Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/22/3_1595388126.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/22/3_1595388126.jpg. Show all posts

Wednesday, July 22, 2020

અનુભવ સિંહાએ ટ્વિટર પર બોલિવૂડમાંથી રાજીનામું આપ્યું, હંસલ મહેતા-સુધીર મિશ્રાએ પણ સાથ આપ્યો

બોલિવૂડમાં આજકાલ નેપોટિઝ્મ તથા કેમ્પબાજીનો મુદ્દો જોરશોરથી ચર્ચાઈ રહ્યો છે. દલીલો, આરોપો-પ્રત્યારોપોના સમયમાં બોલિવૂડ બે હિસ્સામાં વહેંચાઈ ગયું છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા ફિલ્મમેકર્સ અનુભવ સિંહા, હંસલ મહેતા તથા સુધીર મિશ્રાએ બોલિવૂડમાંથી રાજીનામું આપ્યું છે. અનુભવ સિંહાએ પોતાના નામની પાછળ Not Bollywood લખ્યું છે. અનુભવ બાદ અન્ય બે ફિલ્મમેકર્સે પણ અનુભવને સાથ આપીને પોતાને બોલિવૂડથી અલગ કરી દીધા છે.

ટ્વીટ્સ કરીને પોતાનો નિર્ણય જણાવ્યો
અનુભવે ટ્વીટ કરીને કહ્યું, હવે હું બોલિવૂડમાંથી રાજીનામું આપું છું. હવે આનો જે અર્થ કરવો હોય તે કરો. જોકે, અનુભવના ચાહકો માટે ચિંતા કરવાની કોઈ વાત નથી, કારણ કે તેઓ ફિલ્મ બનાવવાનું બંધ કરવા નથી. તે માત્ર બોલિવૂડથી દૂર ગયા છે. તેમણે બોલિવૂડમાંથી રાજીનામું આપ્યું છે પરંતુ પોતાના કામથી નહીં. અનુભવે ટ્વિટર યુઝર્સના સવાલોના જવાબ આપતાં કહ્યું હતું કે તેઓ ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે ફિલ્મ બનાવતા રહેશે.

સપોર્ટમાં બે ફિલ્મમેકર્સ
અનુભવનો સપોર્ટ સૌ પહેલાં સુધીર મિશ્રાએ કર્યો હતો અને કહ્યું હતું, બોલિવૂડ શું છે? અમે તો અહીંયા સત્યજીત રે, રાજ કપૂર, ગુરુ દત્ત, બિમલ રૉય, મૃણાલ સેને બનાવેલા સિનેમાથી પ્રેરિત થઈને આવ્યા હતા અને હંમેશાં માટે અહીંયા રહીશું. હંસલ મહેતાએ પણ કહ્યું હતું, છોડી દીધું, આ ક્યારેય પહેલાં નંબર પર નહોતું.

અનુભવ સિંહા ‘તુમ બિન’, ‘આર્ટિકલ 15’ તથા ‘થપ્પડ’ જેવી ફિલ્મ માટે જાણીતા છે. તેમની ફિલ્મની વાર્તા મુખ્ય મુદ્દાઓની આસપાસ ફરતી હોય છે. અનુભવે પોતાના ચાહકોના કેટલાંક સવાલના જવાબમાં કહ્યું હતું કે હવે તેઓ કોઈ અન્ય વૂડના બંધનમાં બંધાશે નહીં.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Anubhav Sinha resigns from Bollywood on Twitter, Hansal Mehta-Sudhir Mishra also join


from Divya Bhaskar https://ift.tt/2CXtXxK
https://ift.tt/39iDtaV

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...