Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/25/aa1595594633_1595680623.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/25/aa1595594633_1595680623.jpg. Show all posts

Saturday, July 25, 2020

કપિલે શો પર કમબેક કરવાનું કારણ જણાવતા કહ્યું, પત્નીએ કહ્યું - કામ ધંધો કરો, ચાર મહિનામાં મારું મગજ ખાઈ ગયા

કપિલ શર્માએ ફરી શૂટિંગ શરૂ કર્યું છે. લોકડાઉન બાદ શૂટિંગ શરૂ કરીને કપિલ ખુશ તો છે પણ તેણે કહ્યું કે કોરોનાના જોખમ વચ્ચે પહેલાં તે ડરેલો હતો પણ પછી પત્ની ગિન્નીએ તેની હિંમત વધારી.

કપિલે પિન્કવીલાને આપેલ ઇન્ટરવ્યૂમાં કહ્યું, ગિન્નીએ મને શૂટિંગ કરવાની સલાહ આપી. તેણે જ તો મોકલ્યો કે કામ ધંધો કરો, મારું મગજ ખાઈ ગયા. સાચું કહું તો હું કન્ફ્યુઝ હતો કે કામ ફરી શરૂ કરું કે નહીં પણ ગિન્નીએ મને હિંમત આપી. મેં પણ તેની વાત માની લીધી કારણકે મને તેના પર ભરોસો હતો અને આમપણ આજ નહીં તો કાલે કામ તો કરવાનું જ છે. જો કાલે પણ આવું જ કરવાનું છે તો આજે કેમ નહીં.

સોનુ સૂદ પહેલા ગેસ્ટ
કપિલે કહ્યું કે શોના પહેલા ગેસ્ટ એક્ટર સોનુ સૂદ છે અને તેનું શૂટિંગ થઇ ગયું છે. તેઓ શોમાં હવે કોરોના વોરિયર્સને પણ સામેલ કરવાનું વિચારી રહ્યા છે.

લાઈવ ઓડિયન્સ વગર શૂટિંગ
કપિલે આગળ જણાવ્યું કે, મને ફેન્સના ઘણા મેસેજ આવ્યા અને બધા શોને મિસ કરી રહ્યા છે. હું ખુશ છું કે શૂટિંગ ફરી શરૂ થયું. સેટ પર સુરક્ષાનું પૂરતું ધ્યાન રાખવામાં આવે છે. મારી વેનિટી વેનમાં માત્ર એક સ્પોટ બોય, રાઇટર અને ડિરેક્ટર જ હોય છે. અમે સ્ટેજ પર રિહર્સલ કરીએ છીએ કારણકે ત્યાં ઓપન સ્પેસ મળે છે અને સોશિયલ ડિસ્ટન્સ રાખવામાં તકલીફ નથી થતી. ત્યારપછી અમે અર્ચના સિંહ સામે શૂટિંગ કર્યું. લાઈવ ઓડિયન્સ ન હતી, ક્રૂના 4-5 લોકો જ હતા. કાર્ડબોર્ડના કટઆઉટ રાખી દેવાયા હતા. આ નવો અનુભવ હતો. અમે લાઈવ ઓડિયન્સને મિસ કરી પરંતુ મજા આવી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Kapil Sharma Says He Resumed Work As Wife Ginni Was Fed Up, Told Him ‘kaam Dhandha Karo Sar Kha Gaye Mera 4 Mahine Se


from Divya Bhaskar https://ift.tt/39uBUqk
https://ift.tt/30FUMPm

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...