Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/21/8_1595329467.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/21/8_1595329467.jpg. Show all posts

Tuesday, July 21, 2020

પોલીસે ફિલ્મ ક્રિટિક રાજીવ મસંદની પૂછપરછ કરી, નામ લીધા વગર સુશાંતને ‘સ્કર્ટ ચેઝર’ કહ્યો હતો

સુશાંત સિંહ રાજપૂતે 14 જૂનના રોજ આત્મહત્યા કરી હતી અને ત્યારબાદથી પોલીસે 35થી વધુ વ્યક્તિઓની પૂછપરછ કરી હતી. આજે એટલે કે 21 જુલાઈના રોજ પોલીસે ફિલ્મ ક્રિટિક રાજીવ મસંદની પૂછપરછ કરી હતી. રાજીવ પર આક્ષેપ મૂકવામાં આવ્યો છે કે તેણે સુશાંતને લઈ બ્લાઈન્ડ આઈટમ્સ લખી હતી અને સુશાંતની ફિલ્મને નેગેટિવ રેટિંગ આપ્યું હતું.

રાજીવ મસંદે 20 સપ્ટેમ્બર, 2017ના રોજ ઓપન મેગેઝીનમાં નામ લીધા વગર એક એક્ટરની વાત કરી હતી. હવે, ચાહકો એવું માને છે કે આ આર્ટિકલ્સ સુશાંતને લઈને જ લખવામાં આવ્યા હતા. જોકે, દિવ્ય ભાસ્કર ક્યારેય આ પ્રકારના આર્ટિકલ્સની ખરાઈની પુષ્ટિ કરતું નથી. બ્લાઈન્ડ આઈટમ એટલે કે એવા નનામા ન્યૂઝ કે જેમાં કોઈ પણ વ્યક્તિનું નામ લખવામાં આવતું નથી.

આર્ટિકલમાં શું કહેવામાં આવ્યું હતું?
એક યુવાન એક્ટરે હાલમાં જ પોતાના મેન્ટર સાથે ફિલ્મ કરી. આઉટડોર શૂટિંગમાં એક્ટરે યુનિટને દિવસે તારા બતાવી દીધા હતા. આમ તો એક્ટર પોતાને એકદમ કૂલ ગણાવે છે. જોકે, ક્રૂના મતે, આ એક્ટર અસલામતીથી પીડાય છે.

સેટ પરથી સાંભળેલી વાતો પ્રમાણે તેણે પોતાના ડિરેક્ટરને પણ હેરાન કર્યો હતો. ક્રૂના સભ્યો એક્ટ્રેસને થોડું પણ પેમ્પર કરે તો એક્ટર નારાજ થઈ જતો હતો. કેટલાંક તો ત્યાં સુધી કહેતાં હતાં કે એક્ટ્રેસની માતા સતત આ એક્ટર પર ધ્યાન રાખતી હતી. આમ પણ આ એક્ટરની ઈમેજ ‘સ્કર્ટ ચેઝર’ની છે.

29 નવેમ્બર, 2019ના રોજ રાજીવ મસંદે અન્ય એક બ્લાઈન્ડ આઈટમલખી હતી. આ આર્ટિકલ પ્રમાણે,

જ્યારે કોઈ જાણીતો સ્ટૂડિયો પોતાની ફિલ્મ રિલીઝમાં મોડું કરે ત્યારે એ વાત સ્પષ્ટ થઈ જાય કે કંઈક તો લોચો છે. આ ફિલ્મને સ્ટૂડિયોએ ઈન-હાઉસ પ્રોડ્યૂસ કરી હતી. આ ફિલ્મ માટે ખર્ચ પણ કરવામાં આવ્યો હતો. એટલું એવું તો છે કે નહીં કે કોઈ કારણ વગર ફિલ્મને મોડી રિલીઝ કરવામાં આવે.

એક્ટરનું નામ સ્કેન્ડલમાં આવ્યા બાદ સ્ટૂડિયોને ખ્યાલ આવી ગયો કે દર્શકોને હવે આ ટેલેન્ટમાં બિલકુલ રસ નથી. સ્ટૂડિયોએ આ વાતને નકારવાનો ઘણો જ પ્રયાસ કર્યો હતો પરંતુ હવે એક્ટરને જ પોતાનામાં રસ નથી. હાલમાં જ તેણે એક બિગ હિટ ફિલ્મ આપી હતી. આ વાત પણ એક્ટરને કોઈ મદદરૂપ સાબિત થઈ શકી નહીં અને ફિલ્મના ડિરેક્ટરનું નામ પણ આવા જ એક સ્કેન્ડલમાં આવી ચૂક્યું હતું અને તેની પર સવાલ કરવામાં આવ્યા હતા.

સૂત્રો પ્રમાણે, સ્ટૂડિયો માને છે કે દર્શકોની યાદશક્તિ બહુ જ ટૂંકી હોય છે અને તેથી જ આ વાતનો ફાયદો ઉઠાવીને સ્ટૂડિયો હવે આ ફિલ્મને ઉનાળામાં રિલીઝ કરશે. સ્ટૂડિયોને વિશ્વાસ છે કે ફિલ્મની રિલીઝ ડેટ નજીક આવશે ત્યારે દર્શકોમાં ફિલ્મ તથા એક્ટરને લઈ વધુ ઉત્સાહ જોવા મળશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Police interrogate film critic Rajiv Masand, calling actor 'skirt chaser' without naming him


from Divya Bhaskar https://ift.tt/3fJ8TcW
https://ift.tt/3fNtOf9

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...