ટીવી પર પોપ્યુલર કોમેડી શો ‘ભાબીજી ઘર પર હૈ’ના નવા એપિસોડનું બીજી વખત ટેલિકાસ્ટ શરુ થઈ ગયું છે. સેટ પર કોરોના પોઝિટિવ વ્યક્તિ મળ્યા પછી શૂટિંગ બંધ કરી દેવામાં આવ્યું હતું. ત્યાર પછી અનીતાનો રોલ પ્લે કરતી સૌમ્યા ટંડન શોમાં પરત આવી નહોતી. આ દરમિયાન એવી ચર્ચાઓ થતી હતી કે સૌમ્યાએ હંમેશાં માટે શો છોડી દીધો છે અને બિગ બોસ 13 ફેમ શેફાલી જરિવાલાએ તેની જગ્યા લીધી છે. આ વાતને અફવા કહીને સૌમ્યાએ 15 દિવસ પછી શોમાં કમબેક કર્યું છે. તેણે સોશિયલ મીડિયામાં અમુક ફોટોઝ પણ શેર કર્યા છે.
થોડા દિવસ પહેલાં સૌમ્યા ટંડનના હેર ડ્રેસરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ સૌમ્યા પોતાના ઘરે સેલ્ફ આઈસોલેટ થઇ ગઈ હતી. તેની જગ્યા શેફાલીએ લઇ લીધી છે.આ વાતને શોની પ્રોડ્યુસર બિનાફર કોહલીએ ખોટી કહી હતી.
View this post on InstagramA post shared by Saumya Tandon (@saumyas_world_) on Jul 25, 2020 at 10:56pm PDT
એક્ટ્રેસે રવિવારે શોનું શૂટિંગ શરુ કરી દીધું છે. ઇન્સ્ટાગ્રામ પર તેણે જૂનો ફોટો શેર કરીને લખ્યું કે, આજથી મેં શૂટિંગ શરુ કર્યું છે, પરંતુ હાલનો કોઈ ફોટો સારો ન હોવાથી જૂનો ફોટો શેર કર્યો છે.
View this post on InstagramA post shared by Saumya Tandon (@saumyas_world_) on Jul 6, 2020 at 12:54am PDT
ભાબીજી શોના સેટ પર ખબર પડી હતી કે, સૌમ્યા ટંડનનો હેર ડ્રેસર કોરોના સંક્રમિત છે. તેના થોડા દિવસ પછી એક્ટ્રેસના મેકઅપમેન ગોપાલનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બે લોકો કોરોના પોઝિટિવ આવ્યા પછી સેટ પર વધારે સાવધાની રાખવામાં આવી. સુરક્ષાને ધ્યાનમાં રાખીને સૌમ્યા પણ 14 દિવસ માટે ઘરમાં આઈસોલેટ થઇ ગઈ હતી, પરંતુ હાલ તેણે બીજી વખત શૂટિંગ શરુ કરી દીધું છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2ZXLbnU
https://ift.tt/3g2zpOI