચર્ચા થઈ રહી છે. કંગનાએ બોલિવૂડમાં નેપોટિઝ્મને લઈને આપેલા ઇન્ટરવ્યૂ પછી પૂર્વ પ્રેમી અધ્યયન સુમને તેનાંવખાણ કરીને બહાદુર કહી છે. ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં કંગનાએ કરણ જોહર અને મહેશ ભટ્ટ તથા આદિત્ય ચોપરા પર આક્ષેપો કર્યા. કંગનાનાં આ ઇન્ટરવ્યૂ પછી ઘણા લોકો તેને સપોર્ટ કરી રહ્યા છે, જેમાં એક નામ તેના પૂર્વ પ્રેમીનું પણ સામેલ છે.

અધ્યયન સુમને કંગનાને બહાદુર કહીને બે ટ્વીટ કર્યા છે. પ્રથમ ટ્વીટમાં લખ્યું કે, બહાદુર, હવે નિયમોને બદલવાનો સમય છે. હું જાણું છું કે શેખરજીના પ્રયત્નો વ્યર્થ નહિ જાય, સત્ય જ જીતશે.

બીજા ટ્વીટમાં લખ્યું કે, ઘણીવાર ભૂતકાળને સાઈડમાં રાખીને એક માણસની જેમ આગળ વધવું જરૂરી હોય છે. હું માત્ર એક અવાજને સમર્થન આપી રહ્યો છું. મને લાગે છે કે, આ અવાજથી આપણે સુશાંતના મૃત્યુની CBI તપાસમાં એક ડગલું વધારે નજીક પહોંચી જઈશું. આની પાછળ મારો કોઈ એજન્ડા નથી અમે મારી કોઈ ફિલ્મ પણ રિલીઝ થવાની નથી.

અધ્યયને આની પહેલાં પણ કંગનાનાં વખાણ કર્યા હતા. તેણે કહ્યું હતું કે, કંગના ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણા લાંબા સમયથી છે અને તેણે ઘણું બધું સહન કર્યું છે. તેણે બોલિવૂડના ઘણા લોકો સાથે ટક્કર લીધી છે અને પોતાનું મોટું નામ બનાવ્યું છે. શેખર સુમને રવિવારે ટ્વીટ કરીને કહ્યું કે, અમે બધા સુશાંતના કેસમાં CBI તપાસની રાહ જોઈ રહ્યા છીએ. તેમાં મોડું શું કરવાનું? તમને શેની રાહ છે, કોઈ બીજી જિંદગી પણ આવી રીતે પૂરી થઈ જાય? એક સુસાઇડ કેસ બે દિવસમાં બંધ થઇ જાય છે, જ્યારે આ કેસમાં 34 દિવસ થઇ ગયા છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Kangana Ranaut Ex Boyfriend Adhyayan Summan Praised Her Bravery After Her Explosive Interview On Nepotism


from Divya Bhaskar https://ift.tt/30rrkwl
https://ift.tt/2ZGYB7I

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...