Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/28/shaam1595921563_1595933220.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/28/shaam1595921563_1595933220.jpg. Show all posts

Tuesday, July 28, 2020

તમિળ એક્ટર શામ તેના ફ્લેટમાં જુગાર રમતો પકડાયો, પોલીસે 11 લોકોને અરેસ્ટ કર્યા, ત્યારબાદ બેલ આપી

બોલિવૂડમાં જ્યાં નેપોટિઝ્મ અને સુશાંતની આત્મહત્યા બાદ તોફાન આવ્યું છે ત્યારે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ કોઈ ને કોઈ એવા સમાચાર સામે આવી રહ્યા છે જેનાથી તમિળ ફિલ્મ ઇન્ડસ્ટ્રી આઘાતમાં છે. સાઉથ સિનેમાના ફેમસ એક્ટર શામને ચેન્નઈ પોલીસે અરેસ્ટ કર્યો હતો. તે તેના ઘરમાં જુગાર રમતો પકડાયો હતો. શામ નામથી ફેમસ એક્ટરનું પૂરું નામ શમશુદ્દીન ઇબ્રાહિમ છે. પોલીસના જણાવ્યા અનુસાર શામ સાથે અન્ય 11 લોકોને પણ અરેસ્ટ કરવામાં આવ્યા હતા. જોકે, શામને પછી બેલ મળી ગઈ હતી.

શામ ફોકર ક્લબ ચલાવતો હતો
કોડંબક્ક્મ પોલીસે તમિળ એક્ટર શામને તેના જ ઘરમાં ગેમ્બલિંગ એક્ટિવિટીઝમાં સામેલ થવાના આરોપમાં પકડ્યો હતો. રિપોર્ટ્સ અનુસાર, એવી ફરિયાદો મળી હતી કે શામના ફ્લેટમાં રાત્રે જુગાર રમાય છે. પોલીસને જુગારમાં વપરાતા ટોકન પણ મળ્યા છે. શામ 'ફોકર' નામનું એક ક્લબ ચલાવી રહ્યો હતો. સાથે જ તે અન્ય પણ ગેરકાનૂની કામ પર એક્ટિવ છે.

સોમવારે પોલીસ અચાનક પહોંચી ગઈ હતી
પોલીસે એક વરિષ્ઠ અધિકારીને જણાવ્યું કે ટોકનના વપરાશને લઈને તપાસ થઇ રહી છે. ઇન્ડિયા ગ્લિટ્ઝના ન્યૂઝ મુજબ સૂત્રોનું કહેવું છે કે પોલીસે ગુપ્ત સૂચના મળ્યા બાદ ચેન્નઈના નુંગમબક્કમ વિસ્તાર પાસેના અપાર્ટમેન્ટમાં તપાસ કરી. જ્યાં શામ લોકડાઉન વચ્ચે સોમવારે રાત્રે જુગાર રમતા અને બીજાને રમાડતા પકડાયો.

શમશુદ્દીન ઇબ્રાહિમ ફેમસ એક્ટર અને મોડલ છે. તે તેલુગુ, તમિળ અને કન્નડ ફિલ્મોમાં તેની એક્ટિંગ માટે ફેમસ છે. લેસા લેસા, અય્યરકઇ, રેસ ગુર્રમ જેવી ઘણી ફિલ્મોમાં તેણે કામ કર્યું છે. તે ટૂંક સમયમાં અનટાઇટલ્ડ તમિળ ફિલ્મમાં જોવા મળશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Tamil Actor Shaam Arrested In Chennai For Gambling With 11 Others


from Divya Bhaskar https://ift.tt/30T3vhb
https://ift.tt/2X2MVdK

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...