Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/23/tahir-raj1595430112_1595502683.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/23/tahir-raj1595430112_1595502683.jpg. Show all posts

Thursday, July 23, 2020

તાહિર રાજ ભસન એક્ટ્રેસ તાપસી પન્નુ સાથે લૂપ લપેટા ફિલ્મમાં જોવા મળશે, જર્મન ફિલ્મ રન લોલા રનની હિન્દી રીમેક

એક્ટર તાહિર રાજ ભસન જે ક્રાઇમ ડ્રામા મર્દાનીથી લઈને મંટો જેવી બાયોપિક, ફોર્સ 2 જેવી એક્શન થ્રિલર અને છિછોરે જેવી સોશિયલ ડ્રામા ફિલ્મોમાં કામ કરી ચૂક્યો છે. હવે તેની આગામી બે ફિલ્મો પણ એકદમ અલગ છે. ક્રિક્રેટ વર્લ્ડ કપ પર આધારિત ફિલ્મ 83માં સુનિલ ગાવસ્કરના રોલમાં અને કોમિક થ્રિલર જર્મન ફિલ્મ રન લોલા રનની હિન્દી રીમેકમાં તાપસી પન્નુ સાથે દેખાશે.

તાહિરે કહ્યું કે, હું લૂપ લપેટા ફિલ્મને લઈને ઘણો ઉત્સુક છું. આ ચાલાકી અને રોમાન્સનો ટચ ધરાવતી બેસ્ટ ફિલ્મ છે. રોલની વાત કરું તો આ રોલ મારા પહેલાંના કામની સરખામણીએ હળવો છે પણ ઘણો એડવેન્ચરસ રોલ છે. આજની ઓડિયન્સ ઘણી સજાગ છે અને તેઓ ગુણવત્તાવાળી સ્ટોરી પસંદ કરે છે, જેને અલગ રીતે રજૂ કરી હોય. મને ભરોસો છે કે ઓડિયન્સને આ ફિલ્મ ગમશે. ફિલ્મને અતુલ કસ્બેકર અને તનુજ ગર્ગ પ્રોડ્યુસ કરી રહ્યા છે એટલે મને ખબર છે અમે સુરક્ષિત હાથમાં છીએ. ડિરેક્ટર આકાશ ભાટિયા તેની આગવી અદાથી ફિલ્મની અપીલ વધારશે.

84 ફિલ્મ વિશે તાહિરે કહ્યું કે, ફિલ્મનું શૂટિંગ ઘણું સરસ રહ્યું અને તેમાં કામ કરવાનું સૌથી મોટું કારણ હતું તે સ્કેલ અને ઝીણવટને ફીલ કરવી જેની કલ્પના કબીર ખાને આ ફીલ્મને લઈને કરી હતી. અમે યુકેમાં ટ્રેનિંગ કરતા 3 મહિના પસાર કર્યા અને અમે તે દેશના દરેક આઇકોનિક ક્રિકેટ સ્ટેડિયમમાં શૂટિંગ કરતા રહ્યા.

અપકમિંગ ફિલ્મોની રાહ
એક એક્ટર તરીકે તમારે ફિલ્મ બનવાની પ્રોસેસ, સ્ટોરી અને તમારા રોલ પર પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. લૂપ લપેટા આ વર્ષે શરૂ થનાર એક સારી ફિલ્મ સાબિત થવાની છે અને તેના માટે હું આતુરતાપૂર્વક રાહ જોઈ રહી છું. આ ફિલ્મની રિલીઝ ડેટ 29 જાન્યુઆરી 2021 છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Tahir Raj Bhasan will be seen in a loop-wrapped film with actress Tapasi Pannu, a Hindi remake of the German film Run Lola Run


from Divya Bhaskar https://ift.tt/3jBEVds
https://ift.tt/2WQGOsV

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...