Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/23/swara-kangana1595491183_1595500156.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/23/swara-kangana1595491183_1595500156.jpg. Show all posts

Thursday, July 23, 2020

કંગના પર સ્વરાને અપશબ્દો કહેવાના આરોપ પર કંગનાની ઓનસ્ક્રીન માતા નવની પરિહારની પ્રતિક્રિયા, તનુ વેડ્સ મનુ ફિલ્મના સેટ પર કંગનાનું વર્તન કેવું હતું જણાવ્યું

કંગના રનૌતે સ્વરા ભાસ્કર, તાપસી પન્નુ અને રિચા ચઢ્ઢાને ચાપલૂસ અને બી ગ્રેડ એક્ટ્રેસ કહી હતી. ત્યારબાદ ટ્વિટર પર વિવાદ શરૂ થઇ ગયો છે. તાપસી અને સ્વરા સતત તેમના મુદ્દા રાખીને કંગના પર વળતો પ્રહાર કરી રહી છે. આ દરમ્યાન બુધવારે સ્વરાએ એક ટ્વીટ શેર કર્યું હતું જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, કંગનાએ તેને તનુ વેડ્સ મનુ ફિલ્મના સેટ પર 200 લોકોની સામે અપશબ્દો કહ્યા હતા. આ મુદ્દે હવે ફિલ્મમાં કંગનાની માતાનો રોલ પ્લે કરનાર એક્ટ્રેસ નવની પરિહારનું સ્ટેટમેન્ટ આવ્યું છે જેમાં તેમણે સ્વરાના આરોપને ખોટા ગણાવ્યા છે.

સ્વરાના આરોપ પર બિયોન્ડ બોલિવૂડ સાથેની વાતચીતમાં નવનીએ જણાવ્યું કે, આ પ્રકારની કોઈ ઘટના ફિલ્મના સેટ પર થઇ ન હતી. તેનું કહેવું છે કે, જો આવું તેમની ગેરહાજરીમાં થયું હોય તો તેમના સુધી વાત પહોંચી જ જાય કારણકે આ પ્રકારની વાતો તો સેટ પર છાની રહેતી જ નથી. સેટ પર મેકઅપ આર્ટિસ્ટ, સ્પોટ બોય, ક્રૂ મેમ્બર્સ હોય છે જે તરત જ આવી વાતો આખા સેટમાં ફેલાવી દે છે. મને આવું કઈ પણ યાદ નથી.

કંગનાના સેટ પર કોઈ નખરા ન હતા
સ્વરાએ શેર કરેલ ટ્વીટમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે, સેટ પર કંગના ઘણા નખરા કરતી હતી અને ખરાબ વર્તન કરતી હતી. આ બાબતે નવનીએ વાત કરી કે, તે ઘણી સારી છોકરી છે. મેં તેને ક્યારેય અન્ય વ્યક્તિ સાથે ખરાબ વર્તન કરતા નથી જોઈ. ખરાબ વર્તન તો દૂર મેં તેને ક્યારેય લોકો સાથે રૂડલી વાત કરતા પણ નથી સાંભળી. કોઈ નખરા ન હતા. તે શાંતિથી કામ કરતી અને કામ પર જ ધ્યાન આપીને ખૂબ મહેનત કરતી.

સ્વરા ભાસ્કરનું ટ્વીટ
કંગનાને સવાલ કરતા એક યુઝરે ટ્વીટ કર્યું હતું કે, કંગના રનૌત મેડમ, તમે આટલા નખરા કેમ કરો છો અને તમે 200 લોકોની સામે તનુ વેડ્સ મનુ રિટર્નના સેટ પર આઉટસાઈડર સ્વરા ભાસ્કરને અપશબ્દો કેમ કહ્યા હતા કારણકે જ્યારે તેમણે એક વખતમાં શોટ આપ્યો અને ડિરેક્ટરે કહ્યું હતું ગુડ શોટ. શું આ આઉટસાઈડર સાથે અયોગ્ય વર્તન કરવું નથી? આ રીટ્વીટ કરીને સ્વરાએ લખ્યું હતું કે, નેશનલ અવોર્ડ વિનર આઉટસાઈડર સ્ટારનો જરૂરિયાતમંદ આઉટસાઈડરને સપોર્ટ, લગભગ 2014. હેપ્પી મેમરી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Kangana's onscreen mother's reaction to the accusation of insulting her voice on Kangana, Tanu Wads Manu reveals Kangana's behavior on the set of the film


from Divya Bhaskar https://ift.tt/3f156qt
https://ift.tt/32ZhAwr

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...