બોલિવૂડમાં ઘણા સેલેબ્સ અને તેમના પરિવારના લોકો કોરોનાનો શિકાર થઇ ગયા છે. સૌ પ્રથમ સિંગર કનિકા કપૂર કોરોના પોઝિટિવ આવી હતી અને હવે અન્ય સિંગરના ઘરે કોરોનાની એન્ટ્રી થઇ છે. સિંગર અભિજીત ભટ્ટાચાર્યના દીકરા ધ્રુવનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તે એક ટૂર માટે વિદેશ જવાનો હતો અને તેણે સાવચેતી માટે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો જે પોઝિટિવ આવ્યો. આ વિશે સિંગર અભિજીતે એક ન્યૂઝ ચેનલને જાણકારી આપી છે.
કોલકત્તામાં રહેતા અભિજીતે ABP ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, હા આ સાચું છે પણ ચિંતા જેવું કઈ નથી. મારા દીકરા ધ્રુવને કોરોનાના કોઈ લક્ષણ ન હતા. તે ઘરે જ છે અને હાલ સ્વસ્થ છે.
ધ્રુવ રેસ્ટોરાં ચલાવે છે
અભિજીતે જણાવ્યું કે, 28 વર્ષીય મારો દીકરો એક રેસ્ટરાં ચલાવે છે અને થોડા દિવસથી એક ઇન્ટરનેશનલ ટૂર પર જવાનું પ્લાનિંગ કરી રહ્યો હતો. આ જ કારણે તેણે સાવચેતી માટે કોરોના ટેસ્ટ કરાવ્યો અને ખબર પડી કે તે કોરોના પોઝિટિવ છે.
ત્રણ દિવસ પહેલાં કોરોનાની જાણ થઇ
અભિજીતે જણાવ્યું કે, ધ્રુવ તેનું પૂરું ધ્યાન રાખી રહ્યો છે અને ટૂંક સમયમાં કોરોનામુક્ત થઇ જશે. તેમના જણાવ્યા અનુસાર તેમને ત્રણ દિવસ પહેલાં જ કોરોના પોઝિટિવ રિપોર્ટની જાણ થઇ. તેમણે કહ્યું, કોરોના હવે સામાન્ય બીમારી બની ગઈ છે અને તેનાથી કોઈપણ સંક્રમિત થઇ શકે છે.
દીકરા જય સાથે પરફોર્મ કરતા અભિજીત
View this post on InstagramA post shared by Abhijeet Bhattacharya (@abhijeetbhattacharya) on Jun 21, 2020 at 5:51am PDT
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/32SmbQK
https://ift.tt/2Buq9nu