Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/26/akshay1595687178_1595742637.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/26/akshay1595687178_1595742637.jpg. Show all posts

Sunday, July 26, 2020

લક્ષ્મી બોમ્બ પહેલા સલમાન ખાનને ઓફર થઇ હતી, મેકર્સ ફિલ્મને અક્ષય કુમારના જન્મદિવસ પર રિલીઝ કરવાની તૈયારી કરી રહ્યા છે

સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ દિલ બેચારા 24 જુલાઈના રોજ ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થઇ ગઈ છે. ડિજિટલ પ્લેટફોર્મના અધિકારીઓનો દાવો છે કે રિલીઝના દિવસે 10 મિલિયન એટલે કે 1 કરોડ લોકોએ ફિલ્મ જોઈ હતી. ત્રણ લાખથી વધુ લોકોએ એપ ડાઉનલોડ કરી. આ જ પ્લેટફોર્મ પર અક્ષય કુમાર સ્ટારર લક્ષ્મી બોમ્બ રિલીઝ થઇ રહી છે. થિયેટર જો ઓપન રહ્યા હોત તો આ ફિલ્મ સલમાન ખાનની રાધે સાથે ક્લેશ થાત. આ ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ પર કઈ તારીખે રિલીઝ કરવામાં આવે તેની ચર્ચા ચાલી રહી છે.

માહિતી અનુસાર લક્ષ્મી બોમ્બને અક્ષય કુમારના જન્મદિવસ 9 સપ્ટેમ્બરના રોજ રિલીઝ કરવાની તૈયારી થઇ રહી છે. ખુદ અક્ષયની પણ આ ઈચ્છા છે કે તેના બર્થડેની આગળ પાછળ ફિલ્મ રિલીઝ થાય તો હાલના મહામારીના સમયમાં આ તેના ફેન્સ માટે ગિફ્ટ હશે. આ બાબતે હોટસ્ટારના અધિકારીઓ સહમત થઇ ગયા છે. ટૂંક સમયમાં લૂટકેસ અને ખુદાહાફિઝની જેમ આ ફિલ્મની રિલીઝ ડેટ અનાઉન્સ થશે. શક્યતા છે કે ફિલ્મ 9 સપ્ટેમ્બરે બર્થડે પર અથવા તો 11 સપ્ટેમ્બરે શુક્રવારે રિલીઝ કરવામાં આવે.

રિયલ ટ્રાન્સજેન્ડર્સથી રોલની પ્રેરણા લીધી
ફિલ્મમાં અક્ષય કુમારે એક ટ્રાન્સજેન્ડરનો રોલ પ્લે કર્યો છે. સૂત્રોએ જણાવ્યું કે તેમના નજીકના લોકોએ તેમને પરેશ રાવલ અને આશુતોષ રાણા પાસેથી ટિપ્સ લેવા માટે કહ્યું જે અગાઉ ટ્રાન્સજેન્ડરનો રોલ પ્લે કરી ચૂક્યા છે. સંઘર્ષ ફિલ્મમાં અક્ષય અને આશુતોષ રાણાએ સ્ક્રીન પણ શેર કરી હતી. તે ફિલ્મમાં આશુતોષે ટ્રાન્સજેન્ડર લજ્જા શંકર પાંડેનો રોલ નિભાવ્યો હતો. પરેશ રાવલે તમન્ના ફિલ્મમાં ટ્રાન્સવુમનનો રોલ પ્લે કર્યો હતો. બંને અક્ષયના સારા મિત્રો છે. બંને પાસેથી ટિપ્સ લેવાની વાત શૂટિંગ દરમ્યાન થઇ હતી, પણ અક્ષય કુમારે રાઘવ લોરેન્સના વિઝન પર જ આગળ વધવું યોગ્ય સમજ્યું. સાથે જ તે ટ્રાફિક સિગ્નલ પર ટ્રાન્સજેન્ડર્સ સાથે વાત કરનાર લોકો, તેમની સાથે થયેલ મુલાકાત યાદ કરીને કેરેક્ટર સ્કિનમાં આવી ગયો.

લક્ષ્મી બોમ્બ અક્ષય પહેલાં સલમાન ખાનને ઓફર થઇ હતી
રાઘવ લોરેન્સ આ રોલ સૌથી પહેલા સલમાન ખાન પાસે લઈને ગયા હતા. તેણે ના પાડી ત્યારબાદ રાઘવે અક્ષયને અપ્રોચ કર્યો. અક્ષયે પણ હિન્દી રિમેક રાઘવ પાસે જ કરાવવાનું વિચાર્યું. આવું એટલા માટે કારણકે કબીર સિંહ જેવી સુપરહિટ ફિલ્મ સાઉથના ઓરિજિનલ ડિરેક્ટરે જ ડિરેક્ટ કરી હતી. આ સિવાય કમલ જૈન જે સુશાંત સિંહ રાજપૂત સાથે તમિળ ફિલ્મની રિમેક બનાવવાના હતા, તે ફિલ્મ પણ ઓરિજિનલ ડિરેક્ટર જ ડિરેક્ટ કરવાના હતા.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Salman Khan Was First Offered Laxmi Bomb, Preparing To Release The Film Around Akshay Kumar's Birthday


from Divya Bhaskar https://ift.tt/2OWimlt
https://ift.tt/2WYYDWy

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...