Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/21/21-7_1595325182.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/21/21-7_1595325182.jpg. Show all posts

Tuesday, July 21, 2020

એ આર રહેમાન સુશાંત સિંહ રાજપૂતને વર્ચ્યુઅલ મ્યુઝિકલ ટ્રિબ્યુટ આપશે, અરિજિત સિંહ, શ્રેયા ઘોષાલ સહિત ઘણા સિંગર્સ જોડાશે

સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ દિલ બેચારાનું મ્યુઝિક એ આર રહેમાને આપ્યું છે. સુશાંતના મૃત્યુ બાદ રહેમાન હવે તેને એક મ્યુઝિકલ ટ્રિબ્યુટ આપવાના છે. આ ટ્રિબ્યુટ વર્ચ્યુઅલ હશે જે 22 જુલાઈના રોજ ડિઝની પ્લસ હોસ્ટસ્ટાર અને સોની મ્યુઝિક ઇન્ડિયા પર રિલીઝ થશે. આ વર્ચ્યુઅલ ટ્રિબ્યુટમાં મોહિત ચૌહાણ, શ્રેયા ઘોષાલ, અરિજિત સિંહ, સાશા તિરુપતિ, જોનિતા ગાંધી, સુનિધિ ચૌહાણ જેવા સિંગર્સ અને ગીતકાર અમિતાભ ભટ્ટાચાર્ય સામેલ થવાના છે.

ફિલ્મના ડિરેક્ટર અને સુશાંતના મિત્ર મુકેશ છાબરાએ લખ્યું કે, રહેમાન સર સુશાંતને આટલું સારું ટ્રિબ્યુટ આપવા માટે આ કરવા બદલ ખૂબ આભાર. રહેમાને જાતે સુશાંત પ્રત્યેના પ્રેમને કારણે આવું કરવાનું નક્કી કર્યું છે, અમે તમારા હંમેશાં આભારી રહેશું. તમે દિલ બેચારાના આલ્બમને ઓલરેડી ઘણો પ્રેમ આપ્યો જ છે, હવે આ પણ એકદમ ખાસ છે. 22 જુલાઈના બપોરે 12 વાગ્યે મારા ભાઈ સુશાંતને મ્યુઝિકલ ટ્રિબ્યુટ.

ફિલ્મના ટ્રેલરને તો લોકોએ ઘણો પ્રેમ આપ્યો છે. ટ્રેલર યુ ટ્યુબ પર સૌથી વધુ લાઇક્સ ધરાવનાર ટ્રેલર છે. દિલ બેચારા ફિલ્મ ધ ફોલ્ટ ઈન અવર સ્ટાર્સનું અડેપ્ટેશન છે. આ ફિલ્મથી સુશાંતના મિત્ર અને કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબરાએ ડિરેક્ટર તરીકે ડેબ્યુ કર્યું છે. જ્યારે ફિલ્મની લીડ એક્ટ્રેસ સંજના સાંઘીની પણ આ ડેબ્યુ ફિલ્મ છે. ફિલ્મમાં સૈફ અલી ખાનનો સ્પેશિયલ અપિઅરન્સ છે. આ ફિલ્મ 24 જુલાઈના ડિઝની પ્લસ હોટસ્ટાર પર બધા માટે ફ્રીમાં સ્ટ્રીમ થશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
AR Rahman to pay virtual tribute to Sushant Singh Rajput


from Divya Bhaskar https://ift.tt/32Gh06f
https://ift.tt/32LbSy5

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...