Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/28/kumkum31595931186_1595938382.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/28/kumkum31595931186_1595938382.jpg. Show all posts

Tuesday, July 28, 2020

વીતેલા સમયના દિગ્ગ્જ એક્ટ્રેસ કુમકુમનું 86 વર્ષની વયે નિધન, પ્યાસા, CID, મધર ઇન્ડિયા જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું

બોલિવૂડમાં મંગળવાર વધુ એક ખરાબ સમાચાર લઈને આવ્યો છે. વીતેલા સમયના દિગ્ગ્જ એક્ટ્રેસ કુમકુમનું 86 વર્ષની વયે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતાં. તેમણે મધર ઇન્ડિયા, આરપાર, CID જેવી ઘણી ફેમસ હિન્દી ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમના મૃત્યુની જાણકારી ફેમસ એક્ટર જોની વોકરના દીકરા નાસિર અને જગદીપના દીકરા નાવેદે સોશિયલ મીડિયા પર આપી.

નાસિર ખાને ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે, વીતેલા જમાનાના ફિલ્મ એક્ટ્રેસ કુમકુમ આન્ટીનું નિધન થયું, તેઓ 86 વર્ષનાં હતાં. તેમણે ઘણી ફિલ્મો, સોન્ગ અને ડાન્સ કર્યા જે તેમના પર ફિલ્માંકિત કરવામાં આવ્યાં હતાં. તેમણે મારા પિતા જોની વોકર સાથે પણ ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. જેમાંની બે ફેમસ ફિલ્મો પ્યાસા અને CID છે.

આગળ તેણે લખ્યું, તે અમર ગીતો યે હૈ બોમ્બે મેરી જાનમાં પણ પિતા સાથે દેખાયાં હતાં. અલ્લાહ તેમને જન્નત બક્ષે. તેમના પરિવારને મારી સંવેદના. વધુ એક સ્ટાર જતા રહ્યા. #ripkumkum

ગુરુદત્તે પહેલો બ્રેક આપ્યો હતો
કુમકુમનો જન્મ બિહારના હુસૈનાબાદના ઘણા પ્રતિષ્ઠિત નવાબ પરિવારમાં થયો હતો. તેમનું સાચું નામ જેબુન્નિસા હતું. તેઓ 1954માં આરપાર ફિલ્મના સોન્ગ કભી આર કભી પાર લગા તીર નજરમાં પહેલીવાર દેખાયાં હતાં. તેમને ઇન્ડસ્ટ્રીમાં લાવવાનો શ્રેય ગુરુદત્તને આપવામાં આવે છે.

આ ગીતનું ફિલ્માંકન અગાઉ નાવેદ જાફરીના પિતા જગદીપ પર થવાનું હતું પરંતુ ગુરુદત્ત સાહેબે આ સોન્ગને એક મહિલા પર ફિલ્માંકન કરવાનું નક્કી કર્યું કારણકે તે સમયે કોઈ મોટી એક્ટ્રેસ એક નાના સોન્ગ માટે તૈયાર ન હતી. માટે તેને કુમકુમ સાથે શૂટ કરવામાં આવ્યું હતું.

100થી વધુ ફિલ્મોમાં કામ કર્યું
કુમકુમે 50થી 60ના દશક દરમ્યાન સૌથી વધારે ફિલ્મો કરી હતી. અંદાજે 20 વર્ષના કરિયરમાં તેમણે 100થી વધુ ફિલ્મોમાં કામ કર્યું. તેમણે ગુરુદત્ત, કિશોર કુમાર, દિલીપ કુમાર, દેવાનંદ સહિત ઘણા મોટા સ્ટાર્સ સાથે કામ કર્યું હતું.

મિસ્ટર એક્સ ઈન બોમ્બે, મધર ઇન્ડિયા, સન ઓફ ઇન્ડિયા, કોહિનૂર, ઉજાલા, નયા દૌર, શ્રીમાન ફંટૂશ, એક સપેરા એક લૂટેરા, ગંગા કી લહરેં, રાજા ઔર રંક, આંખેં, લલકાર, ગીત અને એક કુંવારા - એક કુંવારી તેમની પ્રખ્યાત ફિલ્મો છે.

જગદીપના દીકરાએ પણ ટ્વીટ કર્યું
કુમકુમના મૃત્યુ વિશે જગદીપના દીકરા નાવેદ જાફરીએ ટ્વીટમાં લખ્યું કે, આપણે વધુ એક સ્ટાર ખોઈ દીધો. હું તેમને ત્યારથી જાણું છું જ્યારે હું બાળક હતો અને તેઓ અમારા માટે પરિવારની જેમ હતા. એક સારા કલાકાર અને મહાન માણસ. ઈશ્વર કુમકુમ આન્ટીની આત્માને શાંતિ આપે. તેના એક દિવસ પહેલાં એક્શન ડિરેક્ટર પરવેઝ ખાનનું નિધન થયું હતું.

ડિરેક્ટર અનિલ શર્માએ પણ શ્રદ્ધાંજલિ આપી



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
અંદાજે 20 વર્ષના કરિયરમાં 100થી વધુ ફિલ્મોમાં કામ કર્યું


from Divya Bhaskar https://ift.tt/32YlmWN
https://ift.tt/3hLImfw

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...