Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/22/amitabh-helth-update1595338794_1595398379.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/22/amitabh-helth-update1595338794_1595398379.jpg. Show all posts

Wednesday, July 22, 2020

બુધવારે ફરીવાર અમિતાભ અને તેમના પરિવારનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે, આ અઠવાડિયામાં હોસ્પિટલમાંથી રજા મળી શકે છે

મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં એડમિટ બચ્ચન પરિવારની હેલ્થ વિશે એક અપડેટ આવી છે. રિપોર્ટ્સ મુજબ, અમિતાભ, અભિષેક, ઐશ્વર્યા અને આરાધ્યા હાલ એકદમ સ્વસ્થ છે અને બુધવારે તેમનો ફરી કોરોના ટેસ્ટ કરવામાં આવશે. જેથી ખબર પડે કે તેઓ કોરોના ફ્રી થયા કે નહીં.

77 વર્ષીય અમિતાભ ધીરે- ધીરે રિકવર થઇ રહ્યા છે
ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ હોસ્પિટલ સાથે સંકળાયેલ સૂત્રોના હવાલે જણાવ્યું કે, 44 વર્ષીય અભિષેક, 46 વર્ષીય ઐશ્વર્યા અને 8 વર્ષીય આરાધ્યાની તબિયતમાં ઝડપથી સુધારો આવી રહ્યો છે. જ્યારે 77 વર્ષીય અમિતાભ ધીરે- ધીરે રિકવર થઇ રહ્યા છે.

રિપોર્ટમાં લખ્યું હતું કે, તેઓ હાલ સ્વસ્થ છે. સારવારની અસર સારી રીતે થઇ રહી છે. તેઓ આઇસોલેશન વોર્ડમાં છે. અમિતાભ અને અભિષેક હજુ એક-બે દિવસ હોસ્પિટલમાં રહેશે. ઐશ્વર્યાને કફ હતો, અત્યારે તે સ્વસ્થ છે. ઐશ્વર્યા અને આરાધ્યા હજુ થોડા વધુ દિવસ હોસ્પિટલમાં જ રહેશે.

ડોક્ટર્સ બિગ બી પર ખાસ ધ્યાન આપી રહ્યા છે
રિપોર્ટમાં સૂત્રોના હવાલે એવું પણ લખવામાં આવ્યું હતું કે, બિગ બીની મેડિકલ હિસ્ટ્રી જોઈને ડોક્ટર્સ તેમને સતત મોનિટર કરી રહ્યા છે. જ્યારે અભિષેકે એવો નિર્ણય લીધો છે કે પિતાને જ્યાં સુધી ડિસ્ચાર્જ કરવામાં નહીં આવે ત્યાં સુધી તે હોસ્પિટલ જ રહેશે ભલે તે સંપૂર્ણપણે રિકવર થઇ ગયો હોય. આશા છે કે આ અઠવાડિયામાં આખા બચ્ચન પરિવારને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવે.

અમિતાભ સતત ફેન્સનો આભાર માની રહ્યા છે
બચ્ચન પરિવારના સારા સ્વાસ્થ્ય માટે લોકો પ્રાર્થના કરી રહ્યા છે. બિગ બી તેમના ફેન્સને તેમનો પરિવાર જ ગણે છે. હોસ્પિટલમાં એડમિટ હોવા છતાં તેઓ સતત બ્લોગ અને સોશિયલ મીડિયા અપડેટ કરતા રહે છે. તેમણે લોકોનો આભાર માનવા સોશિયલ મીડિયા પર ઘણી પોસ્ટ શેર કરી છે.

11 જુલાઈથી હોસ્પિટલમાં એડમિટ
અમિતાભ અને અભિષેકનો આજ હોસ્પિટલમાં બારમો દિવસ છે. તેઓને 11 જુલાઈના રોજ એડમિટ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ 6 દિવસ પછી 17 જુલાઈના ઐશ્વર્યા અને આરાધ્યાની તબિયત બગડતા તેમને પણ હોસ્પિટલ એડમિટ કરવામાં આવ્યા. બધાની સારવાર ડો. બર્વે અને ડો. અન્સારીની દેખરેખ હેઠળ થઇ રહી છે. આ બંને ડોક્ટર્સ ઘણા સમયથી બચ્ચન પરિવારના મેડિકલ કન્સલ્ટન્ટ છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
જયા બચ્ચન સિવાય આખો બચ્ચન પરિવાર 11 જુલાઈથી કોરોના વાઇરસ સામે જંગ લડી રહ્યો છે


from Divya Bhaskar https://ift.tt/2CrecQ1
https://ift.tt/2OJ7VBt

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...