Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/21/21-7-2_1595328481.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/21/21-7-2_1595328481.jpg. Show all posts

Tuesday, July 21, 2020

શકુંતલા દેવી ફિલ્મનું પહેલું સોન્ગ પાસ નહીં તો ફેલ નહીં વિદ્યા બાલને વર્ચ્યુઅલ ઇવેન્ટમાં 100 શહેરના 5000 વિધાર્થીઓ સાથે રિલીઝ થયું

વિદ્યા બાલન સ્ટારર શકુંતલા દેવી ફિલ્મનું પહેલું સોન્ગ પાસ નહીં તો ફેલ નહીં રિલીઝ થયું છે. આ સોન્ગમાં વિદ્યા બાળકોને મસ્તી સાથે ગણિત ભણાવે છે. સોન્ગનો મેસેજ છે કે ગણિત એ કઈ ડરવાનો વિષય નથી પણ એ મેજિક છે. આ સોન્ગને સુનિધિ ચૌહાણે ગાયું છે અને વાયુએ લખ્યું છે. સચિન-જિગરે મ્યુઝિક આપ્યું છે.

સોન્ગ રિલીઝની વર્ચ્યુઅલ ઇવેન્ટમાં વિદ્યાએ કહ્યું કે, હું શકુંતલા દેવીનું પહેલું સોન્ગ DAV સ્કૂલ અને કોલેજના 100 જેટલા શહેરના 5000 વિધાર્થીઓ સાથે લોન્ચ કરવા માટે ઉત્સુક છું. પાસ નહીં તો ફેલ નહીં સોન્ગમાં નંબર્સને સમજવા માટેની રસપ્રદ રીત દેખાડવામાં આવી છે. આ સોન્ગ મારફતે લોકોના ગણિત માટેના ફોબિયાને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. વર્ચ્યુઅલ સેશન માટે યંગ લોકો સાથે પ્લેટફોર્મ શેર કરવું એ મજાનું છે. આ ન્યૂ નોર્મલના અનુભવને અમે એન્જોય કરી રહ્યા છીએ. મને આશા છે કે લોકોએ જે રીતે ટ્રેલરને પ્રેમ આપ્યો તે રીતે આ સોન્ગને પણ પ્રેમ આપશો.

ડિરેક્ટર અનુ મેનનની આ ફિલ્મ હ્યુમન કમ્યુટર ગણાતા શકુંતલા દેવીની બાયોપિક છે જેમાં વિદ્યા તેમનો રોલ પ્લે કરી રહી છે. ફિલ્મની કાસ્ટમાં સાન્યા મલ્હોત્રા, અમિત સાધ અને જિશુ સેનગુપ્તા પણ સામેલ છે. કોરોના મહામારીને કારણે થિયેટર બંધ હોવાથી ફિલ્મ OTT (ઓવર ધ ટોપ) પ્લેટફોર્મ પર રિલીઝ થઇ રહી છે. ફિલ્મનું વર્લ્ડ પ્રીમિયર 31 જુલાઈના રોજ એમેઝોન પ્રાઈમ પર યોજાવાનું છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
The first song of Shakuntala Devi film released in a virtual event with 5000 students from 100 cities


from Divya Bhaskar https://ift.tt/39hOYPZ
https://ift.tt/3jqmVCv

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...