Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/28/5_1595918912.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/28/5_1595918912.jpg. Show all posts

Tuesday, July 28, 2020

વહુ તથા પૌત્રીને રજા મળતા બિગ બીની આંખમાંથી આંસુ આવ્યા, આરાધ્યાએ ગળે લગાવીને કહ્યું- રડો નહીં, તમે જલદી ઘરે આવશો

અમિતાભ બચ્ચનની વહુ ઐશ્વર્યા તથા પૌત્રી આરાધ્યાનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. આ જોઈને અમિતાભ ઘણાં જ ભાવુક થઈ ગયા હતા અને તેમની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા હતા. દાદાને રડતા જોઈને આઠ વર્ષીય આરાધ્યાએ તેમને હિંમત અપાવી હતી અને કહ્યું હતું કે તે પણ જલદી ઠીક થઈને ઘરે આવશે. અમિતાભે બ્લોગમાં આ ભાવુક ક્ષણ અંગે વાત કરી હતી.

અમિતાભ બચ્ચને સોમવાર રાત્રે બ્લોગમાં આ વાત કરી હતી
બિગ બીએ લખ્યું હતું, લિટલ વન (આરાધ્યા) તથા વહુ રાણી ઘરે જતા રહ્યા અને મારી આંખમાંથી આંસુ આવી ગયા. આરાધ્યાએ મને ગળે લગાવીને કહ્યું કે રડો નહીં. તેને વિશ્વાસ અપાવ્યો કે તમે પણ જલદી ઘરે આવી જશો. મારે તેની વાત પર વિશ્વાસ કરવો જોઈએ.

હેટર્સને જવાબ આપ્યો
અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં હેટર્સને પણ જડબાતોડ જવાબ આપ્યો હતો. હેટર્સ કોવિડ 19ને કારણે તેમનું મૃત્યુ થઈ જાય તેવી દુઆ કરતા હતા. અમિતાભે કહ્યું હતું, મિસ્ટર અનામ... તમે તમારા પિતાનું નામ પણ લખતા નથી, કારણ કે તમને ખબર જ નથી કે તમારા પિતા કોણ છે? અહીંયા માત્ર બે જ બાબતો થઈ શકે છે. હું જીવું અથવા તો હું મરી જાઉં.

જો હું મરી ગયો તો તું ફરી ક્યારેય સેલિબ્રિટીના નામ પર ટિપ્પણી કરી શકીશ નહીં. તારી કમેન્ટ પર અત્યારે એટલા માટે ધ્યાન આપવામાં આવ્યું, કારણ કે તે અમિતાભ બચ્ચન પર કટાક્ષ કર્યો હતો અને પછી આ વાત ક્યારેય થઈ શકશે નહીં.

ભગવાનની કૃપાથી જો હું જીવિત રહ્યો અને સર્વાઈવ કરી ગયો તો તારે કટાક્ષના તોફાનનો સામનો કરવો પડશે. માત્ર મારી તરફથી નહીં પરંતુ મારા 90 મિલિયન (9 કરોડ) ફોલોઅર્સનો પણ સામનો કરવો પડશે. મેં અત્યારે તેમને કંઈ જ કહ્યું નથી પરંતુ હું જીવી ગયો તો હું તેમને કહી દઈશ.

તને કહી દઉં કે તેઓ એક સેના છે. તેમણે આખી દુનિયા જોઈ છે. પશ્ચિમથી પૂર્વ તથા ઉત્તરથી દક્ષિણ અને આ પેજ પર તેઓ માત્ર એક્સટેન્ડેડ ફેમિલી જ નથી પરંતુ આંખના એક ઈશારા પર આ એક્સટેન્ડેટ ફેમિલી તબાહી મચાવનાર પરિવારમાં બદલાઈ જશે. હું તેમને કહીશ ‘ઠોક દો સાલે કો.’

મારીચ, અહિરાવન, મહિષાસુર, અસુર જેવો તું છો, અમારો યજ્ઞ શરૂ થશે એટલે તું રાક્ષસોની જેમ તડપી ઉઠીશ. તું માત્ર એટલું જ જાણી લે કે તું માત્ર સમાજનો અવાજ નથી પરંતુ ચરિત્રહિન, અવિશ્વાસી, શ્રદ્ધાહિન, બેશરમ, બેહયા, નિર્લજ્જ, સમાજ કલંકી, અવ્યવસ્થિત... તું તારી જ લગાવેલી આગમાં જાતે જ સળગી જઈશ.

છેલ્લાં 18 દિવસથી અમિતાભ બચ્ચન હોસ્પિટલમાં
અમિતાભ તથા અભિષેક 11 જુલાઈથી નાણાવટી હોસ્પિટલમાં દાખલ છે. 17 જુલાઈના રોજ ઐશ્વર્યા તથા આરાધ્યામાં કોરોનાના હળવા લક્ષણો જોવા મળતા તેમને પણ નાણાવટી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યાં હતાં. તે બંનેને 11માં દિવસે એટલે કે 27 જુલાઈના રોજ રજા આપવામાં આવી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
amitabh bachchan emotional post after aishwarya and aaradhya discharged from hospital


from Divya Bhaskar https://ift.tt/30ZG5aa
https://ift.tt/304SmKS

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...