Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/26/rutik-1_1595740564.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/26/rutik-1_1595740564.jpg. Show all posts

Sunday, July 26, 2020

રિતેશ-ફરહાનની કંપની એક્સેલ એન્ટરટેઈનમેન્ટમાં કોરોનાથી બચવા માટે રોજ 3-5 લાખ રૂપિયા ખર્ચવામાં આવી રહ્યા છે, સુરક્ષા માટે સેટ પર તમામ સુવિધા

ફરહાન અખ્તર અને રિતેશ સિધવાનીની ફિલ્મ કંપની એક્સેલ એન્ટરટેઈનમેન્ટે કોરોના ટાઈમમાં પણ શૂટિંગ કરવા માટેની બધી તૈયારીઓ કરી લીધી છે. એક્સેલ એન્ટરટેઈનમેન્ટ બેનર હેઠળ બની રહેલા વેબ શો ‘ડોંગરી ટુ દુબઈ’નું શૂટિંગ ચાલું છે. સાથે જ અન્ય જાહેરાતોનું શૂટિંગ પણ ચાલું છે. સેટ પર પ્રોડક્શનના લોકોએ જણાવ્યું કે, કોરોનાને લઈને સાવચેતી રાખવા રોજ 3 થી 5 લાખ રૂપિયાનો ખર્ચ થઇ રહ્યો છે. તેમણે સેટ પરની માહિતી ભાસ્કર સાથે શેર કરી છે.

પ્રોડક્શનના લોકોએ કહ્યું કે, ‘સેટ પર અલગ-અલગ ચેક પોઈન્ટ્સ બનાવ્યા છે. પ્રથમ ચેક પોઈન્ટ પર કાર, રિક્ષા, મિનિ ટ્રક અને શૂટિંગ પર કામમાં આવતા દરેક સાધનોને સેનિટાઈઝ કરવામાં આવે છે. એક્ટર્સને સ્પર્શ કર્યા પહેલાં મેકઅપ અને હેર આર્ટિસ્ટ આખો દિવસ PPE શૂટ પહેરેલો રાખે છે. દરેક જગ્યાએ કોવિડ-19થી બચવાના ઉપાયોની જાણકારી નોટિસ બોર્ડ પર રાખેલી છે. ભોજન 5 સ્ટાર હોટલમાંથી ત્રણ લેયરમાં પેક કરીને આવે છે. ’

સેટ પર હાજર દરેક લોકોને ત્રણ ચેનલમાંથી પસાર થવું પડે છે:

  • પ્રથમ દરેકનું થર્મલ ચેકિંગ થાય છે.
  • ત્યારબાદ સેનિટાઈઝેશન ટનલમાંથી પસાર થવાનું હોય છે.
  • હાથને સેનિટાઈઝ કરીને ઓક્સિજન લેવલનું ચેકિંગ થાય છે. દરેક માહિતીને રજીસ્ટરમાં રેકોર્ડ કરવામાં આવે છે.
  • સેટ પર કોવિડ આઈસોલેશન રૂમ બનાવ્યો છે.

આ ઉપરાંત લોકેશન પર PPE કિટ્સ, ગ્લવ્ઝ, માસ્ક અને ફેસ શિલ્ડનો પૂરતો જથ્થો છે. સેટની અંદર જતા લોકોને હાથમાં ગ્રીન બેન્ડ પહેરવામાં આવે છે. તેમ છતાં જો સેટ પર કોઈને તકલીફ થાય અથવા તો ઓક્સિજન લેવલ ઓછું થાય તો તેને આઈસોલેશન રૂમમાં મોકલી દેવામાં આવે છે અને ત્યાંથી કોવિડ ઇમર્જન્સી કારથી હોસ્પિટલ પહોંચાડવાની વ્યવસ્થા પણ છે.

એક્સેલ આ પ્રકારની વ્યવસ્થાની જાણકારી એક્ટર્સ અને પ્રોડ્યુસરને આપી રહ્યા છે, જેથી અપકમિંગ પ્રોજેક્ટ્સ માટે કોઈ શૂટિંગ કરવા આવે તો તે સુરક્ષિત અનુભવ કરે.

ટ્રેડ નિષ્ણાતોનું કહેવું છે કે, પ્રોડક્શન હાઉસ વચ્ચે હાલ રેસ લાગી છે. તેઓ પોતાના સેટ પર શોર્ટ ફિલ્મો શૂટ કર્યાની જાણકારી પબ્લિશ કરી રહ્યા છે. આવી વ્યવસ્થા કરીને તેઓ પ્રોડ્યુસર અને એક્ટર્સને વિશ્વાસ અપાવવા માગે છે કે, કોરોનાનાં જોખમ વચ્ચે પણ આરામથી શૂટિંગ થઇ શકે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Ritesh Farhan's Excel Entertainment Is Spending 3 5 Lakhs A Day To Escape The Corona, Stringent Every Arrangements Made For Security


from Divya Bhaskar https://ift.tt/30OtCWp
https://ift.tt/2EcQDL4

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...