Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/28/1_1595901720.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/28/1_1595901720.jpg. Show all posts

Tuesday, July 28, 2020

મહેશ ભટ્ટે રિયાને સુશાંતથી દૂર રહેવાની સલાહ આપી હતી, આ જ કારણે સુશાંત કેસમાં પૂછપરછ થઈ

સુશાંત સિંહ રાજપૂતના સુસાઈડ કેસમાં સોમવાર ( 27 જુલાઈ)ના રોજ મુંબઈ પોલીસે મહેશ ભટ્ટની બે કલાક પૂછપરછ કરી હતી. ભટ્ટ કેમ્પમાં કામ કરતી રાઈટર સુહૃતા દાસે સુશાંતે આત્મહત્યા કરી એ જ દિવસે એટલે કે 14 જૂનના રોજ એક ખુલાસો કર્યો હતો. આ ખુલાસામાં કહેવામાં આવ્યું હતું કે રિયાએ મહેશ ભટ્ટના કહેવા પર સુશાંત સાથેના સંબંધો ઓછા કરી નાખ્યાં હતાં. મીડિયામાં આવેલા આ ન્યૂઝ બાદ પોલીસ પર મહેશ ભટ્ટની પૂછપરછ કરવાનું દબાણ વધી ગયું હતું.

સુહૃતાની પોસ્ટને ખળભળાટ મચાવ્યો હતો
સુહૃતાએ સુશાંતના અવસાનના દિવસે જ આ પોસ્ટ શૅર કરી હતી. આ ફેસબુક પોસ્ટમાં રિયા પર વાત કરવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે રિયા, જ્યારે આખી દુનિયા સુશાંત માટે સંવેદના વ્યક્ત કરી રહી છે ત્યારે હું તારી સાથે ઊભી છું. તું ભટ્ટ સાહેબ પાસે કાઉન્સિલિંગ માટે આવતી હતી. મેં તારો આ સંઘર્ષ જોયો છે.

સરે આ વાત જોઈ હતી અને આથી જ તેમને સુશાંતમાં પરવીન બાબી દેખાતી હતી. આ જ કારણે તેમણે તને કહ્યું હતું કે દૂર થઈ જા નહીંતર તું પણ એની સાથે ખોવાઈ જઈશ. તે આ સંબંધોને બધું જ આપ્યું હતું. એક મહિલા જે કરી શકે તેનાથી તે વધારે કર્યું. સુહૃતાએ પછી આ પોસ્ટ ડિલીટ કરી નાખી હતી.

40 લોકોની પૂછપરછ કરી
14 જૂનથી લઈને 27 જુલાઈ સુધીમાં 40 લોકોની પૂછપરછ કરવામાં આવી હતી. 71 વર્ષીય મહેશ ભટ્ટ પોતાના એક સાથી સાથે પોલીસ સ્ટેશન આવ્યા હતા. સીનિયર સિટિઝન કેટેગરીમાં હોવાને કારણે પોલીસે તેમને કોરોનાવાઈરસનો ચેપ ના લાગે તે રીતે સાવધાની સાથે આવવાનું કહ્યું હતું.

મહેશ ભટ્ટે પોલીસને શું નિવેદન આપ્યું?
સૂત્રોના મતે મહેશ ભટ્ટે ક્યારેય સુશાંતને ‘સડક 2’ની ઓફર કરી નહોતી. તે માત્ર સુશાંતને બે જ વાર મળ્યાં હતાં. 2018માં સુશાંત તેમને મળવા આવ્યો હતો. સુશાંત ડિરેક્ટર મહેશ ભટ્ટના પુસ્તકથી પ્રભાવિત થયો હતો અને ટ્વીટ કરીને તેણે મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ત્યારબાદ જાન્યુઆરી, 2020માં સુશાંત તથા મહેશ ભટ્ટની મુલાકાત થઈ હતી. આ મુલાકાત સુશાંતના બાંદ્રા સ્થિત ઘરના ટેરેસ પર થઈ હતી. આ દરમિયાન રિયા તથા નિકટના સાથીઓ પણ હાજર હતાં. બીજી મુલાકાતમાં મહેશ ભટ્ટ તથા સુશાંત વચ્ચે દોઢ કલાક વાતચીત ચાલી હતી. આ વાતચીતમાં પ્રોફેશનલ તથા પર્સનલ વાતો થઈ હતી. તે સમયે મહેશ ભટ્ટને સુશાંતની માનસિક સ્થિતિ યોગ્ય લાગી નહોતી અને તેમને લાગ્યું કે તે પોતાની મુશ્કેલીઓમાં જ ઘેરાયેલો છે. તેમણે રિયાને સુશાંતની સંભાળ રાખવાનું કહ્યું હતું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
sushant suicide case mahesh bhatt recorded his statement


from Divya Bhaskar https://ift.tt/32Z4LSv
https://ift.tt/3hG4PKZ

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...