Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/27/bill-5_1595830706.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/27/bill-5_1595830706.jpg. Show all posts

Monday, July 27, 2020

મહેશ ભટ્ટને બાંદ્રા પોલીસ સ્ટેશનમાં પૂછપરછ માટે બોલાવ્યા, કંગનાએ ઘણા આરોપ લગાવ્યા હતા

સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં મુંબઈ પોલીસે ફિલ્મ ડિરેક્ટર મહેશ ભટ્ટને બાંદ્રા પોલીસ સ્ટેશન પૂછપરછ માટે બોલાવ્યા છે. જો કે, હજુ તે આવ્યા છે કે નહિ તે સ્પષ્ટ નથી. કેટલાક મીડિયા રિપોર્ટ પ્રમાણે, મહેશ ભટ્ટે પૂછપરછ માટે પોલીસ પાસે વધારે સમય માગી શકે છે. ધર્મા પ્રોડક્શનના CEO અપૂર્વ મહેતાને પણ સ્ટેટમેન્ટ માટે બોલાવ્યા છે.


ધર્મા પ્રોડક્શનના CEO અપૂર્વ મહેતાની પણ પૂછપરછ થશે
રવિવારે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે કહ્યું હતું કે, સુશાંત સિંહના સુસાઈડ મામલે મહેશ ભટ્ટ અને કરણ જોહરની પૂછપરછ કરવામાં આવશે.

કંગનાના આરોપ બાદ આ નિર્ણય લેવાયો
મુંબઈ પોલીસે આ નિર્ણય કંગના રનૌતના એક સ્ટેટમેન્ટ પછી લીધો છે. સુશાંતની આત્મહત્યા માટે તેણે બોલિવૂડમાં ચાલતા નેપોટિઝ્મ અને ગ્રુપીઝમને જવાબદાર ગણાવ્યા હતા. કંગનાએ કરણ જોહર, આદિત્ય ચોપરા, રાજીવ મસંદ અને મહેશ ભટ્ટ પર કેમ્પિંગ કરવાનો આરોપ લગાવ્યો છે. આ વાત અનિલ દેશમુખે તેમના સ્ટેટમેન્ટમાં પણ કહી છે કે, પૂછપરછમાં પોલીસ એ જાણવાની ટ્રાય કરી રહી છે કે સુશાંત ખરેખર કેમ્પિંગનો શિકાર થયો હતો કે નહીં.

આટલું જ નહીં હાલમાં કંગનાની ટીમે તો એવો પણ દાવો કર્યો કે, કરણ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના દીકરા આદિત્ય ઠાકરેના મિત્ર છે. માટે તેને ક્યારેય પોલીસ સ્ટેશન બોલવામાં આવશે નહીં. મહારાષ્ટ્ર સરકાર પર નિશાન સાધી લખ્યું હતું, આ તેમની સરકાર છે અને તેમણે કંગનાના ઇન્ટરવ્યૂ પહેલાં જ કેસ બંધ કરી દીધો. આ એ વાતની સાબિતી છે કે તે તેમના મિત્રોને બચાવી રહ્યા છે.

અત્યાર સુધીની પૂછપરછ

સુશાંત આત્મહત્યા કેસમાં મુંબઈ પોલીસ અત્યાર સુધીમાં 40 લોકોની પૂછપરછ કરી ચૂકી છે. તેમાં સુશાંતનો હાઉસ સ્ટાફ, મિત્રો, પરિવારના સભ્યો, કો-એક્ટર્સ વગેરે સામેલ હતા. આ સિવાય પોલીસે સુશાંતના ડિપ્રેશનની સારવાર કરનાર 3 ડોક્ટર્સના પણ સ્ટેટમેન્ટ લીધા હતા. ડિરેક્ટર શેખર કપૂર, યશરાજ ફિલ્મ્સના માલિક આદિત્ય ચોપરા, કાસ્ટિંગ ડિરેક્ટર શાનુ શર્મા સહિત અન્ય અધિકારીઓની પણ પૂછપરછ થઇ ગઈ છે. પોલીસે સંજય લીલા ભણસાલી, રાજીવ મસંદની પણ પૂછપરછ કરી લીધી છે.

મહેશ ભટ્ટ અને કરણ જોહર વારંવાર ટ્રોલ થઇ રહ્યા છે
સુશાંત સિંહ રાજપૂતની મામલે મહેશ ભટ્ટ અને કરણ જોહર વારંવાર ટ્રોલ થઇ રહ્યા છે. કરણ જોહર પર સુશાંતના કરિયરને ખરાબ કરવાના આરોપ પણ લાગી રહ્યા છે. આલિયા ભટ્ટ, સોનમ કપૂર, સોનાક્ષી સિંહા સહિત ઘણા સ્ટાર કિડ્સ પણ ટ્રોલ થઇ રહ્યા છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Sushant Singh Rajput Suicide News Updates: Mahesh Bhatt Summoned By Mumbai Police


from Divya Bhaskar https://ift.tt/39xbUuG
https://ift.tt/3jSRpNU

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...