Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/24/1_1595571365.gif. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/24/1_1595571365.gif. Show all posts

Friday, July 24, 2020

વિદ્યા બાલને ‘શકુંતલા દેવી’ના ગેટઅપમાં આવવા માટે 60થી 65 વાર કપડાં બદલ્યાં હતાં: નિહારિકા ખાન

ફેશન ડિઝાઈનર નિહારિકા ખાન લાંબા સમયથી વિદ્યા બાલનનાંકપડાં ડિઝાઈન કરે છે. ‘ધ ડર્ટી પિક્ચર’માં સિલ્ક સ્મિતાથી લઈને હવે ‘શકુંતલા દેવી’ માટે પણ નિહારિકાએ જ આઉટ ફિટ તૈયાર કર્યાં છે. દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં નિહારિકાએ શકુંતલા દેવીનાં ગેટઅપને તૈયાર કરવાની પ્રોસેસ શૅર કરી હતી.

વિદ્યાનો ગેટઅપ કેવી રીતે તૈયાર કર્યો?
અમે બંનેએ બે-વાર સાથે કામ કર્યું છે. તેને મારી પર બહુ જ વિશ્વાસ છે. આ ફિલ્મ માટે મેં બહુ રિસર્ચ કર્યું હતું. ફિલ્મમાં શકુંતલા દેવીની 40 વર્ષની સફર બતાવવામાં આવી છે. ફેશન દર 10 વર્ષે બદલાતી હોય છે. રિસર્ચ કર્યાં બાદ વિદ્યાને ધ્યાનમાં રાખીને આઉટ ફિટ તૈયાર કર્યાં હતાં.

‘ડર્ટી પિક્ચર’ પછી શકુંતલા દેવીમાં વિદ્યાને કેવી રીતે તૈયાર કરી?
બંને ફિલ્મ બાયોપિક છે. આથી બંને હસ્તીઓનું નજીકથી નિરીક્ષણ કર્યું હતું. આ બંનેની ડ્રેસિંગ સેન્સમાં વિદ્યા કેવી રીતે ફિટ થાય છે, તે વિચાર્યા બાદ એક્ટ્રેસને તૈયાર કરી હતી. ફિલ્મમાં થોડી લિબર્ટી લેવી પડે છે. ઓડિયન્સને વિદ્યાનાં તે કપડાં પસંદ આવશે કે નહીં તેનું પણ ધ્યાન રાખવું પડે છે. ઘણીવાર વાસ્તવિકતાની વધુ નિકટ રહીએ તો દર્શકોને તે વાત પસંદ આવતી નથી.

કૉસ્ટ્યૂમ કેટલીવાર બદલવામાં આવ્યા છે?
શકુંતલા દેવીના પાત્ર માટે વિદ્યાએ ફિલ્મમાં 60થી 65 વાર કપડાં બદલ્યાં છે. ‘ડર્ટી પિક્ચર’માં આનાથી ડબલ એટલે કે 120-130 વાર કપડાં ચેન્જ કર્યાં હતાં.

વિદ્યા બાલનને સાડીઓ અંગે સારી એવી માહિતી છે તો તેમના તરફથી કોઈ ઈનપુટ આવ્યાં હતાં?
મારા કરતાં વિદ્યા બાલનને સાડીઓ અંગે વધુ ખબર પડે છે. અમે ફિલ્મમાં સાઠથી લઈ એંસીના દાયકાની ફેશનને આવરી લીધી છે. આ સાથે જ દરેક રાજ્યમાં સાડી પહેરવાની સ્ટાઈલ અલગ હોય છે. 12થી વધુ રાજ્યોની સાડી પહેરવાની સ્ટાઇલ પર અભ્યાસ કર્યો અને ત્યારબાદ નક્કી કર્યું કે વિદ્યા બાલનને કેવાં પ્રકારની સાડી પહેરાવીશું. વિદ્યાએ મારી સાથે સાડીના ફૉલ અંગે પણ ચર્ચા કરી હતી.

ડિઝાઈનિંગમાં કઈ વાત પર ફોકસ વધુ કરો છો?
પ્રી-પ્રોડક્શન દરમિયાન રિસર્ચ માટે વધુ સમય મળે છે. ક્વૉરન્ટીન જેવો સમય રહ્યો તો એક વર્ષ જેટલો સમય મળી જાય. જોકે, આ ફિલ્મ માટે મને છેલ્લી ઘડીએ ફોન આવ્યો હતો અને તૈયારી માટે બહુ જ ઓછો સમય હતો. બહુ ઓછા સમયમાં મેં રિસર્ચ કર્યું હતું. હું DoP (ડિરેક્ટર ઓફ ફોટોગ્રાફર) સાથે કામ કરતી હોઉં છું. વચ્ચે વચ્ચે ડિરેક્ટરના સૂચનો મળતા હોય છે. DoP ફિલ્મમાં કયો રંગ રાખે છે, તેને આધારે આઉટ ફિટ મેચ કરું છું.

સાન્યા મલ્હોત્રાના આઉટ ફિટને લઈ તમારા મનમાં શું કોન્સેપ્ટ હતાં?
કૉસ્ટ્યૂમ ડિઝાઈન એક પૂરી પ્રોસેસ છે. હું આખી ફિલ્મ માટે કૉસ્ટ્યૂમ ડિઝાઈન કરું છું. કેરેક્ટર ડિવેલપ્મન્ટને ધ્યાનમાં રાખું છું. ઈકોનોમિક બેકગ્રાઉન્ડથી લઈને કેરેક્ટરના જીવનમાં શું ઊથલપાથલ થઈ છે તે તમામ બાબતો ધ્યાનમાં લઈને આઉટ ફિટ તૈયાર કરું છું. અમિત સાધ પણ આમાં જોવા મળશે. હું 60ના દાયકામાં 70 દાયકાની ડિઝાઈન કરું તો કેવું લાગે. બીજી વાત એ કે વિદ્યા તથા સાન્યાનું પાત્ર એકદમ અલગ છે. બંનેએ ફિલ્મમાં માતા-દીકરીનો રોલ પ્લે કર્યો છે અને તેથી જ બંનેની ડિઝાઈન અલગ રાખવામાં આવી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
vidya balan changed clothes 60 to 65 times to attend 'Shakuntala Devi' getup: Niharika Khan


from Divya Bhaskar https://ift.tt/2OPVrIi
https://ift.tt/3hIGwMP

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...