Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/27/2_1595830993.gif. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/27/2_1595830993.gif. Show all posts

Monday, July 27, 2020

બિગ બીને આઈસોલેશન વોર્ડમાં પિતાની યાદ સતાવે છે, વીડિયો શૅર કરીને કહ્યું- તેમના શબ્દોથી સૂમસામ રાતોને આબાદ કરું છું

અમિતાભ બચ્ચનનો કોરોનાનો રિપોર્ટ 11 જુલાઈના રોજ પોઝિટિવ આવ્યો હતો અને ત્યારથી જ તેઓ નાણાવટી હોસ્પિટલમાં દાખલ છે. આજે એટલે કે 27 જુલાઈના રોજ હોસ્પિટલમાં તેમનો 17મો દિવસ છે. હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાંથી બિગ બી સોશિયલ મીડિયામાં એક્ટિવ છે. હાલમાં જ અમિતાભે પિતા હરિવંશ રાય બચ્ચનની એક કવિતા શૅર કરી હતી અને પિતાની બહુ જ યાદ આવતી હોવાનું કહ્યું હતું.

પિતાને યાદ કરીને અમિતાભે કહ્યું હતું, ‘બાબુજીની કવિતાની કેટલીક ક્ષણો. તે કવિ સંમેલનમાં આ જ રીતે ગાતા હતા. હોસ્પિટલની એકલતામાં તેમની બહુ જ યાદ આવે છે અને તેમના જ શબ્દોથી મારી સૂમસામ રાતોને આબાદ કરું છું.’

બિગ બીએ ‘બચ્ચન રચનાવલી’ વાંચી
અમિતાભ વીડિયોમાં પિતાના કાવ્ય-સંગ્રહ ‘બચ્ચન રચનાવલી’ને વાંચતા જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે અમિતાભ બચ્ચને આ જ કવિતા આ વર્ષે આઠ એપ્રિલના રોજ પણ શૅર કરી હતી.

હૈ અંધેરી રાત પર દીયા જલાના કબ મના હૈં
ક્યા ઘડી થી એક ભી ચિંતા નહીં થી પાસ આઈ,
કાલિમા તો દૂર છાયા ભી પલક પર થી ના છાઈ
આંખ સે મસ્તી ઝપકતી, બાત સે મસ્તી ટપકતી,
થી હંસી એસી જિસે સુન બાદલો ને શર્મ ખાઈ,
વો ગઈ તો લે ગઈ ઉલ્લાસ કે આધાર માનક
પર અધીરતા કે સમય ભી મુસ્કુરાના કબ મના હૈં
હૈ અંધેરી રાત પર, દીયા જલાના કબ મના હૈં...
ક્યા હવાએ થી કી ઉજડા પ્યાર કા વો આશિયાના
કુછ ના આયા કામ તેરા, શોર કરના ગુલ મચાના
નાશ કી ઉન શક્તિયોં કે સાથ ચલતા જોર કિસકા
કિંતુ એ નિર્માણ કે પ્રતિનિધિ તુઝે હોગા બતાયા,
જો બસે હૈં વો ઉજડતે હૈં પ્રકૃતિ કે જડ નિયમ સે,
પર કિસી ઉજડે હુએ કો ફિર બસાના કબ મના હૈં
હૈ અંધેરી રાત પર, દીયા જલાના કબ મના હૈં...

પડકારો નિશ્ચિત છે, હાર વૈકલ્પિક છે
27 જુલાઈના રોજ અમિતાભે સોશિયલ મીડિયામાં બે પોસ્ટ શૅર કરી હતી.

અમિતાભ 11 જુલાઈના રોજથી હોસ્પિટલમાં એડમિટ
અમિતાભ બચ્ચન તથા અભિષેક બચ્ચન 11 જુલાઈથી હોસ્પિટલમાં દાખલ છે. ઐશ્વર્યા તથા આરાધ્યા 17 જુલાઈથી એડમિટ છે. હોસ્પિટલ કે પછી બચ્ચન પરિવાર તરફથી હજી સુધી તબિયતને લઈ કોઈ માહિતી આપવામાં આવી નથી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
amitabh bachchan miss his father in hospital


from Divya Bhaskar https://ift.tt/3f9Y7vq
https://ift.tt/2EgWoHG

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...