Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/28/apurva-mehta1595914326_1595927534.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/28/apurva-mehta1595914326_1595927534.jpg. Show all posts

Tuesday, July 28, 2020

ધર્મા પ્રોડક્શનના CEO અપૂર્વ મેહતાની આજે મંગળવારે જ પૂછપરછ થઇ શકે છે, તેનું સ્ટેટમેન્ટ રેકોર્ડ કરાવી શકે છે

સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં મુંબઈ પોલીસે હાલમાં જ ધર્મા પ્રોડક્શનના CEO અપૂર્વ મેહતાને પૂછપરછ માટે સમન્સ મોકલવામાં આવ્યું હતું. ત્યારબાદ તે મંગળવારે પોલીસને તેનું સ્ટેટમેન્ટ આપી શકે છે. આ પહેલાં સોમવારે પોલીસે ફિલ્મમેકર મહેશ ભટ્ટની સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનમાં અંદાજે બે કલાક સુધી પૂછપરછ કરી હતી.

સ્ટેટમેન્ટ આપવા માટે મહેશ ભટ્ટ બપોરે 12 વાગ્યે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને 2 વાગ્યા સુધી તેની પૂછપરછ કરવામાં આવી. કહેવામાં આવી રહ્યું છે કે પોલીસે સુશાંત અને રિયાના રિલેશન વિશે સવાલ જવાબ કર્યા હતા. જોકે, પૂછપરછ બાદ મહેશે મીડિયાના કોઈ સવાલનો જવાબ આપ્યો ન હતો.

પૂછપરછ માટે જગ્યા બદલવામાં આવી
મહેશ ભટ્ટને અગાઉ બાંદ્રા પોલીસ સ્ટેશન પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. પરંતુ મીડિયાની હાજરીને ધ્યાનમાં રાખીને મહેશે પોલીસને સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનમાં પૂછપરછ કરવાનો આગ્રહ કર્યો. ત્યારબાદ કેસમાં તપાસ કરનાર પોલીસ અધિકારી સાંતાક્રુઝ પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ, મહેશ ભટ્ટની સડક 2 ફિલ્મને લઈને પણ પૂછપરછ થઇ છે.

કરણ જોહરની પણ પૂછપરછ થશે
આ કેસમાં ફિલ્મમેકર અને ધર્મા પ્રોડક્શનના માલિક કરણ જોહર સાથે પણ પૂછપરછ કરવામાં આવશે. ન્યૂઝ એજન્સી ANIએ સોમવારે મુંબઈ પોલીસના હવાલે આ વિશે ટ્વીટ કર્યું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ પોલીસે કરણ પાસે સુશાંત સાથે બનાવેલ ફિલ્મ ડ્રાઈવની કોન્ટ્રાક્ટ કોપી પણ મગાવી છે.

ઉપમુખ્યમંત્રીના દીકરાએ પણ CBI તપાસની માગ કરી
સુશાંત આત્મહત્યાના કેસમાં NCP નેતા અને મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજિત પવારના દીકરા પાર્થ પવારે CBI તપાસની માગ કરી છે. તેમણે સોમવારે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખને એક લેટર આપ્યો.

કંગનાએ મુંબઈ પોલીસને આડે હાથ લીધા
ધર્મા પ્રોડક્શનના CEOને સમન્સ મોકલ્યા બાદ કંગના પોલીસ પર ભડકી હતી. કંગનાની ટીમે ટ્વીટ કરી લખ્યું કે, તો કરણ જોહરના મેનેજરને સમન્સ મોકલવામાં આવ્યું, પરંતુ આદિત્ય ઠાકરેના બેસ્ટ ફ્રેન્ડ કરણ જોહરને નહીં, મુંબઈ પોલીસ સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસને મજાક બનાવવાનું બંધ કરે.

મહારાષ્ટ્ર સરકાર પર નિશાન
સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં કરણ જોહરને પૂછપરછ માટે ન બોલાવવાને કારણે કંગના રનૌતની ટીમે મહારાષ્ટ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. તેનો દાવો છે કે કરણ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના દીકરા આદિત્ય ઠાકરેના મિત્ર છે. માટે તેને ક્યારેય પોલીસ સ્ટેશન બોલવામાં આવશે નહીં. ટીમ કંગના રનૌત દ્વારા આ દાવો ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી એક યુઝરના ટ્વીટના જવાબમાં કરવામાં આવ્યો હતો.

આવો હતો ટ્વિટર યુઝરનો સવાલ
સુમિત ઠાકુર નામના ટ્વિટર યુઝરે કરણ જોહરનો ફોટો શેર કરી લખ્યું હતું, 35 દિવસ થઇ ગયા અને હજુ સૌથી મોટા સસ્પેક્ટ કરણ જોહરને સુશાંતના કેસમાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો નથી. હું એડવોકેટ રસપાલ સિંહ રેણુ મારફતે મુંબઈ પોલીસ વિરુદ્ધ બોમ્બે હાઇકોર્ટમાં PIL રજિસ્ટર કરાવી રહ્યો છું. જેથી સાર્વજનિક હિતમાં સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસ થઇ શકે.

ટીમ કંગનાની પ્રતિક્રિયા
ટ્વીટના જવાબમાં કંગનાની ટીમે લખ્યું હતું કે, તે તેને ક્યારેય નહીં બોલાવે, કારણકે તે આદિત્ય ઠાકરેનો બેસ્ટ ફ્રેન્ડ છે. આ તેમની સરકાર છે અને તેમણે કંગનાના ઇન્ટરવ્યૂ પહેલાં જ કેસ બંધ કરી દીધો. આ એ વાતની સાબિતી છે કે તે તેમના મિત્રોને બચાવી રહ્યા છે.

અત્યારસુધી 38 લોકોની પૂછપરછ
સુશાંત આત્મહત્યા કેસમાં મુંબઈ પોલીસ અત્યાર સુધીમાં 38 લોકોની પૂછપરછ કરી ચૂકી છે. તેમાં સુશાંતનો હાઉસ સ્ટાફ, મિત્રો, પરિવારના સભ્યો, કો-એક્ટર્સ વગેરે સામેલ હતા. આ સિવાય પોલીસે સુશાંતના ડિપ્રેશનની સારવાર કરનાર 3 ડોક્ટર્સના પણ સ્ટેટમેન્ટ લીધા હતા. ડિરેક્ટર શેખર કપૂર, યશરાજ ફિલ્મ્સના માલિક આદિત્ય ચોપરા, કાસ્ટિંગ ડિરેક્ટર શાનુ શર્મા સહિત અન્ય અધિકારીઓની પણ પૂછપરછ થઇ ગઈ છે. પોલીસે સંજય લીલા ભણસાલી, રાજીવ મસંદ, મહેશ ભટ્ટની પણ પૂછપરછ કરી લીધી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Karan Johar's Dharma Productions' CEO Apoorva Mehta Record His Statement After Summoned In Sushant Singh Rajput Death Case


from Divya Bhaskar https://ift.tt/2EhYIOD
https://ift.tt/2CXYDzg

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...