Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/21/7_1595316950.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/21/7_1595316950.jpg. Show all posts

Tuesday, July 21, 2020

ચાહકોનો આભાર માન્યો, કહ્યું- આનાથી વધુ કરવાનું મન થાય છે પરંતુ શરીર આની પરવાનગી આપતું નથી

મુંબઈની નાણાવટી હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં અમિતાભ બચ્ચનનો 21 જુલાઈ, મંગળવારના રોજ 11મો દિવસ છે. અહીંયા અમિતાભની કોરોનાની સારવાર ચાલી રહી છે. અમિતાભ સતત સોશિયલ મીડિયામાં ચાહકોનો આભાર માની રહ્યા છે. હાલમાં જ બિગ બીએ બ્લોગમાં ચાહકોના પ્રેમ તથા પ્રાર્થનાને લઈ વાત કરી હતી.

બ્લોગની શરૂઆતમાં બિગ બીએ રોજની જેમ પોતાના કેટલાંક ચાહકોને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. ત્યારબાદ બિગ બીએ કહ્યું હતું,

આ જ શાંતિ તથા અનિશ્ચિતતા છે...આ જીવનની પ્રકૃતિનું આશ્ચર્ય છે. આ જ આપણી સામે પ્રત્યેક ક્ષણ અને આપણાં દરેક જીવિત દિવસ આપણી સામે આવે છે.

કયા વિચારો આપણને મુશ્કેલી આપે છે.... ક્યારેય પસાર થઈ ગયેલા સામાન્ય દિવસોમાં નિરાંતે બેસીને વિચાર્યું નહોતું પરંતુ હવે નિયમિત રીતે આમ કરું છું. બેસું છું, વિચારું છું અને જ્યાં ક્યારેય જોયું નહોતું ત્યાં જોઉં છું.

આ પરિસ્થિતિઓમાં વિચાર ઝડપથી અને સ્પષ્ટતા સાથે આવે છે. પહેલાં આ જ વિચારો દુવિધામાં નાખતા હતા. તે હંમેશાંથી ત્યાં છે પરંતુ તેમની હાજરીને મન શાંત રાખતું હતું, કારણ કે મનની પાસે કરવા માટે બહુ બધી સક્રિય વસ્તુઓ હતી. હાલમાં તો મન એકદમ નિષ્ક્રિય પડ્યું છે. મન હવે પહેલાં કરતાં સ્વતંત્ર છે. હવે તે પહેલાં કરતાં વધુ વિચારો કરે છે અને હું ઉત્સુક છું કે તે યોગ્ય છે કે નહીં.

એક ભટકતું મન પોતાની જટિલ અનિશ્ચિતાઓને કારણે આપણે ક્યારેય સાંભળ્યું કે જોયું ના હોય તેવી જગ્યા તરફ લઈ જાય છે. આથી જ તમે તેની આગળ ઝૂકી જાવ છે, તેને સહન કરો છો અને તેને જીવો છે. તે સમયે તેની સાથે પ્રેમ કરો છો... આને દૂર રાખવા ઈચ્છો છો પરંતુ તેને દૂર કરવાને બદલે પોતાની પાસે રાખો, ગળે લગાવો અને સ્વીકાર કરો.

ત્યારે તે સમયના વિચારકો તથા દૂરદર્શી લોકોની પ્રશંસા છે...લેખક, કવિ, દાર્શનિક, વૈજ્ઞાનિકો પોતાની ઉચ્ચ બુદ્ધિક્ષમતાની સાથે પોતાના માટે અને ઘણીવાર માનવતાની ભલાઈ માટે આમ કરે છે, આમાં આપણાં જેવા સામાન્ય લોકો ભાગ લેતા નથી, આપણાં માટે આ અલૌકિક છે પરંતુ જે વસ્તુઓ તેમને આમ કરવા માટે પ્રેરે છે, તે તેમની પ્રતિભાનું રહસ્ય છે.

હોસ્પિટલના રૂમમાં મનને બીજે વાળવાનો પ્રયાસ કરું છું. બેચેની સતત પ્રતિક્રિયા શોધે છે. એક કનેક્ટ માટે...કોઈ બાબતનો જવાબ આપવા માટે, તેનાથી થોડું વધારે કરવાનું મન થાય છે.

મને ખ્યાલ છે કે તમે લોકો દર કલાકે પોતાની પ્રાર્થનાઓ તથા ચિંતાઓ મોકલી રહ્યા છો અને હું માત્ર હાથ જોડી રહ્યો છું.

હેલ્થ અપડેટ
77 વર્ષીય અમિતાભ તથા 44 વર્ષીય અભિષેકનો 11 જુલાઈના રોજ કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો અને પછી તેઓ હોસ્પિટલમાં દાખલ થયા હતા. ત્યારબાદ છ દિવસ પછી એટલે કે 17 જુલાઈના રોજ વહુ ઐશ્વર્યા રાય તથા પૌત્રી આરાધ્યાની તબિયત ખરાબ તેમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યાં હતાં. ચારેયની તબિયત સારી છે. માનવામાં આવે છે કે બિગ બી તથા અભિષેકને એકાદ-બે દિવસમાં નોર્મલ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવશે. આ અઠવાડિયે બચ્ચન પરિવારના ચારેય સભ્યોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવે તેવી શક્યતા છે. તમામની સારવાર ડૉ. બર્વે તથા ડૉ. અંસારીની દેખરેખ હેઠળ થઈ રહી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
amitabh bachchan thanked fans and write in blog


from Divya Bhaskar https://ift.tt/3eNGJfE
https://ift.tt/39ggL3b

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...