Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/21/vicky-kaushal1595264114_1595309351.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/21/vicky-kaushal1595264114_1595309351.jpg. Show all posts

Tuesday, July 21, 2020

લોકડાઉનમાં વિકી કૌશલને યશરાજ ફિલ્મ્સની ઓફર મળી, ટૂંક સમયમાં એક સિચ્યુએશનલ કોમેડી ફિલ્મ બનાવશે

રવિવારે સાઉથના પચાસ વર્ષ જુના ફિલ્મ પ્રોડક્શન હાઉસે દીપિકા પાદુકોણ અને પ્રભાસ સાથેની ફિલ્મ અનાઉન્સ કરી ત્યારબાદ હવે બીજા અન્ય મોટા પ્રોડક્શન હાઉસ યશરાજ ફિલ્મ્સે પણ એક નવી ફિલ્મ લાઈન અપ કરી છે. વિકી કૌશલ સાથે એક મોટી ફિલ્મ સાઇન કરવામાં આવી છે. ટ્રેડ સૂત્રોથી લઈને વિકી કૌશલના નજીકના લોકોએ આ વાતની પુષ્ટિ કરી છે.

સૂત્રોએ જણાવ્યું કે, આ એક સિચ્યુએશનલ કોમેડી ફિલ્મ હશે પણ ડબલ ધમાલ અને ગોલમાલ ફિલ્મ જેવી નહીં હોય. આ ફિલ્મ ઋષિકેશ મુખર્જીની ફિલ્મ જેવી હશે. લોકડાઉન દરમ્યાન વિકી કૌશલ સાથે ફિલ્મની વાત ચાલી રહી હતી અને આ વાતની પુષ્ટિ પણ કરવામાં આવી છે.

વિકી કૌશલના કરિયરની પહેલી કોમેડી ફિલ્મ હશે
વિકી કૌશલના કરિયરની આ પહેલી કોમેડી ફિલ્મ હશે. પ્રોડક્શન હાઉસને તેનો કોમિક ટાઈમિંગ પસંદ આવ્યો છે માટે જ તેઓ વિકી સાથે કોમેડી ફિલ્મ બનાવી રહ્યા છે. ફિલ્મની સ્ક્રિપ્ટ યશરાજ સ્ટુડિયોઝની છે જેને ઇનહાઉસ જ ડેવલપ કરવામાં આવી છે.

આવતા એક-બે મહિનામાં ફિલ્મ અનાઉન્સ થશે
ફિલ્મનું અનાઉન્સમેન્ટ આવી સ્થિતિમાં નહીં થાય. સૂત્રોએ જણાવ્યું કે આ ફિલ્મનું ઓફિશિયલ અનાઉન્સમેન્ટ ઓગસ્ટ અથવા સપ્ટેમ્બરમાં થશે. ટ્રેડ એનાલિસ્ટે કહ્યું કે, વોર જેવી સ્ટાઈલાઈઝ એક્શન ફિલ્મ બાદ યશરાજ પ્રોડક્શનની અન્ય એક્શન ફિલ્મ શમશેરા પણ છે. આ સિવાય પૃથ્વીરાજ ચૌહાણ જેવી ઐતિહાસિક વોર ડ્રામા પણ છે. હવે પ્રોડક્શન હાઉસ સિને લવર્સ માટે કોમેડી ફિલ્મ લઈને આવી રહ્યા છે.

ડિરેક્ટર હજુ ફાઇનલ નથી થયા
ફિલ્મ ઉરીથી વિકીની ઇમેજ એક એક્શન હીરો તરીકે સ્થાપિત થઇ હતી પણ તે ખુદને સ્ટીરિયોટાઈપ રાખવા નથી ઈચ્છતો. માટે તે કોમેડી પણ ટ્રાય કરવા ઈચ્છે છે. ફિલ્મના ડિરેક્ટર કોણ હશે આ વાતનો નિર્ણય હજુ નથી લેવાયો. જોકે, શરત કટારીયા, વિજય કૃષ્ણ આચાર્ય અને સિદ્ધાર્થ આનંદ પ્રોડક્શન હાઉસના ઇનહાઉસ ટેલેન્ટ રહ્યા છે. વિજય અત્યારસુધી એક્શન ફિલ્મ કરતા રહ્યા છે. આવામાં દમ લગા કે હઈશા અને સુઈ ધાગા જેવી સિચ્યુએશનલ કોમેડી ફિલ્મ બનાવનાર શરત કટારીયાનું નામ ફાઇનલ થઇ શકે છે.

વિકીના પિતા યશરાજના સ્ટંટ ડિઝાઇનર હતા
વિકી કૌશલના પિતા શ્યામ કૌશલ પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જ હતા. તેઓ યશરાજની ફિલ્મો માટે સ્ટંટ ડિઝાઇન કરવાનું કામ કરતા હતા. તેમણે યશરાજની જબ તક હૈ જાન, મેરે બ્રધર કી દુલ્હન, ગુન્ડે, કાબુલ એક્સપ્રેસ, ન્યૂયોર્ક, ઇશકજાદે, ઓરંગઝેબ, ધૂમ 3 અને કિલ દિલ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Yashraj Films Locked Vicky Kaushal During Lockdown For A Comic Caper May Direct Sharat Katariya


from Divya Bhaskar https://ift.tt/3jzq7Mm
https://ift.tt/3fO8WEj

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...