Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/22/2_1595386260.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/22/2_1595386260.jpg. Show all posts

Wednesday, July 22, 2020

પોલેન્ડના વિદ્યાર્થીઓએ હરિવંશ રાય બચ્ચનના કાવ્યસંગ્રહ ‘મધુશાલા’માં અવાજ આપ્યો, બિગ બીએ કહ્યું,આંસુ આવી ગયાં

અમિતાભ બચ્ચન છેલ્લાં 11 દિવસથી નાણાવટી હોસ્પિટલમાં દાખલ છે પરંતુ તેઓ સોશિયલ મીડિયામાં એક્ટિવ છે. હાલમાં જ બિગ બીએ યુનેસ્કો દ્વારા સિટી ઓફ લિટરેચરનો દરજ્જો મેળવનાર પોલેન્ડના વ્રોકલો શહેરનો એક વીડિયો શૅર કર્યો હતો. આ વીડિયોમાં યુનિવર્સિટીના કેટલાંક વિદ્યાર્થીઓ બિગ બીના પિતા ડૉ. હરિવંશ રાય બચ્ચનની લોકપ્રિય રચના ‘મધુશાલા’ ગાતા જોવા મળ્યાં હતાં. બિગ બી આ વીડિયો જોઈને ભાવુક થયા હતા અને તેમની આંખમાંથી આંસુ વહેવવા લાગ્યા હતા.

અમિતાભે કહ્યું, મારી આંખમાંથી આંસુ આવવા લાગ્યા
અમિતાભે વીડિયો શૅર કરીને કહ્યું, મારી આંખમાંથી આંસુ આવી ગયા. પોલેન્ડના વ્રોકલો શહેરને યુનેસ્કોએ સિટી ઓફ લિટરેચરથી સન્માનિત કર્યું હતું. આજે યુનિવર્સિટીના ટેરેસ પર વિદ્યાર્થીઓએ બાબુજીની મધુશાલા ગાઈ. તેમણે સંદેશ આપ્યો કે વ્રોકલો ડૉ. હરિવંશ રાય બચ્ચનનું શહેર છે.

સિટી ઓફ લિટરેચર સન્માન એટલે શું?
સિટી ઓફ લિટરેચર યુનેસ્કોના વ્યાપક ‘ક્રિએટિવ સિટી નેટવર્ક’ના સાત ક્રિએટિવ ફિલ્ડમાંથી એક છે. 2004માં આ નેટવર્ક લોન્ચ કરવામાં આવ્યું હતું. લિટરેચર ઉપરાંત નેટવર્કમાં અન્ય ક્રિએટિવ ફિલ્ડ ક્રાફ્ટ અને ફોક આર્ટ્સ, ડિઝાઈન, ફિલ્મ, ગેસ્ટ્રોનોમી, મીડિયા આર્ટ્સ એન્ડ મ્યૂઝિક છે. સિટી ઓફ લિટરેચરમાં સામેલ થવા માટે જે-તે શહેરે યુનેસ્કોના માપદંડમાંથી પસાર થવું પડે છે. વ્રોકલોને 2019માં આ સન્માન આપવામાં આવ્યું હતું.

બિગ બી હોસ્પિટલમાં પિતાને યાદ કરે છે
હોસ્પિટલમાં અમિતાભ બચ્ચન પિતાને ઘણાં જ યાદ કરી રહ્યા છે અને તેમની કવિતા સોશિયલ મીડિયામાં શૅર કરે છે. હાલમાં જ ડોક્ટર્સને એક કવિતા સમર્પિત કરી હતી. બચ્ચન પરિવારના ચાર સભ્યો (બિગ બી, અભિષેક, ઐશ્વર્યા તથા આરાધ્યા) હાલમાં નાણાવટી હોસ્પિટલમાં કોવિડ 19ની સારવાર હેઠળ છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
amitabh bachchan emotional after watching Poland University students' recitation of father Dr Harivansh Rai Bachchan's 'Madhushala'!


from Divya Bhaskar https://ift.tt/2D0584c
https://ift.tt/2ONkMCY

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...