Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/27/bill-2_1595823484.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/27/bill-2_1595823484.jpg. Show all posts

Monday, July 27, 2020

દિવ્યા દત્તાનાં ઘરનું બિલ 51 હજાર રૂપિયા આવ્યું, એક્ટ્રેસે ટાટા પાવરને પૂછ્યું, શું મારે લોકડાઉનનું શુકન આપવાનું છે?

દિવ્યા દત્તાનાં ઘરનું એક મહિનાનું ઈલેક્ટ્રિસિટી બિલ 51 હજાર રૂપિયા આવ્યું છે. આ બિલ જોઈને દિવ્યા ચોંકી ગઈ હતી. તેણે રવિવારે ટ્વિટર પર આ વાત શેર કરી. પોતાના ઈલેક્ટ્રિસિટી પ્રોવાઈડર ટાટા પાવરને પૂછ્યું, આ બધું શું થઇ રહ્યું છે...એક મહિનાનું બિલ 51 હજાર રૂપિયા ? શું મારે લોકડાઉનનું શુકન આપવાનું છે? મહેરબાની કરીને જલ્દી આ સમસ્યાનો ઉકેલ લાવો.

સર્વિસ પ્રોવાઈડરે દિવ્યાનું ટ્વીટ જોઈને તેનો કોન્ટેક્ટ કર્યો હતો. ત્યારબાદ દિવ્યાએ ટ્વીટ કરીને લખ્યું કે, ટાટા પાવરે મને ફોન કર્યો હતો. મને આશા છે કે, ટૂંક સમયમાં નિરાકરણ આવી જાય અને ભવિષ્યમાં મને આવા આંચકા ન મળે. મારી તકલીફ સમજવા માટે આભાર.

આની પહેલાં ગયા મહિને પણ લોકડાઉન દરમિયાન ઘણા સેલેબ્સના ઈલેક્ટ્રિસિટી બિલ વધારે આવ્યા હોવાની ફરિયાદો સામે આવી હતી. તાપસી પન્નુએ જૂન મહિનામાં લખ્યું હતું કે, છેલ્લા 3 મહિનામાં હું ઘરમાં એવી તો કઈ વસ્તુનો ઉપયોગ કરું છું કે નવી વસ્તુ ઘરમાં લાવી છું, તો ઈલેક્ટ્રિસિટી બિલ આટલું વધારે આવ્યું છે. અદાણી પાવરને ઈલેક્ટ્રિસિટી બિલમાં કયા ચાર્જ ઉમેર્યાનું પણ તેણે પૂછ્યું હતું.

તાપસીએ પોસ્ટ સાથે ફોટો પણ શેર કર્યો હતો. તેમાં જૂન મહિનાનું બિલ 36 હજાર રૂપિયા હતું. જ્યારે એપ્રિલનું 4390 રૂપિયા અને મે મહિનાનું 3850 રૂપિયા હતું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Divya Dutta Tweet About Getting 51000 Rs Electricity Bill For A Month And Said Shagun Dena Hai Lockdown Ka?


from Divya Bhaskar https://ift.tt/3hFoFGl
https://ift.tt/3g49OF8

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...